તા. ૨૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૩ રવિવાર
News of Sunday, 22nd November 2026
ભરૂચની GNFC રેસિડેન્શિયલ ટાઉનશીપમાં દીપડો દેખાતા રહીશોમાં ફફડાટ ફેલાયો
દીપડાને સુરક્ષિત રીતે પકડવા માટે વન વિભાગે તજવીજ હાથ ધરી:દીપડાને પકડવા માટે વિસ્તારમાં પાંજરાં ગોઠવવાની તૈયારી

ભરૂચની GNFC રેસિડેન્શિયલ ટાઉનશીપમાં દીપડો દેખાતા રહીશોમાં ફફડાટ ફેલાયો છે. ટાઉનશીપની શેરીઓમાં દીપડો આંટાફેરા મારતો જોવા મળ્યો હતો. રહેણાક વિસ્તારમાં દીપડાની અવરજવરથી સ્થાનિકોમાં ભયનો માહોલ છે. ઘટનાને પગલે ટાઉનશીપની સિક્યુરિટી ટીમને એલર્ટ કરી દેવામાં આવી છે. બીજી તરફ, દીપડાને સુરક્ષિત રીતે પકડવા માટે વન વિભાગે તજવીજ હાથ ધરી છે. દીપડાને પકડવા માટે વિસ્તારમાં પાંજરાં ગોઠવવાની તૈયારી કરવામાં આવી રહી છે. રહીશોને પણ સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે.
(5:36 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
