તા. ૨૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૩ રવિવાર
મેક્સિકોમાં ડ્રગ માફિયા સામે લશ્કરી ઓપરેશનમાં ભીષણ જંગ : ૧૧નાં મોત, ચાર સૈનિકો શહીદ, સાત બંદૂકધારીઓ ઠાર : અમેરિકાની મોસ્ટ વોન્ટેડ યાદીમાં સામેલ ‘એલ ચાપો ઇસિદ્રો’ની ધરપકડથી સિનાલોઆમાં હાહાકાર : હેલિકોપ્ટરથી ગોળીબાર, વાહનો સળગાવાયાં, હાઈવે બંધ અમેરિકા અને મેક્સિકોની ગુપ્તચર એજન્સીઓના સહયોગથી મોટી કાર્યવાહી : માથા ઉપર ૫૦ લાખ ડોલરનું ઇનામ ધરાવતો કુખ્યાત ડ્રગ માફિયા ઝડપાયો : આઠ શખ્સોની ધરપકડ10:05 AM IST
બીસ્લેરીનું પાણી નુકસાનકારક! : પેકેજ્ડ પીવાના પાણીના નમૂના 'અસુરક્ષિત' જણાતા FSSAIએ બિસ્લેરી ઈન્ટરનેશનલ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવાની મંજૂરી આપી : બ્રોમેટની નિર્ધારિત મર્યાદાનું ઉલ્લંઘન અને રેફરલ લેબોરેટરીના પરીક્ષણમાં પોલિન્યુક્લિયર એરોમેટિક હાઈડ્રોકાર્બન્સ (PAHs) મળી આવતા ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ એક્ટ, ૨૦૦૬ હેઠળ પગલાં લેવા નિર્ણય : ખાદ્ય વ્યવસાય સંચાલકો, ઈ-કોમર્સ કંપનીઓ તેમજ એનર્જી ડ્રિંક ઉત્પાદકો સામે નિયમનકારની કડક ઝુંબેશ9:08 PM IST
₹૨૫૦ કરોડના હાઈ-પ્રોફાઈલ ડ્રગ્સ કેસમાં મુંબઈ પોલીસને મોટી સફળતા : દાઉદ ઈબ્રાહિમના નજીકના સાથી સલીમ ડોલાનો કથિત સાગરીત સાહિલ શેખ દુબઈમાંથી ઝડપાયો : દુબઈથી આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ સપ્લાય ચેઈન ચલાવતા સાહિલ શેખના ભારત પ્રત્યાર્પણ માટે કાયદેસરની કાર્યવાહી શરૂ : અગાઉ ઝડપાયેલા નાના ભાઈ મોહમ્મદ સલીમ સોહેલ શેખ ઉર્ફે લવિશની પૂછપરછમાં મળેલી કડીઓના આધારે કાર્યવાહી : ઘાટકોપર એન્ટી-નાર્કોટિક્સ સેલ દ્વારા ગ્લેમર ઈન્ડસ્ટ્રીના કનેક્શન મામલે ઓરી અને અભિનેતા સિદ્ધાંત કપૂરની પણ પૂછપરછ9:58 PM IST
ફ્રાન્સમાં મેક્રોન સરકાર વિરુદ્ધ મોટા પાયે વિરોધ પ્રદર્શનો ફાટી નીકળ્યા: 82,000 લોકો મોંઘવારીના વિરોધમાં રસ્તા પર ઉતર્યા: પોલીસે મરીના સ્પ્રેથી વિખેરી નાખ્યા : વધતી મોંઘવારી અને સરકારી ખર્ચમાં કાપ સામે ફ્રાન્સમાં મોટા વિરોધ પ્રદર્શનો:પેરિસ સહિત અનેક શહેરોમાં વિરોધીઓ અને પોલીસ વચ્ચે અથડામણ:પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે પોલીસે લાઠીચાર્જ અને મરીના સ્પ્રેનો ઉપયોગ કર્યો.10:34 PM IST
હૈદરાબાદમાં 26/11 જેવા ભયાનક આતંકી હુમલાની ધમકી: '300 લોકોના જીવ લઈશું' : લતીફ ભટના મોતનો બદલો લેવા લશ્કર-એ-તૈયબાનો ખોફનાક ઈમેલ : કાશ્મીરના કુલગામ એન્કાઉન્ટરમાં ઠાર મરાયેલા આતંકવાદી લતીફ ભટના મોતનો બદલો લેવા કાચીગુડા રેલવે સ્ટેશન અને હોટેલ ટુરિસ્ટ પ્લાઝાને બોમ્બથી ઉડાવી દેવાની ચીમકી મળતા જ સુરક્ષા એજન્સીઓમાં દોડધામ : સમગ્ર શહેરમાં હાઈ એલર્ટ જાહેર10:20 PM IST
અધૂરા પ્રોજેક્ટ્સમાં ફસાયેલા ઘર ખરીદનારાઓને સુપ્રીમ કોર્ટની મોટી રાહત: "બિલ્ડરને લોન આપવામાં બેંકની ભૂમિકાની તપાસ વિના ખરીદદારો પાસેથી EMI વસૂલી શકાશે નહીં!" : ગુરુગ્રામના 'કૃષ્ણ હાઉસિંગ સ્કીમ' કેસમાં જસ્ટિસ સૂર્યકાંત, જોયમલ્યા બાગચી અને વી. મોહનાની બેન્ચનો ઐતિહાસિક ચુકાદો : બાંધકામની પ્રગતિ જોયા વિના રાહેજા ડેવલપર્સને ભંડોળ છૂટું કરનાર SBI સામે ઉઠ્યા સવાલ : દિલ્હીની સાકેત કોર્ટને ખરીદદારો સામે કોઈપણ બળજબરીભર્યા પગલાં ન લેવા કડક નિર્દેશ10:18 PM IST
સિંધના વિભાજન સામે રસ્તા પર જનસૈલાબ: "એક ઇંચ જમીન પણ નહીં છોડીએ" ના નારા સાથે શાહબાઝ-મુનીરને ખુલ્લો પડકાર! : કરાચી સહિત સિંધ પ્રાંતમાં નવા રાજ્યની કથિત યોજના સામે વિવિધ સિંધી રાષ્ટ્રવાદી સંગઠનો એક મંચ પર : ૨૪ કરોડની વસ્તી અને વહીવટી સરળતાના નામે પાકિસ્તાન આર્મી અને સરકાર સિંધની રાજકીય તાકાત તોડવાનો પ્રયાસ કરી રહી હોવાનો આરોપ10:17 PM IST
ન્યૂ યોર્ક ટાઈમ્સનો મોટો ખુલાસો: અમેરિકાના પ્રતિબંધ છતાં ચીનની ગુપ્તચર એજન્સી સતત કાર્યરત : ચીનની સરકાર પોતે પણ સામેલ : ન્યૂ યોર્ક ટાઈમ્સના મતે, આ MSS ઝુંબેશ ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગની ટેકનોલોજીમાં આત્મનિર્ભરતા પ્રાપ્ત કરવા અને અમેરિકા અને તેના સાથી દેશો દ્વારા લાદવામાં આવેલા પ્રતિબંધોનો સામનો કરવાની વ્યાપક વ્યૂહરચનાનો એક ભાગ છે.9:11 PM IST
