તા. ૨૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૩ રવિવાર
News of Saturday, 9th August 2025
રાત્રે ગુજરાત- રાજસ્થાન સરહદ વિસ્તારમાં 3.6ની તીવ્રતાના ભૂકંપના આંચકા : લોકો ગભરાહટમા ઘરની બહાર દોડી ગયા
બનાસકાંઠા જિલ્લાના મોટાભાગના તાલુકાઓમાં ભૂકંપના આંચકા અનુભવાયા: કેન્દ્ર પાલનપુરથી 31 કિમી ઉત્તર-પૂર્વમાં હતું.

ગુજરાત-રાજસ્થાન સરહદની આસપાસ શનિવારે રાત્રે 9:03 વાગ્યે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 3.6 માપવામાં આવી હતી, જેનું કેન્દ્ર પાલનપુરથી 31 કિમી ઉત્તર-પૂર્વમાં હતું. ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના મોટાભાગના તાલુકાઓમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. લોકો ગભરાટમાં ઘરોમાંથી બહાર નીકળી ગયા હતા. જોકે, બંને રાજ્યોના કોઈપણ વિસ્તારમાંથી જાનમાલના નુકસાનના કોઈ સમાચાર મળ્યા નથી.
રાજસ્થાનમાં માઉન્ટ આબુ અને આસપાસના વિસ્તારોમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ગિરવાર, અકરાબટ્ટા, માનપુર સહિત અનેક સ્થળોએથી લોકોએ ભૂકંપની પુષ્ટિ કરી હતી. માઉન્ટ આબુના એસડીએમ ડૉ. અંશુ પ્રિયાએ જણાવ્યું હતું કે ભૂકંપનો આંચકો લગભગ 9.03 વાગ્યે અનુભવાયો હતો. તેમણે કહ્યું હતું કે કોઈ પણ પ્રકારના નુકસાનના સમાચાર નથી. અગાઉ 7 ઓગસ્ટે સવારે 10.07 વાગ્યે રાજસ્થાનના પ્રતાપગઢ વિસ્તારમાં 3.9 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી (NCS) એ આ વાતની પુષ્ટિ કરી હતી.
ભૂકંપના આંચકા અનુભવાયા પછી, ગભરાટનો માહોલ ઉભો થયો હતો અને લોકો પોતાના ઘરો, ઓફિસો અને દુકાનોમાંથી બહાર દોડી આવ્યા હતા. મળતી માહિતી પ્રમાણે અમીરગઢ તાલુકાના દાનાપુર અને સોનવાડી ગામ ભૂકંપનું એપી સેન્ટર રહ્યું છે.
(11:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
