તા. ૨૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૩ રવિવાર
News of Sunday, 22nd November 2026
સુરત મહિધરપુરા પોલીસે MD ડ્રગ્સ સપ્લાય કરનારા ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા
અગાઉ 5.56 ગ્રામ MD ડ્રગ્સ સાથે પકડાયેલા અમાન અંસારીની પૂછપરછમાં સપ્લાયર તરીકે 'બાબુ'નું નામ સામે આવ્યું હતું

સુરત મહિધરપુરા પોલીસે MD ડ્રગ્સ સપ્લાય કરનારા ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા,અગાઉ 17 નવેમ્બર 2026 રોજ રૂપિયા 16.680,ની કિંમતના 5.56 ગ્રામ MD ડ્રગ્સ સાથે પકડાયેલા અમાન અંસારીની પૂછપરછમાં સપ્લાયર તરીકે 'બાબુ'નું નામ સામે આવ્યું હતું, મહિધરપુરા પોલીસની અલગ-અલગ ટીમોએ ટેકનિકલ એનાલિસિસ અને બાતમીદારોની મદદથી મુખ્ય સપ્લાયર સહિત ત્રણ પેડલરોને દબોચી લીધા છે
પકડાયેલા આરોપીઓ સોહેલ ઉર્ફે બંટી ઉર્ફે બાબુ શેખ,મોહંમદ અલ્તમસ શેખ અને અલ્ફાઝ ઉર્ફે ભુરીયો ગુંદાલીયાની ધરપકડ કરી છે ઝડપાયેલા આરોપીઓ પૈકી અલ્ફાઝ ઉર્ફે ભુરીયો અગાઉ પણ NDPS એક્ટ અને મારામારી સહિતના ગંભીર ગુનાઓમાં પોલીસ ચોપડે ચડી ચૂક્યો છે.પોલીસે તમામ આરોપીઓ વિરુદ્ધ NDPS એક્ટની કલમ ૮(સી), ૨૨(બી) અને ૨૯ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
(7:40 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
