તા. ૨૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૩ રવિવાર
News of Sunday, 22nd November 2026
જસદણ માર્કેટિંગ યાર્ડ બહાર મગફળી વેચવા ખેડૂતોની લાંબી લાઈન: ત્રણ કિલોમીટર સુધી વાહનોની કતાર
ખેડૂતોની માગ છે કે યોગ્ય વ્યવસ્થા કરી મગફળીનો પાક વહેલી તકે ઉતારવામાં આવે.

રાજકોટના જસદણ માર્કેટિંગ યાર્ડ બહાર મગફળી વેચવા ખેડૂતોની લાંબી કતાર લાગી છે. મગફળીનો પાક વેચવા ખેડૂતો મોડી રાતથી જ વાહનો સાથે લાઈનમાં ઉભા રહેવા મજબૂર બન્યા છે. યાર્ડ બહાર અંદાજે ત્રણ કિલોમીટર સુધી વાહનોની કતાર લાગી છે. ખેડૂતોનો આક્ષેપ છે કે યાર્ડમાં જગ્યા હોવા છતાં તેમને પ્રવેશ આપવામાં આવતો નથી. રાતથી રસ્તા પર રાહ જોવી પડતી હોવાથી ખેડૂતોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ખેડૂતોની માગ છે કે યોગ્ય વ્યવસ્થા કરી મગફળીનો પાક વહેલી તકે ઉતારવામાં આવે. જોકે, APMCના ઈન્ચાર્જ સેક્રેટરીના જણાવ્યા મુજબ, નિર્ધારિત સમય મુજબ જ પ્રવેશ શરૂ કરાયો છે. ખેડૂતો વહેલા આવી જતાં કતાર લાગી છે.
(5:25 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
