<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 22nd November 2026

રાજકોટના મોરબી રોડ પર પત્નીની હત્યા કેસમાં આરોપી પતિની ધરપકડ: પત્નીના આડા સંબંધોની આશંકામાં હત્યા કર્યાની કબૂલાત

ગુગલ પર આપઘાત કરવાની રીત સર્ચ કરી હતી અને ત્યારબાદ ઓર્ગેનિક દવા પી લીધી હતી.

રાજકોટના મોરબી રોડ પર બે દિવસ પહેલાં પત્નીની હત્યા કરવાના કેસમાં પોલીસે આરોપી પતિની ધરપકડ કરી છે. શારદા પરસોડાની હત્યા કર્યા બાદ આરોપી પતિએ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. આરોપીએ ગુગલ પર આપઘાત કરવાની રીત સર્ચ કરી હતી અને ત્યારબાદ ઓર્ગેનિક દવા પી લીધી હતી. તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. સારવાર પૂર્ણ થયા બાદ પોલીસે હોસ્પિટલમાંથી જ તેની ધરપકડ કરી છે. પ્રાથમિક માહિતી મુજબ, પત્નીના આડા સંબંધો હોવાની આશંકામાં આરોપીએ તેની હત્યા કરી હોવાની કબૂલાત કરી છે. હાલ પોલીસે આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

(4:53 PM IST)