UBS રિપોર્ટમાં મોટો દાવો : 2027 માં AI રોકાણો $1.4 ટ્રિલિયન સુધી પહોંચી શકે : કમાણી સામે ઉઠતા સવાલ : કૃત્રિમ બુદ્ધિમાં વૈશ્વિક રોકાણ ઝડપથી વધવા માટે તૈયાર: UBSના નવા રિપોર્ટ અનુસાર, 2027 માં AI-સંબંધિત રોકાણો $1.4 ટ્રિલિયન સુધી પહોંચી શકે:UBS ચેતવણી આપે છે કે વધુ રોકાણો જરૂરી નથી કે તે વધુ નફામાં પરિણમે.8:39 PM IST
અગાઉ 'હાથ કાપી નાખવાની' ધમકી આપનાર પાકિસ્તાની મંત્રીના દિલ્હી પહોંચતા જ સૂર બદલાયા: સિંધુ જળ સંધિ પર મુસદ્દિક મલિકનો યુ-ટર્ન, કહ્યું "પહેલા સરળ મુદ્દાઓ પર વાત કરીએ!" : ભારત આવેલા પાકિસ્તાનના ફેડરલ મંત્રી મુસદ્દિક મલિકે પહેલગામ હુમલા બાદ સ્થગિત કરાયેલી ૧૯૬૦ની સિંધુ જળ સંધિ અંગેના સીધા સવાલો ટાળ્યા : બીજી તરફ કેન્દ્રીય સંસ્કૃતિ સચિવ વિવેક અગ્રવાલે બંને દેશો વચ્ચે કોઈપણ ઔપચારિક દ્વિપક્ષીય બેઠક થઈ હોવાની અટકળોને ફગાવી દીધી8:09 PM IST
દિલ્હીના ઐતિહાસિક પુરાણા કિલ્લાથી વિશ્વને ભારતનો સાંસ્કૃતિક સંદેશ: SCO નું 'ઇન્દ્રપ્રસ્થ ઘોષણાપત્ર' જાહેર: દરેક સભ્યતાના સન્માન અને વારસાના જતન પર મુકાયો ભાર! : પીએમ મોદીના હસ્તે ઉદ્ઘાટિત થયેલા ત્રણ દિવસીય 'SCO સિવિલાઇઝેશનલ ડાયલોગ ફોરમ'ના સમાપન બાદ સ્થાપત્ય, સંગીત, ભોજન અને ટેકનોલોજી દ્વારા વૈશ્વિક મિત્રતા મજબૂત કરવાનો સંકલ્પ: પાકિસ્તાની મંત્રી મુસાદિક મલિકની હાજરી વચ્ચે ભારતે કોઈપણ ઔપચારિક દ્વિપક્ષીય વાટાઘાટો થઈ હોવાનો કર્યો સ્પષ્ટ ઇનકાર8:03 PM IST
હવાઈ હુમલાના સાયરન, પ્રચંડ વિસ્ફોટ અને સમગ્ર રાજ્યમાં બ્લેકઆઉટ : યુદ્ધ જેવી કટોકટીને પહોંચી વળવા ઉત્તર પ્રદેશના તમામ ૭૫ જિલ્લાઓમાં યોજાઈ મેગા 'બ્લેકઆઉટ મોક ડ્રીલ'! : લખનૌની પોલીસ લાઈન સહિત રાજ્યભરમાં એકસાથે લાઈટો બંધ કરીને દુશ્મનના હુમલા સામેની તૈયારીઓનું કરાયું જીવંત રિહર્સલ: બહુમાળી ઈમારતોમાં લાગેલી આગ, ધુમાડા અને કાટમાળ વચ્ચે ફસાયેલા નાગરિકોને NDRF, SDRF અને નાગરિક સંરક્ષણ દળની ટીમોએ દિલધડક રેસ્ક્યુ ઓપરેશન ચલાવી સુરક્ષિત બહાર કાઢ્યા8:02 PM IST
ટ્રમ્પની ઇમિગ્રેશન કાર્યવાહીનો ભારતીયો સૌથી વધુ ભોગ બન્યા: રેકોર્ડબ્રેક 6111 ભારતીયોની ધરપકડ :2,349ને દેશનિકાલ : 5235 લોકોને ડિપોર્ટેશન સેન્ટરમાં રખાયા:એશિયા-પ્રશાંત સમૂહમાં ભારતીયોની ધરપકડ, અટકાયત અને દેશનિકાલ સૌથી વધુ: આઈસે દક્ષિણના રાજ્યોમાં હિસ્પેનિક અને અશ્વેત મૂળના લોકો સામે કાર્યવાહી કરી.7:52 PM IST
'એલિસ હુઆંગ તો માત્ર મહોરું હતી!' Nvidia ના હાઈ-ટેક AI ચિપ દાણચોરી રેકેટના અસલી માસ્ટરમાઇન્ડનો પર્દાફાશ : WSJ ના રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો! : અમેરિકન પ્રતિબંધોને થાપ આપીને સિંગાપોર અને મલેશિયાના રસ્તે ચીનને અદ્યતન AI ચિપ્સ પહોંચાડવાના હાઈ-પ્રોફાઇલ નેટવર્ક પાછળ 'મેગાસ્પીડ'ના પડદા પાછળના સૂત્રધાર ૫૨ વર્ષીય લી મિંગનો હાથ હોવાનું સામે આવ્યું, સિંગાપોરમાં છેતરપિંડીના ફોજદારી કેસનો સામનો કરી રહેલા લી મિંગના એલિસ હુઆંગ અને તેના પતિ સાથેના વર્ષો જૂના વ્યાપારિક સંબંધો ઉજાગર7:24 PM IST
પેન્શનરો માટે મોટી રાહત: હવે બેંકના ધક્કા ખાવાની જરૂર નથી, ઘરે બેઠા માત્ર એક સેલ્ફીથી બનશે ડિજિટલ જીવન પ્રમાણપત્ર! : કેન્દ્ર સરકારના પાંચમા વિશેષ અભિયાન હેઠળ ૧ થી ૩૦ નવેમ્બર ૨૦૨૬ દરમિયાન ૨.૩ કરોડ લાઇફ સર્ટિફિકેટ જનરેટ કરવાનો લક્ષ્યાંક : 'જીવન પ્રમાણ' અને 'AadhaarFaceRD' એપ દ્વારા વૃદ્ધાવસ્થામાં ફિંગરપ્રિન્ટ ન આવવાની સમસ્યાનો કાયમી ઉકેલ7:36 PM IST
વૈશ્વિક બજારમાં સોનાના ભાવમાં મોટો કડાકો: ભારતની સાથે પાકિસ્તાનમાં પણ સોનું સસ્તું થયું, છતાં પાડોશી દેશમાં ૧૦ ગ્રામનો ભાવ ૩.૨૯ લાખ રૂપિયાને પાર! : આંતરરાષ્ટ્રીય બજાર (COMEX) માં આવેલા તીવ્ર ઘટાડાની અસર હેઠળ એક જ અઠવાડિયામાં પાકિસ્તાનમાં સોનું પ્રતિ તોલા ૭૯,૦૦૦ PKR તૂટ્યું અને ભારતમાં MCX પર ભાવ ઘટીને ₹૧.૨૧ લાખની સપાટીએ પહોંચ્યા : ચલણના મૂલ્યમાં તફાવતને કારણે પાકિસ્તાની બજારમાં સોનાના આસમાની આંકડા છતાં ભારતીય રૂપિયાની સરખામણીમાં ત્યાં સોનું હજુ પણ સસ્તું7:26 PM IST
