તા. ૨૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૩ રવિવાર
News of Saturday, 9th August 2025
મોરબી રોડ પર કબીરધામ પાર્કમાં રમતાં રમતાં અગાસીએથી પટકાતાં પાંચ વર્ષની પ્રિશાનું મોત
એકની એક લાડકવાયી દિકરીના મૃત્યુથી પેઢડીયા પરિવારમાં ગમગીની

રાજકોટ તા. ૯: મોરબી રોડ પર વેલનાથપરા પાસે કબીરધામ પાર્કમાં અગાસીએ રમતી વખતે પાંચ વર્ષની બાળકી રવેશમાંથી પડી જતાં ગંભીર ઇજા થતાં મોત થયુ઼ હતું. એકની એક લાડકવાયી ફુલડા જેવી દિકરીના મોતથી માતા-પિતા સહિતના સ્વજનો શોકમાં ગરક થઇગયા હતાં.
જાણવા મળ્યા મુજબ મોરબી રોડ પર વેલનાથપરા પાસે આવેલા કબીરધામ પાર્કમાં રહેતાં કલ્પેશભાઇ પીઠડીયાની પાંચ વર્ષની દિકરી પ્રિશા ગત તા.૧/૮ના રોજ સાંજના સમયે ઘરની અગાસી પર રમતી હતી ત્યારે અકસ્માતે રવેશમાંથી નીચે પટકાતા ગંભીર ઇજા થતાં સારવાર માટે રાજકોટ ખાનગી હોસ્પિટલમાં ખસેડામાં આવી હતી. બાદમાં વધુ સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. અહીં સારવાર દરમિયાન રાત્રીના તેણીનું મૃત્યુ થયું હતું.
હોસ્પિટલ ચોકીના રામશીભાઇ વરૂ, મહેશભા જોગડા, ધમેન્દ્રભાઇ ચાવડા, પ્રશાંતભાઇ રાઠોડ, ધર્મેન્દ્રભાઇ હુદડે જાણ કરતાં બી-ડિવીઝનના હેડકોન્સ. યોગેશભાઇ મકવાણાએ જરૂરી કાર્યવાહી કરી હતી. બાળકીના પિતા મજૂરી કરી ગુજરાન ચલાવે છે. પ્રિશા માતા-પિતાની એકની એક દિકરી હતી અને આ વર્ષે જ તેને આંગણવાડીમાં ભણવા બેસાડી હતી. લાડકી દિકરીના મૃત્યુથી પેઢડીયા પરિવારમાં શોક છવાઇ ગયો હતો.
(1:46 PM IST)










