તા. ૧ ઓક્ટોબર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ભાદરવા વદ – ૫ ગુરૂવાર
News of Sunday, 22nd November 2026
ગુજરાતી સાહિત્યનો એક સિતારો ખર્યો : 'ગિરનારી કવિ' રાજેન્દ્ર શુક્લનું અમદાવાદમાં નિધન
84 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ : 'ગઝલસંહિતા' માટે મળ્યો હતો સાહિત્ય અકાદમી એવોર્ડ : બાંટવામાં જન્મેલા કવિની સર્જનયાત્રા ગિરનારથી શરૂ થઈને ગુજરાતી ગઝલને નવી ઊંચાઈએ લઈ ગઈ

રાજકોટ : ગુજરાતી સાહિત્ય જગત માટે દુઃખદ સમાચાર સામે આવ્યા છે. જાણીતા કવિ, ગઝલકાર અને સર્જક રાજેન્દ્ર શુક્લનું 22 નવેમ્બર 2026ના રોજ અમદાવાદમાં 84 વર્ષની વયે નિધન થયું છે. તેમના નિધનથી ગુજરાતી કવિતા અને ગઝલના ક્ષેત્રે એક વિશિષ્ટ સર્જકની ખોટ વર્તાશે.
રાજેન્દ્ર અનંતરાય શુક્લનો જન્મ 12 ઓક્ટોબર 1942ના રોજ જૂનાગઢ જિલ્લાના બાંટવા ગામમાં થયો હતો. તેમનો પરિવાર મૂળ વઢવાણનો હતો. ગિરનાર પર્વત જ તેમની પ્રેરણા અને સર્જનનું ઉદ્ગમસ્થાન રહ્યો હતો, એટલે જ તેમને 'ગિરનારી કવિ' તરીકે ઓળખવામાં આવે છે.તેમણે જૂનાગઢની બહાઉદ્દીન કોલેજમાંથી કોલેજ શિક્ષણ શરૂ કર્યું હતું અને 1965માં એલ.ડી. આર્ટ્સ કોલેજ, અમદાવાદથી સંસ્કૃત અને પ્રાકૃત વિષયમાં બી.એ. અને 1967માં ગુજરાત યુનિવર્સિટીની સ્કૂલ ઓફ લેંગ્વેજીસમાંથી એમ.એ. કર્યું હતું.
તેઓ છોટાઉદેપુર, અમદાવાદ, પાટણ, દાહોદ સહિત અનેક સ્થળોએ અધ્યાપક રહ્યા હતા. 1982માં તેમણે સ્વૈચ્છિક નિવૃત્તિ લીધી હતી અને પોતાના બંને દીકરાઓને 'ભીંત વિનાના ભણતર' દ્વારા જીવનકળાની કેળવણી આપી હતી. તેમના પત્ની નયના જાની પણ જાણીતા કવયિત્રી છે.
રાજેન્દ્ર શુક્લનું સર્જન માત્ર શબ્દોની ગોઠવણી નહોતું, તેમાં ભાષાની મીઠાશ, લાગણીઓની ઊંડાઈ અને જીવનને જોવાની આગવી દૃષ્ટિનો સમન્વય હતો. ગુજરાતી, ઉર્દૂ અને સંસ્કૃત ભાષાના શબ્દસંસ્કારને પોતાની ગઝલોમાં સ્વાભાવિક રીતે વણી લેવાની તેમની વિશેષતા રહી હતી.
તેમની મુખ્ય કૃતિઓમાં 'કોમલ રિષભ' (1970), 'સ્વવાચકની શોધ' (1973), 'અંતર ગંધાર' (1981) અને 'ગઝલસંહિતા' (2005) નો સમાવેશ થાય છે. 'ગઝલસંહિતા' પાંચ મંડલોમાં વિભાજિત છે - સભર સુરાહી, મેઘધનુના ઢાળ પર, આ અમે નીકળ્યા, ઝળહળ પડાવ અને ઘિર આઈ ગિરનારી છાયા - જેમાં લગભગ 450 જેટલી ગઝલોનો સમાવેશ થયો છે.
તેમને રણજિતરામ સુવર્ણચંદ્રક (2006), સાહિત્ય અકાદમી એવોર્ડ (2007) અને વલી ગુજરાતી ગઝલ એવોર્ડ (2009) સહિત અનેક મોટા પુરસ્કારો મળ્યા હતા.
રાજેન્દ્ર શુક્લના નિધનથી ગુજરાતી સાહિત્ય જગતમાં શોકનું મોજું ફરી વળ્યું છે. તેમની કૃતિઓ યુવા કવિઓ માટે ભાષાની સમૃદ્ધિ, કલ્પનાની ઉડાન અને સંવેદનાની સૂક્ષ્મતા સમજવાની એક મહત્વપૂર્ણ સાહિત્યિક પાઠશાળા બની રહેશે.