ભગવાન રામની નગરી અયોધ્યાથી માતા સીતાના પિયર જનકપુર સુધી દોડશે સીધી ટ્રેન: ભારત-નેપાળના ઐતિહાસિક રેલ જોડાણની તૈયારીઓ તેજ! : દિલ્હીથી ભારત અને નેપાળના વડાપ્રધાનો સંયુક્ત રીતે વર્ચ્યુઅલ લીલી ઝંડી બતાવશે, જ્યારે અયોધ્યા ખાતે યોજાનારા ભવ્ય સ્થાનિક સમારોહમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ હાજર રહેશે : જિલ્લા મેજિસ્ટ્રેટ શશાંક ત્રિપાઠીએ કાર્યક્રમની રૂપરેખા અને વહીવટી તૈયારીઓ અંગે આપી સત્તાવાર માહિતી7:25 PM IST
એલિફન્ટા ગુફાની 'અર્ધનારીશ્વર' પ્રતિમા દ્વારા રાહુલ ગાંધીનો ભાજપ-RSS પર પ્રહાર: આધ્યાત્મિક પરંપરાની સમજણ પર ગરમાયું રાજકારણ! : સોનિયા ગાંધીના પુસ્તક 'બિલોંગિંગ: અ જર્ની ઓફ લવ' ના વિમોચન બાદ શરૂ થયેલા વિવાદ વચ્ચે રાહુલ ગાંધીએ શેર કરી શિવ-પાર્વતીના સંયુક્ત સ્વરૂપની તસવીર : ભાજપ અને સંઘને ગણાવ્યા આધ્યાત્મિક પરંપરાથી અજાણ7:24 PM IST
જામનગરમાં એસીબીનું મોટું ઓપરેશન: ક્લોઝ થયેલું ઈન્કમટેક્સ એસેસમેન્ટ ઓડિટ માટે ફરી ન ખોલવા રૂ. ૮ લાખની લાંચ લેતા અમદાવાદ ઓડિટ ભવનના આસિસ્ટન્ટ ઓડિટ ઓફિસર વિનસકુમાર અમરચંદ સાવરીયા રંગેહાથ ઝડપાયા : જામનગર એસીબી પોલીસ સ્ટેશનના પીઆઈ એ.આર. ગોહિલ અને રાજકોટ એકમના ફીલ્ડ પીઆઈ આર.કે. સોલંકીની ટીમે જામનગર-રાજકોટ હાઈવે પર ત્રિમંદિર સાઈનબોર્ડ પાસે આરોપીની કારમાં જ છટકું ગોઠવીને લાંચની પૂરેપૂરી ૮ લાખની રકમ રિકવર કરી6:33 PM IST
કેશોદ પાસે ચર ગામ–બાલાગામ રોડ પર કાળ ત્રાટકયો: રઘુવંશી પરિવારોના ડેનિશ દિવરાણીયા, ઝલક મશરૂ અને નંદની પોપટનાં આગમાં ભડથું થઈ જતાં કરુણ મોત : ક્રિશ્ના ચુડાસમાનો ચમત્કારીક બચાવ: આગળનો કાચ તૂટતાં ક્રિશ્ના બહાર ફંગોળાઈ ગઈ : ત્રણ મિત્રોને બહાર નીકળવાની તક પણ ન મળી: જૂનાગઢથી માધવપુર જતી સ્વીફ્ટ કાર ખમીદાણા ધાર પાસે પથ્થર સાથે અથડાઈ અગનગોળો બની: પરિવારજનોના હૈયાફાટ રુદન7:01 PM IST
સત્તા મળ્યાના ૯ મહિનામાં જ તારિક રહેમાન સરકાર ચોમેરથી ઘેરાઈ: બાંગ્લાદેશમાં હિંસા : મોંઘવારી અને કાપડ ઉદ્યોગના વિરોધ સહિત ૮ મોટા પડકારોએ ઊભી કરી કટોકટી! : ફેબ્રુઆરીમાં પ્રચંડ ચૂંટણી જીત બાદ સત્તા સંભાળનાર વડાપ્રધાન તારિક રહેમાન સામે દેશભરમાં આગચંપી, IED વિસ્ફોટો, રાજકીય હત્યાઓ, કથળતી પોલીસ વ્યવસ્થા, કાપડ કામદારોની હડતાળ અને બેટરી સંચાલિત રિક્ષાચાલકોના આંદોલનને કારણે કાયદો-વ્યવસ્થા તથા અર્થતંત્ર જાળવવાનો મોટો પડકાર6:52 PM IST
ભારતની પ્રાચીન સભ્યતા અને ભાષાકીય વૈવિધ્ય પર ફિદા થયા પુતિન : પુતિને પીએમ મોદી સાથેની ખાસ વાતચીત યાદ કરી ભારતને ગણાવ્યું 'અદ્ભુત'! : ક્રેમલિનમાં જાણીતા સર્બિયન ફિલ્મ નિર્દેશક એમિર કુસ્તુરિકા સાથેની ખાસ મુલાકાતમાં .દોઢ અબજની વસ્તી ધરાવતા ભારતમાં વિવિધ ભાષાઓ અને સંસ્કૃતિઓના અનોખા સંગમ પર આશ્ચર્ય વ્યક્ત કર્યું : સાથોસાથ રશિયન સભ્યતાની વિશિષ્ટતા અને વિવિધ સમુદાયોની ઓળખ જાળવી રાખવાની પરંપરા પર પણ પ્રકાશ પાડ્યો6:32 PM IST
હોર્મુઝ પર મહાસત્તાઓની ખેંચતાણ: ઈરાનની શરતો સામે ટ્રમ્પ અડગ : વૈશ્વિક તેલ સપ્લાય પર સંકટના વાદળો! : વિશ્વની ૨૦ ટકા તેલ જરૂરિયાત પૂરી પાડતા વ્યૂહાત્મક જળમાર્ગને ખોલવા ઈરાને નૌકાદળની નાકાબંધી હટાવવા અને પ્રતિબંધો હળવા કરવાની માંગ મૂકી : બીજી તરફ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પરમાણુ હથિયારો રોકતા કાયમી કરાર વિના નમતું જોખવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો6:40 PM IST
ગાઝામાં બાળકોને ગોળીઓથી બચાવવા શાળાની ફરતે માટીની દીવાલો : મોતના ભય વચ્ચે પણ ૧,૮૦૦ બાળકો અભ્યાસ કરે છે: ઓક્ટોબરમાં ૧૪ બાળકોના મોત: ૧૭૯થી વધુ સરકારી શાળાઓ સંપૂર્ણપણે નાશ પામી : વર્ગખંડોમાં ગોળીબારનો ભય, વિદ્યાર્થીઓને બચાવવા ખાસ સુરક્ષા વ્યવસ્થા : ત્રણ વર્ષમાં ૨૦,૫૦૦થી વધુ વિદ્યાર્થીઓનાં મોત થયાનો પેલેસ્ટીની શિક્ષણ મંત્રાલયનો દાવો6:06 PM IST
હિન્દુ અને ખ્રિસ્તી વચ્ચેના લગ્નની હિન્દુ મેરેજ એક્ટ હેઠળ નોંધણી થઈ શકે નહીં : મદ્રાસ હાઈકોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો : જસ્ટિસ સી.વી. કાર્તિકેયન અને જસ્ટિસ એસ. રવિકુમારની ડિવિઝન બેન્ચે ફેમિલી કોર્ટનો ૨૦૧૯નો આદેશ રદ કરીને ફેબ્રુઆરી ૨૦૦૯ની લગ્ન નોંધણીને રદબાતલ ઠેરવી : આંતરધર્મીય લગ્ન માટે ઈન્ડિયન ક્રિશ્ચિયન મેરેજ એક્ટ અથવા સ્પેશિયલ મેરેજ એક્ટ હેઠળ પ્રક્રિયા કરવી અનિવાર્ય : તમિલનાડુના તમામ મેરેજ રજિસ્ટ્રારોને આ ચુકાદાની નકલ મોકલવાનો નિર્દેશ5:20 PM IST
ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલની રાજકારણમાં એન્ટ્રી : ભાજપમાં જોડાતાં જ ઓબીસી મોરચાની રાષ્ટ્રીય કાર્યસમિતિમાં વિશેષ આમંત્રિત તરીકે સ્થાન અપાયું: નવી યાદીમાં ૭ રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ, ૩ રાષ્ટ્રીય મહામંત્રી, ૭ રાષ્ટ્રીય મંત્રી અને ૩૭ રાષ્ટ્રીય કાર્યસમિતિ સભ્યોની નિમણૂક : ગુજરાતમાંથી બે આગેવાનોને રાષ્ટ્રીય જવાબદારી સોંપવામાં આવી: દશરથજી ઠાકોર રાષ્ટ્રીય મંત્રી અને મહેન્દ્રભાઈ જુંગી રાષ્ટ્રીય કાર્યસમિતિના સભ્ય બન્યા : ભાજપે ૩૭ કાર્યસમિતિ સભ્યો સહિત નવી રાષ્ટ્રીય ટીમ જાહેર કરી5:07 PM IST
મહારાષ્ટ્ર ભાજપના રાજ્યસભા સાંસદ રામરાવ વડકુતેનું હાર્ટ એટેકથી નિધન : રાજકીય વર્તુળોમાં શોક: અગાઉ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી સાથે સંકળાયેલા હતા, ૨૦૦૪થી ૨૦૧૯ દરમિયાન મહારાષ્ટ્ર વિધાન પરિષદના સભ્ય રહ્યા: ૨૦૧૯માં તેમણે એનસીપી છોડીને ભાજપમાં પ્રવેશ : માત્ર આઠ મહિના પહેલાં રાજ્યસભા માટે શપથ લીધા હતા : ૭૨ વર્ષની વયે દિલ્હીની એમ્સ હોસ્પિટલમાં અંતિમ શ્વાસ, ધનગર સમાજે અગ્રણી નેતા ગુમાવ્યા12:41 PM IST
દિલ્હીમાં પ્રદૂષણથી રાહત નહીં : આનંદ વિહારમાં વાયુ ગુણવત્તા સૂચકાંક ૨૫૧, સિરીફોર્ટમાં ૩૨૩: રાજધાનીનો સરેરાશ પ્રદૂષણ આંક ૨૩૬, અનેક વિસ્તારોમાં હવા ખરાબ : સવારે ઠંડી અને ધુમ્મસ, આગામી દિવસોમાં લઘુત્તમ તાપમાન ૧૨ ડિગ્રી સુધી રહેવાની આગાહી : આગામી ૨૩થી ૨૬ નવેમ્બર દરમિયાન રાત્રિ અને વહેલી સવારે લઘુત્તમ તાપમાન અંદાજે ૧૨થી ૧૩ ડિગ્રી અને મહત્તમ ૨૫થી ૨૬ ડિગ્રીની આસપાસ રહેવાની સંભાવના : સવારે ધુમ્મસ અને પ્રદૂષણની સ્થિતિ ચાલુ રહેવાની શક્યતાને ધ્યાનમાં રાખીને બાળકો, વૃદ્ધો અને શ્વાસની તકલીફ ધરાવતા લોકોને ખાસ સાવચેતી રાખવા સલાહ12:21 PM IST
ચાલ્લા કિતેમ, ગોવા ‘ગોવામાં શું ચાલી રહ્યું છે?’ ‘ક્યા બોલતી પબ્લિક’ અભિયાનનો ગોવાથી પ્રારંભ : આજથી કોકરોચ જનતા પાર્ટી દેશભરમાં લોકોના પ્રશ્નો સાંભળશે : અભિયાનનો મુખ્ય હેતુ લોકો પાસેથી પ્રશ્નો મેળવીને તેમની માંગણીઓનું દસ્તાવેજીકરણ કરવું અને સરકાર સમક્ષ રજૂ કરવાનું છે. આ કાર્યક્રમથી યુવાનોને પોતાની વાત રજૂ કરવા માટે મંચ આપવાનો પ્રયાસ : ગોવાના પંજિમ કન્વેન્શન સેન્ટર ખાતે સાંજે ૪ વાગ્યે પ્રથમ જાહેર સંવાદ : યુવાનો, વિદ્યાર્થીઓ અને સામાન્ય નાગરિકો જમીન, રોજગાર, શિક્ષણ અને સલામતી સહિતના પ્રશ્નો સીધા રજૂ કરી શકશે12:12 PM IST
૩૪ સભ્યોના પ્રતિનિધિ મંડળ સાથે નેપાળના વડાપ્રધાન બાલેન શાહ આજે ભારતની પ્રથમ સત્તાવાર મુલાકાતે : વડાપ્રધાન મોદી સાથે આવતીકાલે મહત્વપૂર્ણ મંત્રણા: રાષ્ટ્રપતિને પણ મળશે: સાંજે વિદેશ મંત્રી જયશંકરને મળશે : દિલ્હીમાં અત્યારે બપોરે સવા ત્રણ વાગ્યે આગમનનો કાર્યક્રમ, સિનિયર કેન્દ્રીય મંત્રી જિતિન પ્રસાદ સ્વાગત કરશે : વેપાર, ઊર્જા, સરહદી વ્યવસ્થા અને પૂરગ્રસ્ત વિસ્તારોના પુનર્નિર્માણ અંગે ચર્ચા થશે12:09 PM IST
ઈરાનને ક્યારેય પરમાણુ શસ્ત્રો બનાવવા નહીં દઈએ : ટ્રમ્પનો કાયમી સમજૂતી કરવાનો કડક આગ્રહ : અમેરિકામાં ભવિષ્યની સરકાર પણ પરમાણુ શસ્ત્રો અંગેનું વલણ બદલી ન શકે તેવી વ્યવસ્થા ઇચ્છે છે ટ્રમ્પ : ટ્રમ્પે ઈરાની નેતાઓ સાથેની વાટાઘાટોને અત્યંત મુશ્કેલ ગણાવી હતી. તેમના જણાવ્યા મુજબ અગાઉ સમજૂતી થયા પછી પણ ઈરાન તેનો ભંગ કરતું રહ્યું છે: આગામી મોટો નિર્ણય ૨૦૨૭ સુધી લંબાઈ શકે12:04 PM IST
સોનિયા ગાંધીના આત્મકથન ‘બિલોંગિંગ’માં જીવનની અંગત પીડા અને રાજકીય સમાધાનોની નિખાલસ કબૂલાત : ઇન્દિરા-રાજીવ ગાંધીની હત્યાનો આઘાત, ૨૦૦૪માં વડાપ્રધાનપદનો ઇનકાર અને પરિવારના સંબંધોનું હૃદયસ્પર્શી વર્ણન : પુસ્તકની કેટલીક ઐતિહાસિક ભૂલો પણ ચર્ચામાં : પુસ્તકમાં ગાંધી અને બચ્ચન પરિવારોની પ્રારંભિક નિકટતાનો ઉલ્લેખ છે, પરંતુ પાછળથી બંને પરિવારોના સંબંધોમાં આવેલી તિરાડ વિશે વિસ્તૃત ચર્ચા નથી12:02 PM IST
