તા. ૨૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૩ રવિવાર
News of Sunday, 22nd November 2026
આંતરિક ઝઘડામાં યુવકના પ્રાઇવેટ પાર્ટમાં આશરે 4 ફૂટ લાંબો પાઇપ ઘુસાડ્યો:ડોક્ટરોએ જટિલ સર્જરી કરી પાઇપ બહાર કાઢ્યો
પાઇપ યુવકની આંતરડાને નુકસાન પહોંચાડીને પેટ સુધી પહોંચી ગયો: મોટા આંતરડાને નુકસાન થયું

રાજસ્થાનના જોધપુરમાં પરસ્પર વિવાદ દરમિયાન કેટલાક લોકોએ એક યુવક સાથે ક્રૂરતાની હદ વટાવી હોવાની ઘટના સામે આવી છે. ઝઘડા દરમિયાન યુવકના પ્રાઇવેટ પાર્ટમાં આશરે 4 ફૂટ લાંબો પાઇપ ઘુસાડવામાં આવ્યો હતો. ગંભીર હાલતમાં યુવકને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ડોક્ટરોએ જટિલ સર્જરી કરીને પાઇપ બહાર કાઢ્યો હતો. પાઇપ યુવકની આંતરડાને નુકસાન પહોંચાડીને પેટ સુધી પહોંચી ગયો હતો. જોકે, સદનસીબે હૃદય સહિતના અન્ય મહત્ત્વપૂર્ણ અંગોને મોટું નુકસાન થયું નથી. ડોક્ટરોના જણાવ્યા અનુસાર, હાલ યુવકની સ્થિતિ સ્થિર છે અને તેની તબિયતમાં સુધારો થઈ રહ્યો છે.
ઘટના બાદ યુવકને જોધપુરની મથુરાદાસ માથુર હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. ડોક્ટરોએ તપાસ દરમિયાન તેની હાલત ગંભીર હોવાનું જણાયું હતું. પ્રાથમિક માહિતી મુજબ, બાથરૂમમાં જવા જેવી બાબતે યુવકનો અન્ય કેટલાક યુવકો સાથે વિવાદ થયો હતો. ત્યારબાદ બંને પક્ષો વચ્ચે બોલાચાલી અને ઝઘડો વધી ગયો હતો. આ દરમિયાન ગુસ્સે ભરાયેલા યુવકોએ પીડિતના પ્રાઇવેટ પાર્ટમાં પાઇપ ઘુસાડ્યો હોવાનો આક્ષેપ છે.
યુવકને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જનરલ સર્જરી યુનિટના પ્રભારી ડૉ. દિનેશ દત્ત શર્માના જણાવ્યા અનુસાર, યુવકના શરીરમાંથી આશરે 4 ફૂટ લાંબો પાઇપ બહાર કાઢવામાં આવ્યો છે. આ માટે આંતરડામાં ચીરો મૂકીને જટિલ સર્જરી કરવામાં આવી હતી
ડોક્ટરોના જણાવ્યા અનુસાર, પાઇપ પેટ સુધી પહોંચી ગયો હતો અને તેના કારણે મોટા આંતરડાને નુકસાન થયું હતું. આ સ્થિતિમાં વધુ પડતું લોહી વહી જવું, ચેપ લાગવો અને દર્દીનો જીવ જોખમમાં મુકાવાની શક્યતા હતી. જોકે, ડોક્ટરોની ટીમે સફળતાપૂર્વક સર્જરી કરીને પાઇપ બહાર કાઢ્યો હતો
આ ઘટનાની ચર્ચા હવે સોશિયલ મીડિયા પર પણ થઈ રહી છે. એક યુવકે ડોક્ટરોની ટીમ દ્વારા શરીરમાંથી બહાર કાઢવામાં આવેલા પાઇપ સાથેનો ફોટો શેર કર્યો હતો. આ ફોટો સાથે તેણે લખ્યું હતું કે ડોક્ટરોએ કેવી-કેવી જટિલ સર્જરી કરવી પડતી હોય છે. સમગ્ર ઘટનાની વિગતો આપ્યા બાદ તેણે ડોક્ટરોને ધરતીના ભગવાન ગણાવ્યા હતા.
જનરલ સર્જરી વિભાગના પ્રોફેસર અને યુનિટ ઇન્ચાર્જ ડૉ. દિનેશ દત્ત શર્માના નેતૃત્વમાં ડોક્ટરોની ટીમે આ જટિલ સર્જરી સફળતાપૂર્વક પાર પાડી હતી. ખાસ વાત એ છે કે યુવકની આ સર્જરી મુખ્યમંત્રી આયુષ્માન આરોગ્ય (MAA) યોજના હેઠળ નિઃશુલ્ક કરવામાં આવી હતી.
ડોક્ટરોના જણાવ્યા અનુસાર, ઓપરેશન બાદ દર્દીની સ્થિતિમાં સુધારો જોવા મળી રહ્યો છે. હાલ તેની તબિયત સ્થિર છે અને સ્વાસ્થ્યમાં સતત સુધારો થઈ રહ્યો છે.
(8:28 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
