<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 22nd November 2026

કેશોદના બાલાગામ પાસે ખમીદાણા ગામના પાટિયા પાસે વળાંકવાળા રસ્તા પર પથ્થર સાથે કાર અથડાઈ: 3 લોકોના કરૂણમોત: યુવતી ગંભીર

જૂનાગઢથી માધવપુર જતી વખતે અકસ્માત નડ્યો : ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો સ્થળ પર પહોંચ્યો

જુનાગઢના કેશોદના બાલાગામ પાસે ગમખ્વાર કાર અકસ્માત સર્જાયો છે. ઓવરસ્પીડમાં આવતી કાર ખમીદાણા ગામના પાટિયા પાસે વળાંકવાળા રસ્તા પર પથ્થર સાથે અથડાઈ હતી. અકસ્માત બાદ કારમાં ભીષણ આગ લાગી હતી. કારમાં સવાર ચાર લોકોમાંથી બે પુરુષ અને એક મહિલા સહિત ત્રણનાં ઘટનાસ્થળે જ મોત થયા છે. જ્યારે ગંભીર રીતે ઈજાગ્રસ્ત એક યુવતીને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. જૂનાગઢથી માધવપુર જતી વખતે આ દુર્ઘટના બની હતી. ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો સ્થળ પર પહોંચ્યો હતો અને વધુ કાર્યવાહી હાથ ધરી હતી 

વહેલી સવારે કાર પથ્થર સાથે અથડાતાં કારમાં ભીષણ આગ લાગી હતી. કારમાં સવાર 4 માંથી 3 લોકોના મોત થયા છે. જ્યારે એક યુવતી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ છે. ફાયરની ટીમે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આગને કાબૂમાં લીધી હતી.

કારમાં સવાર ચાર લોકો માંથી ત્રણના મોત ,એક યુવતી ગંભીર સ્થિતિમાં છે. ઈજાગ્રસ્ત યુવતીની નજર સામે મિત્રો આગની ઝપેટમાં આવી ગયા હતા. આ સમગ્ર ઘટના નજરે જોયા બાદ ક્રિષ્ના ચુડાસમાં આધાતમાં છે. આ સમગ્ર ઘટના જૂનાગઢથી માધવપુર જતી વખતે ઘટના બની હતી.

મૃત્યુ પામનાર અને ઈજાગ્રસ્તના નામ

  • ડેનિશ ધીરુભાઈ દીવરાણીયા ઉ 23 રે જૂનાગઢ
  • જલકભાઈ સંજયભાઈ મશરૂ ઉ. આશરે 23 રે જુનાગઢ જલારામ સોસાયટી તળાવ પાસે
  • નંદનીબેન ડો/ઓ હિરેનભાઈ પોપટ ઉ. આશરે 24 રે. જૂનાગઢ રોયલ્પાર્ક તળાવ પાસે
  • ઇજાગ્રસ્ત ક્રિશ્નાબેન રમેશભાઈ ચુડાસમા ઉ. આશરે 24 રે. જૂનાગઢ રાજીવનગર

આજનો રવિવાર જાણે અકસ્માતનો રવિવાર રહ્યો હોય તેવું સામે આવ્યું છે. રાજ્યમાં અનેક અકસ્માતની ઘટનાના સમાચાર સામે આવ્યા છે.આજે કચ્છના ભુજ-ખાવડા હાઇવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. કચ્છના વેકરિયા રણ નજીક ટ્રેલર અને કાર વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. ટક્કર એટલી ભયાનક હતી કે કારમાં સવાર પરિવારના સાતેય સભ્યોનાં ઘટનાસ્થળે મોત થયાં છે.

(5:23 PM IST)