News of Sunday, 22nd November 2026
મુખ્યમંત્રી કોણ બનશે તેનો નિર્ણય જનતાના મેન્ડેટથી થાય, કોઈ એક સમાજના આગેવાનો નક્કી કરી શકતા નથી: જયરાજસિંહ પરમાર
પાટીદાર અને કોળી સમાજના મુખ્યમંત્રી મુદ્દે ચાલી રહેલી ચર્ચા વચ્ચે બનાસકાંઠામાં ભાજપના સહ પ્રવક્તા જયરાજસિંહ પરમારે સ્પષ્ટ જવાબ આપ્યો:તેમણે જણાવ્યું કે મુખ્યમંત્રી જનતાના મેન્ડેટ અને રીપ્રેઝન્ટેશનના કાયદા મુજબ નક્કી થાય છે

ગુજરાતમાં પાટીદાર અને કોળી સમાજમાંથી મુખ્યમંત્રી બનાવવાની ચર્ચા વચ્ચે ભાજપના સહ પ્રવક્તા જયરાજસિંહ પરમારે પોતાનો પક્ષ રજૂ કર્યો છે. બનાસકાંઠામાં આ મુદ્દે પૂછાયેલા સવાલના જવાબમાં તેમણે જણાવ્યું કે મુખ્યમંત્રી કોણ બનશે તેનો નિર્ણય જનતાના મેન્ડેટથી થાય છે. કોઈ એક સમાજના આગેવાનો મુખ્યમંત્રી નક્કી કરી શકતા નથી.
જયરાજસિંહ પરમારે કહ્યું કે કોઈ સમાજના આગેવાનો કે પ્રતિનિધિઓ મુખ્યમંત્રી નક્કી કરી શકતા નથી. મુખ્યમંત્રીની પસંદગી કોઈ સમાજના નિર્ણયથી નહીં, પરંતુ લોકશાહી વ્યવસ્થા અને કાયદાકીય પ્રક્રિયા મુજબ થાય છે. તેમણે રિપ્રેઝન્ટેશનના કાયદા મુજબ મુખ્યમંત્રી નક્કી થવાની વાત પણ કરી હતી.
આ સાથે જયરાજસિંહ પરમારે એવું પણ જણાવ્યું કે દરેક વ્યક્તિને પોતાની ઇચ્છા વ્યક્ત કરવાનો અધિકાર છે. કોઈ વ્યક્તિ કે સમાજના લોકો પોતાની પસંદગી કે અપેક્ષા રજૂ કરી શકે છે, પરંતુ તેના આધારે મુખ્યમંત્રી નક્કી થઈ જતા નથી. આખરે મુખ્યમંત્રીની પસંદગી જનતાના મેન્ડેટ અને લોકશાહી પ્રક્રિયાને આધારે થાય છે.
પાટીદાર અને કોળી સમાજમાંથી મુખ્યમંત્રી બનાવવાની માગ અને ચર્ચા વચ્ચે જયરાજસિંહ પરમારનું આ નિવેદન સામે આવ્યું છે. તેમણે સમાજના આગેવાનોની ભૂમિકા અને મુખ્યમંત્રીની પસંદગી અંગે પોતાનો અભિપ્રાય સ્પષ્ટ કર્યો છે. તેમના નિવેદનનો મુખ્ય સૂર એ રહ્યો કે મુખ્યમંત્રી નક્કી કરવાની સત્તા કોઈ સમાજના આગેવાનો પાસે નહીં, પરંતુ લોકશાહી પ્રક્રિયા અને જનતાના મેન્ડેટ સાથે જોડાયેલી છે.
(7:06 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