૧૭મા દિવસે ‘રામાયણ’ની કમાણી ૧૬૧૬ કરોડને પાર : ભારતમાં ૯૦૬ કરોડનો આંકડો વટાવી ફિલ્મે રચ્યો નવો ઇતિહાસ: ત્રીજા સપ્તાહમાં પણ દર્શકોનો પ્રચંડ પ્રતિસાદ જાળવી રાખ્યો : દિવાળીની રજાઓ પૂરી થયા છતાં ત્રીજા શનિવારે કમાણીમાં ૭૪ ટકાનો ઉછાળો: વિશ્વવ્યાપી કમાણીમાં આ ફિલ્મ ‘એનિમલ’, ‘પઠાણ’, ‘છાવા’ અને મૂળ ‘ધુરંધર’ સહિતની અનેક સફળ ફિલ્મોથી આગળ નીકળી ગઈ: જોકે ‘દંગલ’, ‘બાહુબલી-૨’, ‘પુષ્પા-૨’ અને ‘ધુરંધર-૨’ના વિશ્વવ્યાપી કુલ કલેક્શનને પાર કરવાનું હજુ બાકી 11:59 AM IST
ગુરુ નાનક પ્રકાશ પર્વે મંગળવારે શેરબજારમાં રજા : આ સપ્તાહે શનિ-રવિ સહિત ૩ દિવસ બજાર બંધ, માત્ર ચાર દિવસ જ કારોબાર : બીએસઈમાં ૨૬મીએ એક્સપાયરી : નેશનલ સ્ટોક એક્સચેન્જની નવેમ્બર મહિનાની ફ્યુચર્સ એન્ડ ઓપ્શન્સની માસિક એક્સપાયરી એક દિવસ વહેલી સોમવાર, ૨૩ નવેમ્બરે થશે : જોકે સોના-ચાંદી સહિતની કોમોડિટી માટે એમસીએક્સનું સાંજે પાંચ વાગ્યાનું સત્ર ચાલુ રહેશે, જે રાત્રે ૧૧:૩૦ અથવા ૧૧:૫૫ વાગ્યા સુધી ચાલશે : હવે ૨૪ નવેમ્બરના પ્રકાશ પર્વની રજા બાદ ૨૦૨૬માં શેરબજારની આગામી અને અંતિમ નિર્ધારિત તહેવારની રજા શુક્રવાર, ૨૫ ડિસેમ્બરે નાતાલ નિમિત્તે રહેશે.11:29 AM IST
મુંબઈ પોલીસને દેશની પ્રથમ એન્ટી-નાર્કોટિક્સ ફોરેન્સિક વાન: મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે સ્માર્ટ પોલીસિંગ પ્રોજેક્ટ્સનું કર્યું લોકાર્પણ : સહ્યાદ્રી ગેસ્ટ હાઉસ ખાતે બ્લોકચેન પુરાવા વ્યવસ્થા, ‘પ્રત્યંચા’ ફ્યુઝન સેન્ટર, ‘તપાસ સારથી’ AI સિસ્ટમ, સિટિઝન એપ અને ડિજિટલ આઈડી સ્માર્ટ કાર્ડનો પ્રારંભ.9:51 PM IST
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં દિલજીત દોસાંજના કોન્સર્ટમાં વિવાદ વકર્યો : ‘પટિયાલા પેગ’ સહિતના વિવાદિત ગીતો ગાઈને ટીકાકારોને આપ્યો વળતો જવાબ : જુઓ વિડીયો : જિલ્લા બાળ સુરક્ષા એકમ અને પ્રોફેસરના વાંધા છતાં સ્ટેજ પર ‘ચાર પેગ’ અને ‘જેબ વિચ અફીમ લભિયા’ જેવા ગીતો રજૂ કર્યા : વિદેશી કલાકારો સાથેના ભેદભાવ સામે સવાલ ઉઠાવી દિલજીતે કહ્યું કે "મને જેટલો છંછેડશો, તેટલો જ હું ટ્રેન્ડ કરીશ"11:31 PM IST
અકિલા સોશ્યિલ મીડિયાબાકી રહી ગયેલા અને નવા મતદારોની નોંધણી માટે રાજ્યવ્યાપી ખાસ ઝુંબેશ : ૨૯ નવેમ્બર, ૬ ડિસેમ્બર અને ૧૩ ડિસેમ્બરના રવિવારે મતદાન મથકો પર વિશેષ કેમ્પ યોજાશે : ૧૮-૧૯ વર્ષના પ્રથમ વખતના પાત્ર યુવા મતદારો અને બાકી નાગરિકો ફોર્મ-૬ ભરીને મતદારયાદીમાં નામ નોંધાવી શકશે : ૧ જાન્યુઆરી, ૨૦૨૭ તેમજ વર્ષ ૨૦૨૭ની અન્ય ત્રણ લાયકાત તારીખોએ ૧૮ વર્ષ પૂર્ણ કરનાર યુવાનોની એડવાન્સ અરજી પણ સ્વીકારાશે : સવારે ૧૦ થી સાંજે ૫ વાગ્યા સુધી BLO અને ડેઝીગ્નેટેડ ઓફિસર હાજર રહેશે6:41 PM IST
સુરતના મજુરામાં સ્નેહમિલનમાં હર્ષ સંઘવીની ટકોર :નગરસેવકોને કાર્યકરોનું સન્માન જાળવવા અને 'સાહેબ નહીં, સારા માણસ બનજો' તેવી શીખ આપી : સુરતના મજુરા વિસ્તારમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં ભાજપનો સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો: મોટી સંખ્યામાં કાર્યકરો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા: સંબોધનમાં હર્ષ સંઘવીએ પોતાના રાજકીય સફરના અનુભવો વાગોળ્યા6:29 PM IST
પદ્મશ્રી ડો. જગદીશ ત્રિવેદીની આગેવાનીમાં અમદાવાદ ખાતે ૭૫ કરોડ રૂપિયાના ખર્ચે અત્યાધુનિક દસ માળનું ‘બ્રહ્મ ભવન’ નિર્માણ પામશે : ૨૬ નવેમ્બરે જમીન અંગે મોટી જાહેરાત કરાશે : સમસ્ત બ્રહ્મ સમાજના વિદ્યાર્થીઓ માટે સુરક્ષિત આવાસ, પૌષ્ટિક આહાર અને ઉત્તમ અભ્યાસની સુવિધા ઊભી કરવાનું વર્ષો જૂનું સ્વપ્ન સાકાર થશે : ડો. જગદીશ ત્રિવેદીએ સૌપ્રથમ ૧ કરોડનું દાન જાહેર કરતા કુલ દાનનો આંકડો ૧૦ કરોડને પાર : સ્વામી સચ્ચિદાનંદજી મહારાજ, મુક્તાનંદ બાપુ અને ભાઈશ્રી રમેશભાઈ ઓઝા માનદ સલાહકાર તરીકે જોડાયા4:43 PM IST
