<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 9th August 2025

૭૮ વર્ષના વૃદ્ધની બંને આંખોનું ઓપરેશન થયું, તો તેણે આંખ કેવી રીતે મારી ?

છેડતી કેસમાં મુંબઈ કોર્ટેનો મોટો ચુકાદોઃ વૃદ્ધને નિર્દોષ જાહેર કર્યા છે

 

મુંબઈ તા.૯:  મુંબઈ કોર્ટે ૭૮ વર્ષના વૃદ્ધને પોક્‍સો કેસમાં નિર્દોષ જાહેર કર્યો છે. તેના પર ૯ વર્ષની બાળકી પર જાતીય શોષણ અને છેડતી કરવાનો આરોપ હતો. કોર્ટમાં સુનાવણી દરમિયાન, એ વાત સામે આવી કે, જે સમયે વૃદ્ધ વ્‍યક્‍તિ પર આરોપ મૂકવામાં આવ્‍યો હતો, તે સમયે તેની બંને આંખોનું ઓપરેશન કરવામાં આવ્‍યું હતું અને તેનો પગ તૂટી ગયો હતો અને તેમાં સળિયો નાખવામાં આવ્‍યો હતો.

આવી સ્‍થિતિમાં એક વૃદ્ધ વ્‍યક્‍તિ કોઈને આંખ મારીને સીડી પર આવજાવ કેવી રીતે કરી શકે છે, જ્‍યારે તે જે ઇમારતમાં રહે છે ત્‍યાં ઉપર અને નીચે જવા માટે લિફટ પણ નથી. પગ તૂટેલા હોવાથી વૃદ્ધ માટે પાંચ માળ ઉપર ચઢવું અને નીચે ઉતરવું મુશ્‍કેલ બની રહ્યું છે.

માહિતી મુજબ, આ આખો કેસ વર્ષ ૨૦૧૮નો છે. આ કેસમાં ઘટનાના લગભગ ૯ મહિના પછી પોલીસમાં ફરિયાદ કરવામાં આવી હતી. ૯ વર્ષીય પીડિતાના પરિવારે પોલીસમાં આરોપ લગાવ્‍યો હતો કે, ૭૮ વર્ષીય પાડોશીએ તેમની પુત્રીનું છેડતી કરી હતી. પરિવારે આરોપ લગાવ્‍યો હતો કે, વૃદ્ધ સીડી ચઢતી વખતે તેમની પુત્રીને આંખ મારતા હતા. કોર્ટમાં સુનાવણી દરમિયાન, એવું બહાર આવ્‍યું કે, પોલીસે કેસની તપાસમાં બેદરકારી દાખવી હતી. કેસ મોડો નોંધવામાં આવ્‍યો હતો અને આરોપ સામે કોઈ મજબૂત પુરાવા નથી.

પરિવારનો આરોપ છે કે, વૃદ્ધ છોકરી સાથે અશ્‍લીલ હરકતો કરતો હતો. ઘટનાના દિવસે, પીડિતા વૃદ્ધની પૌત્રીના જન્‍મદિવસની પાર્ટી માટે તેના ઘરે ગઈ હતી, જ્‍યાં તેણે તેને કેક ખવડાવવાના બહાને તેની છેડતી કરી હતી. કેસની સુનાવણી દરમિયાન કોર્ટે વૃદ્ધના સ્‍વાસ્‍થ્‍યને આધાર તરીકે લીધું હતું. કોર્ટે પ્રશ્નો ઉઠાવ્‍યા અને કહ્યું કે, આરોપી બરાબર ચાલી પણ શકતો નથી. પોલીસ આરોપીનો ગુનો સાબિત કરવામાં નિષ્‍ફળ ગઈ છે.(૩૮.૧૦)

(9:58 AM IST)