<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 22nd November 2026

રાજસ્થાનમાં બે અલગ-અલગ માર્ગ અકસ્માતમાં 12 લોકોનાં મોત : 21થી વધુ લોકો ઈજાગ્રસ્ત

કોટા-ઉદયપુર નેશનલ હાઈવે પર સર્જાયો હતો. કારની ટ્રક સાથે ટક્કર થતાં બાળક સહિત 9 લોકોનાં મોત: જોધપુરમાં કાર અને ટેમ્પો ટ્રાવેલર વચ્ચે અકસ્માતમાં 3 લોકોનાં મોત અને 15 લોકોને ઇજા

રાજસ્થાનમાં બે અલગ-અલગ માર્ગ અકસ્માતમાં 12 લોકોનાં મોત થયા છે, જ્યારે 21થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. પ્રથમ અકસ્માત કોટા-ઉદયપુર નેશનલ હાઈવે પર સર્જાયો હતો. કારની ટ્રક સાથે ટક્કર થતાં બાળક સહિત 9 લોકોનાં મોત થયા હતા. ખાટુ શ્યામનાં દર્શન કરી મહારાષ્ટ્ર પરત ફરી રહેલા પરિવારને આ અકસ્માત નડ્યો હતો. ડ્રાઈવરને ઝોકું આવી જતાં અકસ્માત સર્જાયો હોવાનું સામે આવ્યું છે. જ્યારે બીજો અકસ્માત જોધપુરમાં કાર અને ટેમ્પો ટ્રાવેલર વચ્ચે થયો હતો. જેમાં 3 લોકોનાં મોત અને 15 લોકો ઈજાગ્રસ્ત થયા છે. ઘાયલોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે.

(5:08 PM IST)