<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 9th August 2025

રાજપીપળામાં રખડતા ઢોરની સમસ્યાથી સ્થાનિકો પરેશાન : આખલા યુદ્ધથી તંત્ર છુટકારો અપાવે તેવી સ્થાનિકોની માંગ

આખાલઓની લડાઈમાં પાર્ક કરેલા વાહનને પણ નુકસાન: રખડતા ઢોરના કારણે અનેક લોકો અકસ્માતનો ભોગ પણ બને છે

 

નર્મદા જિલ્લાના રાજપીપળામાં રખડતા ઢોરની સમસ્યાથી સ્થાનિકો ત્રસ્ત બન્યા છે. શહેરના સ્ટેશન રોડ, દરબાર રોડ, સંતોષ ચાર રસ્તા પર રખડતા ઢોરનો અડિંગો જોવા મળે છે. રસ્તાની વચોવચ આખલા બેસતા હોવાથી વાહનચાલકો ફરીને જવું પડતું હોય છે. બે દિવસ અગાઉ લીમડાચોક વિસ્તારમાં બે આખલાઓ વચ્ચે યુદ્ધ જામ્યું હતું. આખાલઓની લડાઈમાં પાર્ક કરેલા વાહનને પણ નુકસાન થયું હતું

   રખડતા ઢોરના કારણે અનેક લોકો અકસ્માતનો ભોગ પણ બને છે. આખલાના ત્રાસથી નાગરિકો પરેશાન છે પરંતુ તંત્ર છે કે આંક આડા કાન કરી રહ્યું છે. ત્યારે સ્થાનિકોની માગ છે કે તંત્ર એક્શનમાં આવે અને આખલાના આતંકથી છૂટકારો અપાવે.

 

(1:43 PM IST)