તા. ૨૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૩ રવિવાર
News of Saturday, 9th August 2025
મહેસુલ ખાતાની રક્ષાબંધનની ભેટઃ ૮૪ મામલતદારોની બદલીઃ ૪પ નાયબ મામલતદારોને મામલતદારની બઢતી
બદલીમાં રાજકોટના કૃષ્ણકુમાર જાડેજા, જે. ડી. જાડેજાની બદલીઃ નવા PRO તરીકે નીતિન લાંઘણોજા : ભાવનગરના રાજેન્દ્રસિંહ સરવૈયાને રાજકોટ દક્ષિણ વિભાગમાં પોસ્ટીંગ અપાયુ

રાજકોટ તા. ૯ : રાજયના મહેસૂલ ખાતાએ મામલતદાર તથા નાયબ મામતલદારોને રક્ષાબંધનની ભેટ આપી છે, ગઇકાલે મોડી રાત્રે રાજકોટના બે સહિત કુલ ૮૪ મામલતદારોની બદલીના ઓર્ડર કર્યા છે, તો ૪પ નાયબ મામલતદારોને મામલતદાર તરીકે બઢતી આપી છે, આ બઢતીમાં રાજકોટ શહેર-જીલ્લાના એક પણ નાયબ મામલતદાર નથી. પરંતુ સૌરાષ્ટ્રના જામનગર, ભાવનગર, પોરબંદર, મોરબી, અમરેલી, બોટાદના ૮ થી ૧૦ નાયબ મામલતદારો પ્રમોશન આપ્યા છે.
સરકારે જે ૮૪ મામલતદારોની બદલી કરી તેમાં રાજકોટના કૃષ્ણકુમારસિંહ જાડેજા લોધીકાથી બદલીયા છે, તેમને ગીર સોમનાથ પોસ્ટીંગ અપાયું છે. તો લેન્ડ એકવેશનના મામલતદાર જે. ડી. જાડેજાની ભાવનગર ઉમરાળા બદલી કરાઇ છે, રાજકોટ કલેકટરના નવા પીઆરઓ તરીકે નિતીનકુમાર લાંઘણોજાને મૂકવામાં આવ્યા છે.
સૌરાષ્ટ્ર-કચ્છના અન્ય મામલતદારોની બદલી જોઇએ તો જૂનાગઢના કે. એ. ત્રિવેદી, પોલભાઇ ખ્રિસ્તી, ગીર સોમનાથના સતીષકુમાર જાંબૂચા, ભાવનગરના રમેશ પ્રજાપતિ, જેસરના હીરેનકુમાર મેસૂરીયા, સુરેન્દ્રનગરના પ્રકાશકુમાર જોષી, કચ્છના નસીબ સૂમરા, ગીર સોમનાથના ધર્મેન્દ્રકુમાર વરમોરા, બાબરાના કિશોરકુમાર સૂમચરા, દ્વારકામાં જીજ્ઞેશ મહેતા, સુરેન્દ્રનગરના હરગોવિંદભાઇ પરમાર, લખપતના સલીમભાઇ ડોડીયા, લીંબડીના કે. ડી. સોલંકી, પોરબંદરના આર. કે. પરમાર, વંથલીના એમ. ડી. દવે, માંગરોલના એચ. એન. પરમાર, ગીર સોમનાથના રજનીકાંત પરસાણીયા, મોરબીના એમ. ટી. ધનવાણી, જામખંભાળીયાના વિક્રમ વરૂ, ધ્રાંગધ્રાના હસમુખભાઇ વીરાણી, મુળીના રાકેશભાઇ પટેલનો સમાવેશ થાય છે.
જયારે રાજકોટના જેતપુરના મામલતદાર આશીષ ભાખલકીયાને હજુ સુધી પોસ્ટીંગ અપાયું નથી.
પ્રમોશનના ઓર્ડરોમાં ભાવનગરના નાયબ મામલતદાર રાજેન્દ્રસિંહ સરવૈયાની દક્ષિણ વિભાગના રાજકોટમાં મામલતદાર તરીકે નિમણુંક અપાઇ છે.
(12:09 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