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં રાજ્યની તમામ ૧૮૨ વિધાનસભા બેઠકો પર ભાજપાનો નૂતનવર્ષ સ્નેહમિલન સમારોહ યોજાયો : ભાજપા કાર્યકર્તાઓ, આગેવાનો, અને શુભેચ્છકોને નૂતન વર્ષની શુભકામનાઓ પાઠવી પ્રેરણાદાયી સંવાદ કરતા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી:ગુજરાતના વિકાસની ૨૫ વર્ષની યાત્રા એ ભાજપા કાર્યકર્તાઓના પરિશ્રમ, ત્યાગ, તપસ્યા અને જનસેવાના સંકલ્પનું પરિણામ છે:પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી:પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભારતે વિશ્વમંચ પર નવી ઓળખ અને આત્મવિશ્વાસ મેળવ્યો છે, તેમના માર્ગદર્શન હેઠળ ગુજરાત ૨૫ વર્ષથી વધુ સમયથી વિકાસનું રોલમોડેલ બન્યું છે:ભુપેન્દ્રભાઈ પટેલ: પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના ૨૫ વર્ષના જનસેવા અને સુશાસનથી દેશના કરોડો નાગરિકોના જીવનમાં સકારાત્મક પરિવર્તન આવ્યું છે:જગદીશભાઈ વિશ્વકર્મા9:10 PM IST
ગુજરાતની તમામ 182 વિધાનસભા બેઠકો પર એકસાથે અને એક જ સમયે યોજાયેલા સ્નેહમિલન કાર્યક્રમોના માધ્યમથી ભાજપની તાકાતનું પ્રદર્શન : અમદાવાદમાં યોજાયેલા કાર્યક્રમમાં મુખ્યમંત્રી,નાયબ મુખ્યમંત્રી,પ્રદેશ અધ્યક્ષ સહિતના નેતાઓ ઉપસ્થિત રહ્યા:જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજી મહારાજ સહિત સંતો-મહંતોની પણ હાજર રહ્યા8:38 PM IST
મુખ્યમંત્રી કોણ બનશે તેનો નિર્ણય જનતાના મેન્ડેટથી થાય, કોઈ એક સમાજના આગેવાનો નક્કી કરી શકતા નથી: જયરાજસિંહ પરમાર : પાટીદાર અને કોળી સમાજના મુખ્યમંત્રી મુદ્દે ચાલી રહેલી ચર્ચા વચ્ચે બનાસકાંઠામાં ભાજપના સહ પ્રવક્તા જયરાજસિંહ પરમારે સ્પષ્ટ જવાબ આપ્યો:તેમણે જણાવ્યું કે મુખ્યમંત્રી જનતાના મેન્ડેટ અને રીપ્રેઝન્ટેશનના કાયદા મુજબ નક્કી થાય છે7:06 PM IST
ગાંધીનગર ખાતે સન્ડે ઓન સાયકલના ૯૯મા સંસ્કરણનો પ્રારંભ કરાવતા કેન્દ્રીય રમતગમત મંત્રી મનસુખભાઈ માંડવીયા તથા નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી : સંવિધાન દિવસના ઉપલક્ષ્યમાં દેશભરમાં ૨૬,૦૦૦ સ્થળોએ ‘સન્ડે ઓન સાયકલિંગ’નું આયોજન:કેન્દ્રીય રમત ગમત મંત્રી મનસુખભાઈ માંડવીયાએ યુવાનોને ફિટનેસ કોન્શિયસ અને નેશન કોન્શિયસ બની ‘વિકસિત ભારત’ સાથે જોડાવા કર્યું આહવાન6:58 PM IST
રાજકોટની વિરાણી હાઈસ્કૂલમાં સહકાર ભારતીનું નૂતન વર્ષ સ્નેહમિલન અને સહકાર સપ્તાહ સમાપન સમારોહ સંપન્ન : ‘સહકારિતાનું અંતિમ લક્ષ્ય સમાજની સેવા અને સમૃદ્ધ રાષ્ટ્ર’ : મુખ્ય વક્તા નલિન વસાએ કહ્યું કે નફાની સાથે સમાજસેવા એ સહકારિતાનો સાચો મર્મ અને નિઃસ્વાર્થ મદદથી મળતો આનંદ જ સાચી મૂડી છે : મહાનગર અધ્યક્ષ ડો. એન.ડી. શીલુએ જાહેરાત કરી કે જાન્યુઆરી-૨૭ના પ્રથમ સપ્તાહમાં રાજકોટ ખાતે ક્રેડિટ સોસાયટીના સૌરાષ્ટ્ર-કચ્છ પ્રકોષ્ઠનો અભ્યાસ વર્ગ યોજાશે4:57 PM IST
ભાવનગરમાં પૂર્વના ધારાસભ્ય સેજલબેન પંડયાના પૂર્વ વિધાનસભા વિસ્તારનું "નૂતન વર્ષ સ્નેહમિલન" સફળતા પૂર્વક સંપન્ન થયું : શહેર અને વોર્ડ સંગઠન, ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ, વરિષ્ટ આગેવાનો, સંતો, મહંતો, શહેરની વિવિધ શૈક્ષણિક અને સામાજિક સંસ્થાઓના હોદ્દેદારો, વ્યાપારીઓ અને ઉદ્યોગપતીઓ, સ્નેહી શુભેચ્છકો તેમજ વિશાળ સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા6:42 PM IST
ગિરનારની લીલી પરિક્રમામાં પરબના પીર કરશનનદાસ બાપુ સહજ ભાવે જોવા મળ્યા : પરિક્રમા માર્ગમાં વૃક્ષ નીચે બેઠેલા કરશનદાસબાપુના દર્શન કરી યાત્રિકો ધન્ય થયા : કોઈ આડંબર નહીં, કોઈ દેખાડો નહીં - બસ સહજ સાધુતાની ઝલક જોવા મળી : તસવીર સોશિયલ મીડિયામાં ભારે વાયરલ : આવા સહજ સંતોના દર્શનથી જ પરિક્રમા સફળ થઈ જાય એવી લાગણી યાત્રિકોમાં જોવા મળી12:35 PM IST
કાર સળગતાં મહિલા સહિત 3 લોકો જીવતા ભૂંજાયા : કારમાંથી ફંગોળાયેલી યુવતીનો ચમત્કારિક બચાવ : જુનાગઢના કેશોદ-બાલાગામ રોડ પર ગમખ્વાર અકસ્માત : ખમીદાણા ગામ નજીક પૂરપાટ જતી કાર પલટી માર્યા બાદ ભડભડ સળગી ઉઠી : ડેનિસ ધીરૂભાઈ દિવરાણીયા, નંદનીબેન હિરેનભાઈ પોપટ અને જલકભાઈ સંજયભાઈ મશરૂના ઘટનાસ્થળે જ મોત : બહાર ફંગોળાયેલા ક્રિષ્નાબેન રમેશભાઈ ચુડાસમાનો બચાવ : કેશોદ સિવિલમાં સારવાર હેઠળ12:07 PM IST
