<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 22nd November 2026

સુરત મનપાએ કચરાના કલેક્શન અને નિકાલના નિયમોમાં મોટો ફેરફાર કર્યો:હવે ચાર પ્રકારનો કચરો અલગ-અલગ આપવો પડશે.

ભીનો કચરો, સૂકો કચરો, સેનિટરી વેસ્ટ અને જોખમી કચરાનો સમાવેશ:રસોડાનો કચરો અને શાકભાજીની છાલ ભીના કચરામાં, જ્યારે કાગળ અને પ્લાસ્ટિક સૂકા કચરામાં આપવાના રહેશે.

સુરત મહાનગરપાલિકાએ કચરાના કલેક્શન અને નિકાલના નિયમોમાં મોટો ફેરફાર કર્યો છે. સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન મુજબ હવે શહેરજનોએ ચાર પ્રકારનો કચરો અલગ-અલગ આપવો પડશે. જેમાં ભીનો કચરો, સૂકો કચરો, સેનિટરી વેસ્ટ અને જોખમી કચરાનો સમાવેશ થાય છે. રસોડાનો કચરો અને શાકભાજીની છાલ ભીના કચરામાં, જ્યારે કાગળ અને પ્લાસ્ટિક સૂકા કચરામાં આપવાના રહેશે. ડાયપર સહિતનો કચરો અને બેટરી, વીજ ઉપકરણો અલગ આપવા પડશે. હોટલો, હોસ્પિટલો, કોમર્શિયલ એકમો અને મોટી સોસાયટીઓ માટે પણ નિયમો ફરજિયાત કરાયા છે. કચરો ફેલાવનાર પાસેથી જ નિકાલનો ખર્ચ વસૂલવાની જોગવાઈ પણ અમલી બનશે.

(5:28 PM IST)