<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 9th August 2025

છોકરી જમીન પર સૂતી હતીઃ અચાનક પેન્‍ટમાં ઘૂસી ગયો ઉંદરઃ પછી થઈ જોવા જેવી!

આ વીડિયો તમે જોયો કે નહીં? ઇન્‍સ્‍ટાગ્રામ પર એક વીડિયો પોસ્‍ટઃ ૩૭ લાખ વ્‍યૂઝ મળ્‍યા

 

નવી દિલ્‍હી તા.૯: તાજેતરમાં ઇન્‍સ્‍ટાગ્રામ પર એક વીડિયો પોસ્‍ટ કરવામાં આવ્‍યો છે, જેમાં દુકાનની અંદર કામ કરતી છોકરીના પેન્‍ટમાં એક ઉંદર ઘૂસી ગયો હતો. જે બાદ તે નજરો સામે આવ્‍યો તે જોઈને લોકો ન હોય તેવી કોમેન્‍ટ્‍સ કરવા લાગ્‍યા છે.

છોકરા હોય કે છોકરીઓ, અનેક લોકો ઉંદરોથી ડરતા હોય છે. જોકે દુનિયામાં ઘણા લોકો ઉંદરો રાખે છે, તેમને પ્રેમ પણ કરે છે. પરંતુ ઘણીવાર જોવા મળે છે કે, છોકરીઓ ઉંદરોથી વધુ ડરે છે. આવી જ એક છોકરી સાથે એક વિચિત્ર ઘટના બની હતી, જેને જોઈને લોકો ચોંકી ગયા હતા અને પછી છોકરીએ જે કર્યું તે જોઈને મજાક ઉડાવવા લાગ્‍યા છે. જણાવી દઈએ કે, એક છોકરી દુકાનના ફલોર પર સૂતી હતી, ત્‍યારે અચાનક એક ઉંદર તેના પેન્‍ટમાં ઘૂસી ગયો હતો. છોકરી ઉતાવળમાં જાગી અને પછી કૂદવા લાગી હતી. હાલ, તેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.

તાજેતરમાં ઇન્‍સ્‍ટાગ્રામ એકાઉન્‍ટ @mustsharenews પર એક વીડિયો પોસ્‍ટ કરવામાં આવ્‍યો છે, જેમાં દુકાનની અંદર કામ કરતી બે છોકરીઓ ફલોર પર સૂતી જોવા મળે છે. અચાનક એક ઉંદર છોકરી તરફ ઝડપથી દોડતો આવે છે અને તેના પેન્‍ટમાં ઘૂસી જાય છે. છોકરીને સમજ પડતાં જ તે કૂદીને તરત જ ઉભી થઈ જાય છે.

આ પછી તે કૂદવાનું અને દુકાનમાં દોડવાનું શરૂ કરી દે છે. થોડે દૂર ગયા પછી, ઉંદર પેન્‍ટમાંથી બહાર નીકળીને ચાલ્‍યો જાય છે. આ દરમિયાન, દુકાનમાં રહેલી બીજી છોકરી આ ઘટનાને જોઈને હસવા લાગે છે. આ વીડિયો ૩૦ જુલાઈનો છે અને વિયેતનામમાં કપડાની દુકાનનો હોવાનું કહેવાય છે. આ વીડિયો નકલી કે ખોટો ઉંદર હોય તેવું પણ લાગતું નથી, કારણ કે જ્‍યારે મહિલા કૂદી પડે છે અને ઉંદર નીચે પડે છે, ત્‍યારે તે સામાન્‍ય ઉંદર જેવું જ કરે છે.

આ વીડિયોને ૩૭ લાખ વ્‍યૂઝ મળ્‍યા છે, જ્‍યારે ઘણા લોકોએ કોમેન્‍ટ્‍સ કરીને પોતાની પ્રતિક્રિયા આપી છે. એકે કહ્યું કે, જો આ તેની સાથે થયું હોત, તો તેનો પરિવાર અત્‍યાર સુધીમાં તેના અંતિમ સંસ્‍કારની તૈયારી શરૂ કરી દેત. બીજાએ કહ્યું કે, ઉંદર એક પગથી ઉપર ગયો અને બીજા પગથી નીચે આવ્‍યો હતો. આથી, વ્‍યક્‍તિએ સ્‍કિની જીન્‍સ પહેરવી જોઈએ.(૩૮.૯)

 

 

 

 

 

 

(10:02 AM IST)