<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 9th August 2025

અમદાવાદના વિશાલા બ્રિજ પર ભારે વાહનોની અવરજવર પર પ્રતિબંધ મુકાયો

બ્રિજના બેરિંગ અને અન્ય ભાગો જર્જરીત સ્થિતિમાં હોવાને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો

અમદાવાદ શહેરમાં વિવાદિત વિશાલા બ્રિજને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. વધુ એક વખત આ બ્રિજ પરથી ભારે વાહનોની અવરજવર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. શહેરના પોલીસ કમિશનરે જાહેરનામું પ્રસિદ્ધ કરીને આ નિર્દેશ આપ્યો છે. બ્રિજના બેરિંગ અને અન્ય ભાગો જર્જરીત સ્થિતિમાં હોવાને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે. તહેવાર પહેલા જ બ્રિજ બંધ કરાતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી શકે છે.

  આજે સવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આ બ્રિજ પરથી પસાર થયા હતા અને તેમના પસાર થયા બાદ ગણતરીના કલાકોમાં જ આ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે.

(6:59 PM IST)