તા. ૨૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૩ રવિવાર
News of Saturday, 9th August 2025
તમામ સમાજના લોકોએ મને ખુબ પ્રેમ આપ્યો તેનું ઋણ ચૂકવવાનો આ અવસર મળ્યો એનો અનેરો આનંદઃ બાવકુભાઇ ઉંધાડ
ખોડલધામ ટ્રસ્ટ ને ૬૧ વીઘા ભૂમિદાન આપનાર ભામાશા બાવકુભાઇ ઉંધાડ અને તેના પરીવારનુ વડિયા વિસ્તારના લોકોએ સન્માન કર્યુ

વડિયા તા. ૯ :. ખોડલધામ ટ્રસ્ટ દ્વારા ટાટાજુથ સાથે સંકલન કરીને વર્લ્ડક્લાસ આધુનિક કેન્સર હોસ્પિટલ અને રિસર્ચ સેન્ટરના નિર્માણ અર્થે કામગીરી શરુ કરી છે. આવનાર સમયની મહામારી એ કેન્સર ને ગણવામાં આવે છે ત્યારે સમગ્ર દેશના લોકોને રાહતદારે ઉચ્ચકાક્ષાની સારવાર મળી રહે તે માટે વર્લ્ડક્લાસ કેન્સર હોસ્પિટલ ના નિર્માણ ની કામગીરી શરુ કરવામાં આવી છે. આ વા ઉમદા હેતુ થી સતત છ ટર્મ સુધી ધારાસભ્ય રહી ચૂકેલા વડિયાના પનોતા પુત્ર એવા પૂર્વ કેબિનેટ મંત્રી બાવકુભાઇ ઉંધાડ અને તેમના પરિવાર દ્વારા લોકોના ઋણ ને ચૂકવવા માટે આ લોકસેવા ના યજ્ઞ માં એકસાઈઠ વીઘા જમીન નુ દાન કર્યું છે. ત્યારે અમરેલી જિલ્લા અને વડિયાની ખોડલધામ સમિતિ દ્વારા આ ઉદારદીલ ભુદાન ના દાતા અને તેમના સમગ્ર પરિવાર ના સન્માન નો કાર્યક્રમ કળષ્ણપરા સ્થિત પટેલ સમાજ વાડી ખાતે ગોઠવવા માં આવ્યો હતો. આ કાર્યક્રમ માં અમરેલી જિલ્લા ખોડલધામ સમિતિ, વડિયા ખોડલધામ સમિતિ, વડિયા ના આસપાસ ના ગામોના આગેવાનો, વડિયા ગ્રામપંચાયત, ચેમ્બર ઓફ કોમર્સ વડિયા ની વિવિધ સંસ્થાઓ, મહિલા મંડળો દ્વારા ખુબ મોટી સંખ્યામાં સમગ્ર પરિવાર નુ સન્માન કરવામાં આવ્યુ હતુ.
આ કાર્યક્રમમાં પૂર્વ કેબિનેટ મંત્રી બાવકુભાઇ ઉૅધાડ દ્વારા જણાવાયું હતુ કે હું છેલ્લા ચાલીસ વર્ષ થી સક્રિય રાજકારણ માં છુ સાત વખત વિધાનસભાની ચૂંટણી લડ્યો છુ ત્યારે લોકોએ મને ખુબ ઙ્કેમ આપી જીતાડ્યો હતો તેથી સમગ્ર અમરેલી જિલ્લો અને આસપાસના વિસ્તાર નો હું ઋણી છુ એનું ઋણ ચૂકવવા માટે મારી સામે આ માનવ સેવા રૂપી કેન્સર હોસ્પિટલ ના નિર્માણ યજ્ઞ માં સેવા આપવાનો અવસર આવ્યો તેમાં મે અને મારા પરિવારે ભુમીદાન આપી ને મારા પર નુ તમામ સમાજના લોકોનું ઋણ છે એ હું કયારેય ચૂકવી શકુ તેમ નથી આ કાર્ય થી તે ઋણ ઓછું કરવાનો પ્રયત્ન કર્યો છે. આ કેન્સર હોસ્પિટલ અને રિચર્સ સેન્ટરનો લાભ સમગ્ર દેશ અને ગુજરાત ના તમામ સમાજના લોકોને મળવાનો છે ત્યારે એ કાર્યમાં ભૂમિદાન રૂપી ફૂલની પાંખડી આપવાનો અવસર આપવા બદલ ખોડલધામ ટ્રસ્ટ નો પણ આભાર માન્યો હતો. આ કાર્યક્રમ માં વડિયા સ્વામિનારાયણ મંદિર અને શીવ મંદિરો ના સંતો,વડિયા અને આસપાસ ના વિસ્તાર ના ગામડાઓમાંથી મોટી સંખ્યામાં વિવિધ સમાજના આગેવાનોએ હાજરી આપી હતી. (પ-૧૭)
(11:41 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