ગિરનાર લીલી પરિક્રમાના અંતિમ પડાવ બોરદેવી મંદિર ખાતે તંત્રની વ્યવસ્થાથી ભાવિકો ભારે આનંદિત : આરોગ્ય કેન્દ્રમાં અંદાજે ૬૦૦ શ્રદ્ધાળુઓને પ્રાથમિક સારવાર અપાઈ : જુઓ વિડીયો : કલેક્ટર યોગેશ ચૌધરીના માર્ગદર્શનમાં વહીવટી તંત્ર, વનવિભાગ અને પોલીસના સંકલનથી પરિક્રમાર્થીઓને મળી શુદ્ધ પાણી, શૌચાલય અને સ્વચ્છતા સહિતની સુવિધા : બોરદેવી ખાતે રોકાણ બાદ શ્રદ્ધાળુઓનું ભવનાથ તળેટી તરફ પ્રયાણ : કટોકટી માટે એમ્બ્યુલન્સ અને ચોવીસ કલાક તબીબી સેવા કાર્યરત10:07 PM IST
મહારાષ્ટ્રથી ગિરનાર લીલી પરિક્રમામાં આવેલા ભાવિકોએ ગિરનાર રોપ વેની રોમાંચક સફર ખેડી : ત્રણ દિવસમાં ૧૧૦૦૦થી વધુ પ્રવાસીઓએ રોપ-વે દ્વારા ગિરનાર દર્શન કર્યા : મહારાષ્ટ્ર સહિતના ભાવિકો રોપ-વેના માધ્યમથી ગિરનારનો નૈસર્ગિક સૌંદર્યનો નજારો માણી અભિભૂત થયા: પરિક્રમામાં અને રોપ-વે ખાતે વહીવટી તંત્રની સુદ્રઢ વ્યવસ્થાઓને બિરદાવી : રોપ -વેની સુવિધા માટે ગુજરાત સરકારનો માન્યો આભાર7:43 PM IST
સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલામાં જમીન વિવાદે લીધું હિંસક સ્વરૂપ : વેપારીની ઓફિસમાં ઘૂસીને ફાયરિંગ : જાનથી મારી નાખવાની ધમકી : ગોળી વેપારીને વાગવાને બદલે દિવાલમાં અથડાતા જોરદાર અવાજ સાથે ચકચાર, સદનસીબે કોઈને ઈજા નહીં - સ્થાનિક વેપારીઓમાં ભય અને ચિંતાનો માહોલ, સુરેન્દ્રનગર પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી6:31 PM IST
ભાવનગરમાં સામુહિક સાંસ્કૃતિક અભિવ્યક્તિનો અનોખો દીપોત્સવ, ૧,૧૧૧ હિન્દુ પરિવારો વતી દીપપ્રાગટ્ય : રૂપાણી સર્કલ પર "राम" અને સ્વસ્તિકના આકારમાં ઝળહળ્યા ૧,૧૧૧ દીવડા, નાગરિકોએ સ્વયંભૂ જોડાઈ પોતાના હાથે દીપ પ્રગટાવ્યા: ભાવનગર માટે ૧૯૩ નાગરિકોની મંગલકામના અયોધ્યા મોકલાશે, ‘રિવાઇવ ભાવનગર’ અંતર્ગત ૨૫૧ નાગરિકોએ શહેરના વિકાસ માટે વિચારો અને સહયોગની તૈયારી દર્શાવી5:21 PM IST
ગિરનારની ગોદમાં દેશી ભોજનનો સ્વાદ અને પ્રકૃતિના સાનિધ્યનો આનંદ માણતા પરિક્રમાર્થીઓ : બાજરાના રોટલા-રીંગણાનો ઓળો જેવા પરંપરાગત દેશી ભોજનની મોજથી પરિક્રમાના આનંદમાં વિશેષ રંગ : જુઓ વિડિયો : અમદાવાદથી પ્રથમ વખત પરિક્રમામાં આવેલા રતનબેને પ્રકૃતિના ખોળે રસોઈ બનાવી ભોજન માણવાનો અનુભવ અનોખો ગણાવ્યો : પરિક્રમા ભાવિકો માટે શ્રદ્ધા સાથે પ્રકૃતિપ્રેમ, દેશી ભોજનની મીઠાશ અને સહિયારા આનંદની યાદગાર અનુભૂતિ2:39 PM IST
ગિરનાર લીલી પરિક્રમામાં સરકડિયા ઘોડી નજીક દીપડો દેખાતા થોડા સમય માટે પરિક્રમા માર્ગ બંધ કરી દેવો પડ્યો : ટ્રેકર ટીમે દીપડાને દૂર ખસેડ્યા બાદ માર્ગ ફરી ખુલ્લો : જુઓ વિડિયો : ગઈકાલે રાત્રે વન્યજીવની હાજરીથી યાત્રિકોની સુરક્ષા માટે સાવચેતીના ભાગરૂપે નિર્ણય, કોઈ અનિચ્છનીય ઘટના ન બની : રેસ્ક્યુ ટીમ રાત્રિ દરમિયાન સ્થળ પર જ તૈનાત રહી, વન વિભાગની અપીલ : નિર્ધારિત માર્ગ છોડીને જંગલમાં ન જવું12:16 PM IST
એકાએક ઠંડીએ પકડી સ્પીડ : નલીયામાં 11 ડિગ્રી સાથે ઠંડીનો જોરદાર ચમકારો : અમરેલી 12.8, ગાંધીનગર 12.3 અને રાજકોટમાં 13.6 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું : અનેક શહેરોમાં પારો 15 ડિગ્રીની આસપાસ પહોંચતાં વહેલી સવારે ઠંડીનો અહેસાસ વધ્યો : અમદાવાદમાં 15.5, વડોદરામાં 15.4 અને ડીસામાં 18.6 ડિગ્રી તાપમાન : સૌરાષ્ટ્ર-કચ્છ સહિત રાજ્યના વિવિધ વિસ્તારોમાં ઠંડકનો માહોલ10:28 AM IST
મોબાઈલ યુઝર્સ અને ગ્રાહકો માટે સૌથી મોટા અને સનસનાટીભર્યા સમાચાર: આગામી સમયમાં સ્માર્ટફોન ખરીદવો ખિસ્સા પર ભારે પડશે: કિંમતોમાં અધધ ૩૦ ટકા સુધીનો તોતિંગ વધારો થવાનો રિપોર્ટમાં ચોંકાવનારો દાવો : નવો ફોન ખરીદવાનું સપનું જોઈ રહેલા ગ્રાહકોના છાતીના પાટિયા બેસી ગયા:ઉત્પાદન ખર્ચ, ચિપ અને કોમ્પોનન્ટ્સના ભાવ વધતા મોબાઈલ માર્કેટમાં ભારે હડકંપ અને ખળભળાટ: કિંમતો વધે તે પહેલા ખરીદી કરવા બજારમાં દોડધામ6:21 PM IST
ટેક્નોલોજી અને ડિફેન્સ જગતમાં સૌથી મોટો અને સનસનાટીભર્યો ધડાકો: માત્ર ૧૬ વર્ષના યુવકનું AI ડિફેન્સ સ્ટાર્ટઅપ હવે અત્યાધુનિક મિસાઈલ્સ બનાવશે:સમગ્ર વિશ્વમાં ભારે ચકચાર : જે ઉંમરે કિશોરો શાળા-કોલેજના અભ્યાસમાં વ્યસ્ત હોય છે તે ઉંમરે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) ના જોરે સંરક્ષણ ક્ષેત્રે ક્રાંતિ લાવતા ભલભલા દિગ્ગજોના છાતીના પાટિયા બેસી ગયા: ડિફેન્સ ટેક્નોલોજીમાં યુવા ભેજાબાજની એન્ટ્રીથી વૈશ્વિક સ્તરે ભારે ખળભળાટ, કુતૂહલ અને ધમધમાટ6:20 PM IST
