તા. ૨૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૩ રવિવાર
News of Sunday, 22nd November 2026
ગોંડલ યાર્ડમાં ડુંગળીની બે લાખ થી વધુ કટ્ટા ની બમ્પર આવક : 2000થી વધુ વાહનોની લાઈન : બજારભાવ સારા મળતા ખેડૂતોમાં ખુશીની લહેર : જુઓ વિડીયો
ડુંગળીના 200 થી લઈને 800 સુધીના સારા બજાર ભાવ મળ્યા : બીજી જાહેરાત ન થાય ત્યાં સુધી ડુંગળીની આવક બંધ કરવામાં આવી

ગોંડલ : સૌરાષ્ટ્ર નું અગ્રીમ ગણાતું ગોંડલ માર્કેટીંગ યાર્ડમાં ડુંગળીની આવક શરૂ કરવામાં આવી હતી. યાર્ડના ચેરમેન અલ્પેશભાઈ ઢોલરીયા જણાવ્યું હતું કે ગીર સોમનાથ,જુનાગઢ અમરેલી જામનગર સહિતના જિલ્લાઓમાંથી ખેડૂતો ડુંગળી લઈને પહોંચ્યા હતા. 2000 થી વધુ વાહનો સાથે હાઈવેની બંને તરફ વાહનોની લાઈનો જોવા મળી હતી આશરે બે લાખ કટ્ટા થી વધુ ડુંગળી આવતા યાર્ડ છલકાયું હતું. હરરાજીમાં ખેડૂતોને ડુંગળીના 200 થી લઈને 800 સુધીના સારા બજાર ભાવ મળતા ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી હતી. પુષ્કળ આવક થતા હાલ બીજી જાહેરાત ન થાય ત્યાં સુધી ડુંગળીની આવક બંધ કરવામાં આવી છે.(તસવીર:ભાવેશ ભોજાણી- ગોંડલ)
(11:23 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
