તા. ૨૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૩ રવિવાર
News of Saturday, 9th August 2025
પોરબંદર જિલ્લા ભાજપ આયોજિત પોરબંદર શહેર અને પોરબંદર તાલુકાની શક્તિ કેન્દ્ર સંયોજક પ્રશિક્ષણ વર્ગ સંપન્ન થયો
શક્તિ કેન્દ્ર સંયોજકનું કર્તવ્ય, ભાજપની પંચનિષ્ઠા,વિચારધારા અને જનસંંઘ થી ભાજપ સુધીનો સંઘર્ષ કાળ બાબતે કાર્યકરોને અવગત કરાયા

( પરેશ પારેખ દ્વારા ) પોરબંદર : ભારતીય જનતા પાર્ટી દ્વારા તેમના કાર્યકર્તાઓ માટે પ્રશિક્ષણ વર્ગ નું અવારનવાર આયોજન થતું હોય છે એ ઉપરાંત અનેક આયામો પ્રકલ્પો દ્વારા ભાજપનો કાર્યકર્તાનું ઘડતર થતું હોય છે એ અનુસંધાને પોરબંદર જિલ્લાના
પોરબંદર શહેરમાં બિરલા હોલમાં પોરબંદર શહેર અને તાલુકા મંડલના તમામ શક્તિકેન્દ્ર સંયોજકો માટેની ખાસ પ્રશિક્ષણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.
સવારે ઉત્સાહ ભર્યા વાતાવરણ વચ્ચે પ્રારંભ થયેલા આ પ્રશિક્ષણ વર્ગનું વિધિવત ઉદધાટન જિલ્લા ભાજપ પ્રમુખ ડો ચેતનાબેન તિવારી, પ્રદેશ નિયુક્ત નિરીક્ષક હરેશભાઈ પરસાણા, જિલ્લા ભાજપ મહામંત્રી અશોકભાઈ મોઢા , શહેર ભાજપ પ્રમુખ સાગરભાઈ મોદી , તાલુકા મહામંત્રી લીલાભાઇ પરમાર , સિનિયર આગેવાન કેતનભાઈ દાણી ઉપસ્થિતિમાં થયું હતું.
કુલ 5 સત્ર માં વિવિધ વક્તાઓએ વિષયનુસાર અનુક્રમે સિનિયર આગેવાન કેતનભાઈ દાણી , શહેર ઉપપ્રમુખ વિજયભાઈ વડુકાર ,પૂર્વ જિલ્લા પ્રમુખ વિજયભાઈ થાનકી , ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડીયા , ઉપરાંત ચર્ચા સત્ર દરમિયાન વર્ગ ને 2 ગ્રુપમાં ટીમ પાડી અલગ અલગ રીતે જિ. પ્રમુખ ડો ચેતનાબેન તિવારી અને જિ. મહામંત્રી ખીમજીભાઈ મોતીવરશ એ કાર્યકર્તાઓ સાથે સંવાદ કર્યો હતો કાર્યકર્તા પાસે મુક્ત ચિંતન, મુક્ત અભિપ્રાય અને કોઈપણ સમસ્યાના સમાધાન માટે સકારાત્મક અભિપ્રાયો જાણ્યા હતા.
આ રીતે શક્તિ કેન્દ્રના સંયોજકોને સંગઠન ને લગતા અલગ અલગ મહત્વના વિષય જેવાકે શક્તિ કેન્દ્ર સંયોજકનું કર્તવ્ય, ભાજપની પંચનિષ્ઠા,વિચારધારા અને જનસંંઘ થી ભાજપ સુધીનો સંઘર્ષ કાળ બાબતે કાર્યકરોને અવગત કરવામાં આવ્યા હતા ઉપરાંત માઇક્રોપ્લાનિંગ, પેજ સમિતિ, બુથ સમિતિ ને શક્તિ કેન્દ્ર દ્વારા કઈ રીતે મજબૂત બનાવી શકાય એ વિષય એ માંડીને સોશિયલ મીડિયા,સરળ એપ, નમો એપ નું મહત્વ જેવા વિષયો ઉપર અનુભવી વક્તાઓએ અર્થસભર પ્રેરક વક્તવ્ય આપ્યું હતું.
છેલ્લા મહત્વના સમાપન સત્રમાં પોરબંદર જિલ્લા ભાજપ પ્રભારી પ્રદીપભાઈ ખીમાણી અને પૂર્વ કેબિનેટ મંત્રી શ્રી બાબુભાઇ બોખીરીયા ઉપસ્તિથ રહ્યા હતા .પ્રભારી પ્રદીપભાઈ ખીમાણી એ સંબોધન માં પ્રશ્નોતરી સાથે કાર્યકર્તાઓને તેમની કાર્યપદ્ધતિ અને શક્તિ કેન્દ્ર સંયોજકોની ફરજ ઉપરાંત સંગઠનામક સંકલન અને સરકારની તમામ વિકાસ યોજનાઓ નો લાભ સામાન્ય માનવી સુધી કઈ રીતે પહોંચે કઈ રીતે તે બાબતે વિષદ છણાવટ કરી સમાપન સંબોધન કર્યું હતું.
આમ આ શક્તિ કેન્દ્ર સંયોજક પ્રશિક્ષણ વર્ગ મોડી સાંજે પૂર્ણ થયો હતો.
આ વિશિષ્ઠ પ્રશિક્ષણ વર્ગની સફળતા માટે શહેર મહામંત્રી નિલેશભાઈ બાપોદરા, નરેન્દ્રભાઈ કાણકિયા , તાલુકા મહામંત્રી લીલાભાઇ પરમાર , લખુભાઈ કારાવદરા , અવદાભાઈ ઓડેદરા , દિલીપભાઈ ખુંટી ,નિમિષાબેન જોશી, વિજયભાઈ વડુકાર, હરીશભાઈ થાનકી , રાજેન્દ્રસિંહ ગોહિલ , ભરતભાઈ રાઠોડ , સુરેશભાઈ સિકોતરા જહેમત ઉઠાવી હતી.
અને ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા દ્વારા આ પ્રશિક્ષણ વર્ગના શક્તિ કેન્દ્ર સંયોજકશ્ને ગિફ્ટ અર્પણ કરવામાં આવી હતી.
મીડિયા વિભાગ ના જિલ્લા સહ કન્વીનર હર્ષભાઈ રૂઘાણી દ્વારા એક અખબારી યાદી દ્વારા જણાવ્યું છે.
(11:00 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
