<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 22nd November 2026

સુરતના પાંડેસરા, બમરોલી અને વડોદ વિસ્તારમાં રખડતા શ્વાનનો આતંક: બાળક પર હુમલો કર્યો

સ્થાનિકોમાં ભયનો માહોલ છે. મનપાની શ્વાન પકડવાની કામગીરી સામે પણ સવાલો ઊઠ્યા: સ્થાનિકોનો આક્ષેપ છે કે મહાનગરપાલિકા દ્વારા શ્વાન પકડવાની કામગીરી માત્ર કાગળ પર

સુરતના પાંડેસરા, બમરોલી અને વડોદ વિસ્તારમાં રખડતા શ્વાનનો આતંક જોવા મળી રહ્યો છે. પાંડેસરામાં રખડતા શ્વાને એક બાળક પર હુમલો કરતા સ્થાનિકોમાં ભયનો માહોલ છે. મનપાની શ્વાન પકડવાની કામગીરી સામે પણ સવાલો ઊઠ્યા છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે મહાનગરપાલિકા દ્વારા શ્વાન પકડવાની કામગીરી માત્ર કાગળ પર જ થઈ રહી છે. એટલું જ નહીં, રખડતા શ્વાનનું યોગ્ય રસીકરણ પણ થતું નથી. કેટલાક શ્વાન હડકાયા બનતા સ્થાનિકો અને નાના બાળકો હુમલાનો ભોગ બની રહ્યા છે. ત્યારે મનપાની કામગીરી સામે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.

(4:55 PM IST)