તેમણે શબ્દોની એવી સમૃદ્ધ દુનિયા પાછળ મૂકી છે, જે ગુજરાતી સાહિત્યમાં લાંબા સમય સુધી જીવંત રહેશે.
84 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ : 'ગઝલસંહિતા' માટે મળ્યો હતો સાહિત્ય અકાદમી એવોર્ડ : બાંટવામાં જન્મેલા કવિની સર્જનયાત્રા ગિરનારથી શરૂ થઈને ગુજરાતી ગઝલને નવી ઊંચાઈએ લઈ ગઈ
રાજકોટ તા.૨૨
ગુજરાતી સાહિત્ય જગત માટે દુઃખદ સમાચાર સામે આવ્યા છે. જાણીતા કવિ, ગઝલકાર અને સર્જક રાજેન્દ્ર શુક્લનું 22 નવેમ્બર 2026ના રોજ અમદાવાદમાં 84 વર્ષની વયે નિધન થયું છે. તેમના નિધનથી ગુજરાતી કવિતા અને ગઝલના ક્ષેત્રે એક વિશિષ્ટ સર્જકની ખોટ વર્તાશે.
રાજેન્દ્ર અનંતરાય શુક્લનો જન્મ 12 ઓક્ટોબર 1942ના રોજ જૂનાગઢ જિલ્લાના બાંટવા ગામમાં થયો હતો. તેમનો પરિવાર મૂળ વઢવાણનો હતો. ગિરનાર પર્વત જ તેમની પ્રેરણા અને સર્જનનું ઉદ્ગમસ્થાન રહ્યો હતો, એટલે જ તેમને 'ગિરનારી કવિ' તરીકે ઓળખવામાં આવે છે.તેમણે જૂનાગઢની બહાઉદ્દીન કોલેજમાંથી કોલેજ શિક્ષણ શરૂ કર્યું હતું અને 1965માં એલ.ડી. આર્ટ્સ કોલેજ, અમદાવાદથી સંસ્કૃત અને પ્રાકૃત વિષયમાં બી.એ. અને 1967માં ગુજરાત યુનિવર્સિટીની સ્કૂલ ઓફ લેંગ્વેજીસમાંથી એમ.એ. કર્યું હતું.
તેઓ છોટાઉદેપુર, અમદાવાદ, પાટણ, દાહોદ સહિત અનેક સ્થળોએ અધ્યાપક રહ્યા હતા. 1982માં તેમણે સ્વૈચ્છિક નિવૃત્તિ લીધી હતી અને પોતાના બંને દીકરાઓને 'ભીંત વિનાના ભણતર' દ્વારા જીવનકળાની કેળવણી આપી હતી. તેમના પત્ની નયના જાની પણ જાણીતા કવયિત્રી છે.
રાજેન્દ્ર શુક્લનું સર્જન માત્ર શબ્દોની ગોઠવણી નહોતું, તેમાં ભાષાની મીઠાશ, લાગણીઓની ઊંડાઈ અને જીવનને જોવાની આગવી દૃષ્ટિનો સમન્વય હતો. ગુજરાતી, ઉર્દૂ અને સંસ્કૃત ભાષાના શબ્દસંસ્કારને પોતાની ગઝલોમાં સ્વાભાવિક રીતે વણી લેવાની તેમની વિશેષતા રહી હતી.
તેમની મુખ્ય કૃતિઓમાં 'કોમલ રિષભ' (1970), 'સ્વવાચકની શોધ' (1973), 'અંતર ગંધાર' (1981) અને 'ગઝલસંહિતા' (2005) નો સમાવેશ થાય છે. 'ગઝલસંહિતા' પાંચ મંડલોમાં વિભાજિત છે - સભર સુરાહી, મેઘધનુના ઢાળ પર, આ અમે નીકળ્યા, ઝળહળ પડાવ અને ઘિર આઈ ગિરનારી છાયા - જેમાં લગભગ 450 જેટલી ગઝલોનો સમાવેશ થયો છે.
તેમને રણજિતરામ સુવર્ણચંદ્રક (2006), સાહિત્ય અકાદમી એવોર્ડ (2007) અને વલી ગુજરાતી ગઝલ એવોર્ડ (2009) સહિત અનેક મોટા પુરસ્કારો મળ્યા હતા.
રાજેન્દ્ર શુક્લના નિધનથી ગુજરાતી સાહિત્ય જગતમાં શોકનું મોજું ફરી વળ્યું છે. તેમની કૃતિઓ યુવા કવિઓ માટે ભાષાની સમૃદ્ધિ, કલ્પનાની ઉડાન અને સંવેદનાની સૂક્ષ્મતા સમજવાની એક મહત્વપૂર્ણ સાહિત્યિક પાઠશાળા બની રહેશે.
તેમણે શબ્દોની એવી સમૃદ્ધ દુનિયા પાછળ મૂકી છે, જે ગુજરાતી સાહિત્યમાં લાંબા સમય સુધી જીવંત રહેશે.
(1:03 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
