તા. ૩ સપ્ટેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ શ્રાવણ વદ-૧૫, મંગળવાર
News of Saturday, 9th August 2025
બહેનોએ પોલીસ અધિકારીઓને રાખડી બાંધી

જિલ્લા નારી સુરક્ષા સમિતિ (રાજકોટ) અને સાહેલી ગ્રુપ રાજકોટ દ્વારા રાજકોટ શહેર પોલીસ કમિશનર બ્રિજેશકુમાર ઝા, ડેપ્યુટી પોલીસ કમિશનર જગદીશ બાંગરવા, સાઇબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર, ઉત્કૃષ્ટ કામગીરી બદલ રાજ્ય સરકારના ડિસ્ક એવોર્ડ થી સન્માનિત ભક્તિનગર પોલીસ સ્ટેશનના સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર એમ.એમ. સરવૈયા, પ્ર નગર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર વિક્રમભાઈ વસાવા સહિતના પોલીસ અધિકારીઓને પોલીસ કચેરી ખાતે જઇ અને રાખડીઓ બાંધવામાં આવી હતી. મધ્યસ્થ જેલ ના ઇન્ચાર્જ નાયબ અધિક્ષક એ. આર. કુરેશી સિનિયર, સિનિયર ક્લાર્ક એસ. ટી. ગોપલાણી, જેલર એમ. આર. ઝાલા, પી. કે. ચુડાસમા, હવાલદાર મનીષભાઈ રાઠોડ અને મધ્યસ્થ જેલનો તમામ સ્ટાફ દ્વારા મહિલાઓ ને કોઈ જાતની તકલીફ ન પડે અને વ્યવસ્થિત રક્ષાબંધનનો કાર્યક્રમ સફળ બનાવ્યો હતો. જિલ્લા નારી સુરક્ષા સમિતિ (રાજકોટ) ના પસંદગી પામેલા ૧૦ બહેનોમાં હેમાબેન કક્કડ, આરતીબા જાડેજા, એડવોકેટ ભાવનાબેન વાઘેલા, મનીષાબા વાળા, આરતીબા જાડેજા, શાંતાબેન મકવાણા, કૈલાશબેન વાઘેલા, માલતીબેન ચાવડા, પુનમબેન રાજપૂત, મંજુલાબેન કોટડીયા, શકુંતલાબેન રાઠોડે રક્ષાબંધનના રાખડી બાંધવાના કાર્યક્રમમાં ભાગ લીધો હતો.
(3:03 PM IST)