વૈશ્વિક રાજકારણમાં નવા વિવાદ અને આક્ષેપોનો અહેવાલ: અહેવાલો અનુસાર, ડોનાલ્ડ ટ્રમ્પ પર ખાનગી કંપનીઓને સરકારી કોન્ટ્રાક્ટ આપવા અને તેમાં પરોક્ષ રીતે રોકાણ કરવાના આરોપો મૂકવામાં આવ્યા છે : વિવિધ અહેવાલો અને વિવેચકો દ્વારા હિતોના ટકરાવ અંગે પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા છે, જ્યારે સમર્થકો અને સંબંધિત પક્ષો દ્વારા આ દાવાઓને રાજકીય પ્રેરિત ગણાવી નકારી કાઢવામાં આવ્યા છે.6:19 PM IST
શિયાળાની કાતિલ ઠંડીમાં સ્વાસ્થ્ય જાળવવાનો સૌથી મોટો અને ચમત્કારિક ધડાકો: સફેદ તલ ખાવાના અઢળક ફાયદા સામે આવતા ભારે ચકચાર: કોલેસ્ટ્રોલ ઘટાડવા સાથે હાડકાં પણ થશે લોખંડ જેવા મજબૂત : શિયાળામાં શરીરને અંદરથી ગરમાવો અને અપાર શક્તિ આપતા સફેદ તલના ગુણો જાણીને મોંઘી દવાઓ ખાનારાઓ અચરજમાં :હૃદય રોગ, સાંધાના દુખાવા અને નબળાઈને જડમૂળથી ખતમ કરતા આ દેશી સુપરફૂડની ચર્ચાથી આરોગ્ય જગતમાં ભારે ખળભળાટ5:41 PM IST
આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ જગતમાં સૌથી મોટો અને સનસનાટીભર્યો ધડાકો: એન્થ્રોપિકનો ઐતિહાસિક IPO લોન્ચ થતા જ ૮૧.૩ અબજ ડોલર એકત્ર થતા સમગ્ર વિશ્વમાં ભારે હાહાકાર : AI ક્રાંતિના ઈતિહાસમાં અકલ્પનીય રકમ ઠલવાતા હરીફ ટેક દિગ્ગજો અને વૈશ્વિક બજારોના છાતીના પાટિયા બેસી ગયા: અબજો ડોલરના આ ધમાકેદાર IPOથી શેરબજાર અને ટેક જગતમાં ભારે ખળભળાટ અને ચકચાર: રોકાણકારોમાં દોડધામ5:40 PM IST
આંતરરાષ્ટ્રીય મોરચે સનસનાટીભર્યો અને ખૌફનાક ધડાકો: શાંતિ સ્થપાય તે પહેલાં જ યુક્રેન પર રશિયાના ભીષણ હુમલાથી સમગ્ર વિશ્વમાં સન્નાટો : યુદ્ધવિરામ અને શાંતિ મંત્રણાની આશાઓ વચ્ચે રશિયાએ અચાનક હુમલા તેજ કરતા વૈશ્વિક નેતાઓ અને નાગરિકોના છાતીના પાટિયા બેસી ગયા: મિસાઈલો અને ડ્રોનના ગગનભેદી ધડાકાઓથી યુક્રેનની ધરતી ધ્રૂજી ઉઠતા સમગ્ર વિસ્તારમાં ભારે ખળભળાટ6:19 PM IST
રેલવે ટ્રેક પર કાળમુખા અકસ્માતનો સૌથી ભયાનક અને સનસનાટીભર્યો ધડાકો: ટ્રેન સાથે ભટકાતા જ મિની બસ અગનગોળો બની:ચાલકનું કરુણ મોત પણ ૨૬૪ મુસાફરોનો ચમત્કારિક બચાવ થતા ભારે હાહાકાર : ધડાકાભેર ટક્કર બાદ આકાશમાં આગની ઊંચી જ્વાળાઓ અને કાળા ધુમાડાના ગોટેગોટા ઉડતા મુસાફરો અને પ્રત્યક્ષદર્શીઓના છાતીના પાટિયા બેસી ગયા: મોતને હાથતાળી આપીને ૨૬૪ જિંદગીઓ બચી જતા ભારે ખળભળાટ:અરેરાટી અને દોડધામ, રેલવે તંત્ર અને પોલીસની તપાસનો ધમધમાટ6:18 PM IST
કલા જગતમાં સૌથી મોટો અને સનસનાટીભર્યો ધડાકો: વિશ્વવિખ્યાત ચિત્રકાર વિન્સેન્ટ વાન ગોગના પેઈન્ટિંગની અધધ ૧૭૦૦ કરોડ રૂપિયામાં રેકોર્ડબ્રેક હરાજી થતા સમગ્ર દુનિયામાં ભારે હાહાકાર : એક જ પેઈન્ટિંગના રૂ. ૧૭૦૦ કરોડ ઉપજતા કલા રસિકો:સંગ્રહખોરો અને આંતરરાષ્ટ્રીય બજારોના છાતીના પાટિયા બેસી ગયા: અબજો-કરોડોની બોલીઓથી હરાજી ઘરમાં સનસનાટી:વાન ગોગની કલાકૃતિની અકલ્પનીય કિંમતથી દુનિયાભરમાં ભારે ખળભળાટ અને ચકચાર5:41 PM IST
વિશ્વના સંરક્ષણ ઇતિહાસમાં સૌથી મોટો અને સનસનાટીભર્યો ધડાકો: દુનિયાની પ્રથમ ઐતિહાસિક ઘટનામાં તૂર્કિયેએ પાઈલટ વગરના ઘાતક ફાઈટર જેટ તૈયાર કરી એરફોર્સમાં સામેલ કરતા સમગ્ર વિશ્વમાં ભારે હાહાકાર : આકાશમાં હવે માનવ પાઈલટ વિના જ AI અને રિમોટ ટેકનોલોજીથી સજ્જ ફાઈટર જેટ્સ દુશ્મનો પર ત્રાટકશે: તૂર્કિયેની આ ખૌફનાક સૈન્ય તાકાત જોઈને અમેરિકા, રશિયા સહિત દુનિયાભરની મહાસત્તાઓના છાતીના પાટિયા બેસી ગયા:વૈશ્વિક યુદ્ધની રણનીતિ બદલાતા આંતરરાષ્ટ્રીય સ્તરે ભારે ખળભળાટ અને ફફડાટ5:39 PM IST




































































































































































કરન્સી કન્વર્ટર
તંત્રી સ્થાને થી


























































































































































