તા. ૨૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૩ રવિવાર
News of Sunday, 22nd November 2026
ટેક્સાસમાં મહિલાના ફોનમાંથી ખાનગી ફોટા મોકલનાર ભારતીય મૂળના શખ્સની ICE દ્વારા અટકાયત
આક્રમક વિઝ્યુઅલ રેકોર્ડિંગના પ્રયાસમાં દોષી સાબિત થયા બાદ રાહુલ આનંદકૃષ્ણન સામે કાર્યવાહી, જેલની સજા બાદ ઇમિગ્રેશન કસ્ટડીમાં મોકલાયા

ઓસ્ટિન : ટેક્સાસમાં "આક્રમક વિઝ્યુઅલ રેકોર્ડિંગ" કરવાનો પ્રયાસ કરવાના દોષી સાબિત થયા બાદ ભારતીય મૂળના રાહુલ આનંદકૃષ્ણનને ICE દ્વારા અટકાયતમાં લેવામાં આવ્યા છે. યુએસ ઇમિગ્રેશન અને કસ્ટમ્સ એન્ફોર્સમેન્ટ (ICE) એ પરવાનગી વિના સ્પષ્ટ ફોટા કે વિડિયો લેવાના પ્રયાસના દોષી સાબિત થયા બાદ આ કાર્યવાહી કરી છે.
આ કેસ 7 જૂનનો છે, જેના સંદર્ભમાં ICE એ જણાવ્યું હતું કે આનંદકૃષ્ણન પહેલાથી જ કાઉન્ટી જેલમાં તેની સજા ભોગવી ચૂક્યા છે અને ઇમિગ્રેશન કોર્ટની કાર્યવાહી પૂર્ણ ન થાય ત્યાં સુધી તેઓ ICE કસ્ટડીમાં રહેશે.
સમગ્ર મામલાની વિગતો મુજબ ઓસ્ટિન પોલીસને કેપિટલ પ્લાઝા શોપિંગ સેન્ટરમાં સ્થિત ટોટલ વાયરલેસ સ્ટોરમાંથી રિપોર્ટ મળ્યો હતો, જ્યાં એક મહિલાએ ફરિયાદ કરી હતી કે એક સ્ટોર કર્મચારીએ તેનો ફોન લીધો અને પોતાને ખાનગી ફોટા મોકલ્યા હતા.
ડિજિટલ ઉપકરણો અને રિપેર કે સેટિંગ્સ દરમિયાન વ્યક્તિગત ડેટાના દુરુપયોગના મામલાઓમાં ગ્રાહક સુરક્ષા અને કાયદાકીય કડકાઈનો મુદ્દો અગાઉ પણ ચર્ચામાં રહ્યો છે. હાલમાં આરોપી સામે ઇમિગ્રેશન કોર્ટની કાર્યવાહી ચાલી રહી છે, જેના પૂર્ણ થયા બાદ દેશનિકાલ અથવા કાયદેસરના અન્ય નિર્ણયો અંગે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
(12:19 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
