તા. ૧૦ એપ્રિલ ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ચૈત્ર સુદ – ૧૩ ગુરૂવાર
News of Saturday, 9th August 2025
ભાણવડના જામપર ગામે ડેમમાં નાખી દઇને પરપ્રાંતિય યુવાનની હત્યા
અજાણ્યા શખ્સો સામે મૃતકના પત્નીએ નોંધાવી ફરીયાદ

(કૌશલ સવજાણી દ્વારા) જામખંભાળિયા, તા. ૯ : આ સમગ્ર પ્રકરણની પોલીસ દફતરે જાહેર થયેલી વિગત મુજબ મધ્યપ્રદેશ રાજ્યના બડવાની જિલ્લાના પાંસેમલ તાલુકાના મૂળ વતની અને હાલ ભાણવડ તાલુકાના ચોખંડા ગામની સીમમાં રહી અને એક આસામીની વાડીએ મજૂરી કામ કરતા કૈલાશભાઈ દલુભાઈ બર્ડે નામના ૪૧ વર્ષના આદિવાસી યુવાનનો મળતદેહ ગઈકાલે શુક્રવારે ભાણવડ નજીક આવેલા ચોખંડા-જામપર ગામની વચ્ચે આવેલા સોનમતી ડેમમાંથી મળી આવ્યો હતો.
કૈલાશ આદિવાસીને કોઈ અજાણ્યા શખ્સોએ કોઈ અગમ્ય કારણોસર હાથ-પગ દોરી વડે બાંધી અને તેમને સોનમતી ડેમના પાણીમાં ફેંકી દેતા તેમનું મળત્યુ નિપજ્યું હોવા અંગેની ફરિયાદ મળતકના પત્ની સુનીતાબેન કૈલાશભાઈ આદિવાસી (ઉ.વ. ૪૫) એ ભાણવડ પોલીસને કરી છે. જેને અનુલક્ષીને પોલીસે અજાણ્યા શખ્સો સામે ભારતીય ન્યાય સંહિતાની કલમ ૧૦૩ (૧) મુજબ ગુનો નોંધી, આગળની તપાસ ડીવાયએસપી વી.પી. માનસેતાના માર્ગદર્શન હેઠળ પી.આઈ. કે.બી. રાજવી તથા તેમની ટીમ દ્વારા હાથ ધરવામાં આવી છે.
વડત્રા ગામે જુગાર દરોડો
વડત્રા ગામે અહીંના પી.આઈ. બી.જે. સરવૈયાના વડપણ હેઠળ સ્ટાફ દ્વારા હાથ ધરવામાં આવેલા નાઈટ પેટ્રોલિંગ દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે વડત્રા ગામના ઝાપા પાસે તળાવની બાજુમાં આવેલા સાજણ આલા ચાવડાના કબજા ભોગવટાની વાડીના રહેણાંક મકાનમાં ચાલતા જુગારના અખાડા પર દરોડાની કાર્યવાહી કરવામાં આવી હતી.
આ સ્થળેથી પોલીસે સાજણ આલા ચાવડા, અંકિત ભાનુભાઈ પટેલ, પ્રવિણસિંહ સુરુભા જાડેજા, કાના નારણ ચંદ્રવાડીયા, હરદેવસિંહ અજીતસિંહ જાડેજા, રાજભા પ્રતાપસિંહ રાઠોડ અને અરજણ કરસન આંબલીયા નામના સાત શખ્સોને ઝડપી લઇ, રૂ. ૩૩૮૦૦ નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
આ સમગ્ર કાર્યવાહી પી.આઈ. સરવૈયાના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઈ. એન.એસ. ગોહિલ, હેડ કોન્સ્ટેબલ ભરતભાઈ જમોડ, અરજણભાઈ આંબલીયા અને યોગરાજસિંહ ઝાલાની ટીમ દ્વારા કરવામાં આવી હતી.
(12:16 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
