તા. ૨૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૩ રવિવાર
News of Sunday, 22nd November 2026
રાજ્યમાં ફુંકાતા ઠંડા પવનને કારણે ગુલાબી ઠંડીનો અહેસાસ:નલિયા અને અમરેલી 11 ડિગ્રી
ગાંધીનગરમાં 12 ડિગ્રી અને અમદાવાદમાં 16 ડિગ્રી તાપમાન નોંધાયું

અમદાવાદ : ઉત્તર-પૂર્વ દિશામાંથી ફૂંકાઈ રહેલા ઠંડા પવનોને કારણે સમગ્ર ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. રાજ્યના મોટાભાગના શહેરોમાં લઘુતમ તાપમાનનો પારો નીચે ઉતરતા વહેલી સવારે અને રાત્રિના સમયે ઠંડકમાં વધારો થયો છે.
હવામાન વિભાગના તાજા આંકડાઓ મુજબ, કચ્છના નલિયાની સાથે સૌરાષ્ટ્રનું અમરેલી પણ 11 ડિગ્રી લઘુતમ તાપમાન સાથે રાજ્યનું સૌથી ઠંડું શહેર નોંધાયું છે. જોકે, હવામાન વિભાગે એવું પણ અનુમાન વ્યક્ત કર્યું છે કે રાજ્યમાં આવતીકાલથી તાપમાનમાં વધારો થશે, જેના કારણે ઠંડીમાં આંશિક ઘટાડો જોવા મળી શકે છે.
(7:11 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
