તા. ૨૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૩ રવિવાર
News of Sunday, 22nd November 2026
ટંકારાના હીરાપર ગામના પાટીયા પાસેથી દોઢેક વર્ષ પહેલા સગીરવયની બાળાનુ અપહરણ કરી ભગાડી જનાર આરોપીને ટંકારા પોલીસે ઝડપ્યો
રાજકોટના માંડા ડુંગર વિસ્તારમાં રહી મજુરી કામ કરતા હોવાની જાણ થતા પોલીસે આરોપીને ભોગ બનનાર સાથે હસ્તગત કર્યો

ટંકારા : ગઇ તા.૧૮/૧૦/૨૦૨૫ ના રોજ સવારના સાડા આઠ થી નવ વાગ્યાના ફરીયાદીની સગીરવયની દિકરી ટંકારા તાલુકાના હીરાપર ગામના પાટીયા પાસે આવેલ ત્યાથી આરોપી હસમુખ સુરેશભાઈ ચૌહાણ (રહે.હડમતીયા (જંકશન) તા.પડધરી જી.રાજકોટ વાળો) ભગાડી અપહરણ કરી લઇ ગયેલ હોય જે અનુસંધાને ટંકારા પોલીસ સ્ટેશનમાં એ પાર્ટ ગુ.ર.નં.૯૪૭/૨૦૨૫ બી.એન.એસ. કલમ ૧૩૭(૨),૮૭ મુજબનો ગુનો રજિસ્ટર કરવામાં આવેલ હતો. જે ગુનાના કામે આરોપી ભોગ બનનારને શોધી કાઢવા સારૂ અલગ અલગ સાહેદો તેમજ આરોપી ભોગબનનાર મળી આવવાના સંભવીત સ્થળોએ તપાસ કરી કરાવી હકિકત મેળવવા અલગ અલગ પોલીસ ટીમોબનાવેલ જેમાં પો.હેડ કોન્સ. બીપીનભાઇ સેરસીયા તથા પો.કોન્સ. કૌશીકકુમાર પેઢડીયાનાઓ આરોપી અંગે હ્યુમન સોર્સીસ તેમજ ટેકનીકલ માધ્યમથી તપાસ કરતા હકિકત મળેલ કે, આરોપી ભોગબનનાર સાથે રાજકોટ શહેર ખાતે માંડા ડુંગર વિસ્તારમાં રહી મજુરી કામ કરતા હોવાની હકિકત આધારે રાજકોટ શહેર ખાતે માંડાડુંગર વિસ્તારમાં તપાસ કરતા આરોપી હસમુખ ઉર્ફે જીગો સુરેશભાઈ ચૌહાણ (ઉ.વ.૨૧ )(રહે.હડમતીયા (જંકશન) તા.પડધરી જી.રાજકોટ વાળો) ભોગ બનનાર સાથે મળી આવતા હસ્તગત કરી ટંકારા પોલીસ સ્ટેશન ખાતે લાવી ઉપરોકત ગુનાના કામે અટક કરી પોકસોએકટ હેઠળ કલમ ઉમેરો કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.
(9:38 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
