તા. ૨૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૩ રવિવાર
News of Saturday, 9th August 2025
કચ્છમાંથી ચાર બાઈક ચોરી કરનાર બે શખ્શોને મોરબી પોલીસે ઝડપી લીધા: ચોરાઉ બાઈક રીકવર.
કચ્છ મોમાઈ મોરા ગામે મંદિર પાસે મેલો ભરાયેલ હોય ત્યાંથી ચોરી કર્યાનું કબુલ્યું અન્ય ત્રણ બાઈક કચ્છના અલગ અલગ વિસ્તારમાંથી ચોરી કરી મિત્ર સંજય વાઘેલાને આપ્યાની કબુલાત આપી

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી : કચ્છમા ચાર બાઈક ચોરીને અંજામ આપનાર બે શખ્શોને મોરબી સીટી એ ડીવીઝન પોલીસ ટીમે ઝડપી લઈને એક લાખની કિમતના ચાર બાઈક રીકવર કર્યા છે
મોરબી સીટી એ ડીવીઝન પોલીસ ટીમ મિલકત સંબંધી ગુના અટકાવવા અને શોધી કાઢવા પેટ્રોલિંગમાં હોય દરમિયાન ભક્તિનગર સર્કલ પાસેથી એક ઇસમ નીકળી શહેરમાં આંટા મારતો હોવાની બાતમી મળતા આરોપીને બાઈક સાથે ઝડપી લઈને કાગળો માંગતા નહિ હોવાનું જણાવ્યું હતું જેથી યુક્તિ પ્રયુક્તિથી પૂછપરછ કરતા બાઈક જીજે ૧૨ ઇએફ ૧૬૩૪ વાળું કચ્છ મોમાઈ મોરા ગામે મંદિર પાસે મેલો ભરાયેલ હોય ત્યાંથી ચોરી કર્યાનું કબુલ્યું હતું તેમજ અન્ય ત્રણ બાઈક કચ્છના અલગ અલગ વિસ્તારમાંથી ચોરી કરી મિત્ર સંજય વાઘેલાને આપ્યાની કબુલાત આપી હતી
જેથી પોલીસે આરોપી રાજેશ ઉર્ફે રાજુ વિશાભાઈ મકવાણા (ઉ.વ.૨૫) (રહે માખેલ ગામ તા. રાપર કચ્છ ) અને સંજય ઉર્ફે ગવો મનસુખ વાઘેલા (ઉ.વ.૨૫) (રહે કુંભારિયા તા માળિયા (મી.) વાળાને ઝડપી લઈને ચાર ચોરાઉ બાઈક કીમત રૂ ૧ લાખનો મુદામાલ રીકવર કર્યો છે.
(9:21 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
