<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 22nd November 2026

નવસારી LCBની મોટી કાર્યવાહી: ₹3 કરોડ 48 લાખની કિંમતના હાઇબ્રિડ ગાંજા સાથે ચાર શખ્સોને ઝડપી પાડ્યા

પોલીસે બે કારની તપાસ દરમિયાન 9.375 કિલો હાઇબ્રિડ ગાંજો જપ્ત કર્યો:બેંગકોકના રોની નામના શખ્સ મારફતે ભારતમાં ગાંજો મંગાવવામાં આવતો

નવસારી LCBએ મોટી કાર્યવાહી કરીને ₹3 કરોડ 48 લાખની કિંમતના હાઇબ્રિડ ગાંજા સાથે ચાર શખ્સોને ઝડપી પાડ્યા છે. પોલીસે બે કારની તપાસ દરમિયાન 9.375 કિલો હાઇબ્રિડ ગાંજો જપ્ત કર્યો હતો. પ્રાથમિક તપાસમાં બેંગકોકના રોની નામના શખ્સ મારફતે ભારતમાં ગાંજો મંગાવવામાં આવતો હોવાનું સામે આવ્યું છે. આ નેટવર્કમાં અન્ય લોકોની સંડોવણી હોવાની આશંકા છે. સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. જ્યારે આ કેસમાં વોન્ટેડ નવ આરોપીઓને ઝડપી પાડવા માટે LCBએ કવાયત તેજ કરી છે

(7:57 PM IST)