<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 22nd November 2026

ગિરનાર લીલી પરિક્રમામાં નળપાણીની ઘોડીથી સાંજે છ વાગ્યા સુધીમાં અંદાજે ૭ લાખ જેટલા ભાવિકો પસાર થયા: હૈયે હૈયું દળાય તેટલી મેદની : જુઓ વિડીયો

હજુ પણ હજારોની સંખ્યામાં યાત્રિકો નળપાણીની ઘોડી, માળવેલા અને બોરદેવીના રૂટ પર આગળ વધી રહ્યા છે

( વિનુ જોશી દ્વારા ) જૂનાગઢ : ગિરનાર પરિક્રમાના કઠિન ચડાણ એવા નળ પણ ની ઘોડે પાસે અત્યારે હૈયે હૈયું દળાય તેટલી મેદની જોવા મળે છે ,ગિરનાર લીલી પરિક્રમામાં નળપાણીની ઘોડીથી  અત્યાર સુધીમાં (છ વાગ્યા સુધીમાં)અંદાજે ૭ લાખ જેટલા ભાવિકો પસાર થયા છે.

 જૂનાગઢની પવિત્ર ગિરનાર લીલી પરિક્રમામાં અંદાજે ૬ થી ૭ લાખ જેટલા ભાવિકો ઉમટી પડ્યા છે. અત્યાર સુધીમાં અંદાજે ૫ લાખથી વધુ શ્રદ્ધાળુઓએ પરિક્રમા પૂર્ણ કરી લીધી છે, જ્યારે હજુ પણ હજારોની સંખ્યામાં યાત્રિકો નળપાણીની ઘોડી, માળવેલા અને બોરદેવીના રૂટ પર આગળ વધી રહ્યા છે 

પરિક્રમાના સૌથી કઠિન અને ગીચ ગણાતા નળપાણીની ઘોડી વિસ્તારમાં ભાવિકોનો ભારે ધસારો જોવા મળ્યો હતો. અફરાતફરી ન સર્જાય તે માટે પોલીસે માનવ સાંકળ બનાવી અને ટુકડે-ટુકડે યાત્રિકોને ઘોડી પસાર કરાવી હતી

ભવનાથ તળેટી ખાતે શ્રદ્ધાળુઓની વધતી જતી સંખ્યાને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા નિર્ધારિત સમય કરતાં વહેલા જ ઈટવા ગેટ ખોલી દેવામાં આવ્યો હતો.

(6:37 PM IST)