તા. ૨૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૩ રવિવાર
News of Saturday, 9th August 2025
ઓખા અર્બન હેલ્થ સેન્ટર દ્વારા નગરપાલિકાના સફાઈ કર્મચારીઓ માટે ચેકઅપ કેમ્પનું આયોજન

(આલાપ ભરતભાઈ બારાઈ દ્વારા) ઓખાઃ અર્બન હેલ્થ સેન્ટર દ્વારા ઓખા નગરપાલિકા હેઠળ કાર્યરત તમામ સફાઈ કર્મચારીઓ માટે એક-day ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પ અંતર્ગત કર્મચારીઓના બ્લડ પ્રેશર, ડાય-ાબિટીસ અને બ્લડ ટેસ્ટ સહિતના પ્રાથમિક આરોગ્ય ચકાસણીઓ કરવામાં આવી હતી. ઉપરાંત, ૩૫ કર્મચારીઓના આયુષ્માન કાર્ડ પણ કેમ્પ સ્થળે જ તૈયાર કરવામાં આવ્યા. આ આરોગ્ય કેમ્પમાં મેડિકલ ઓફિસર ડો. સાહિલ વાઘેલા અને ઓખા અર્બન હેલ્થ સેન્ટરના તમામ સ્ટાફ દ્વારા નિઃસ્વાર્થ સેવા આપી હતી. કુલ ૧૪૫ સફાઈ કર્મચારીઓએ આ કેમ્પનો લાભ લીધો હતો આવાં કેમ્પો દ્વારા નગરપાલિકા કર્મચારીઓના આરોગ્ય જાળવવા માટે મહત્વપૂર્ણ પગલાં ભરવામાં આવે છે.(૩૮.૨૫)
(11:39 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
