તા. ૨૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૩ રવિવાર
News of Saturday, 9th August 2025
પોરબંદર-ખંભાળીયા હાઇવે પરથી વિદેશી દારૂની બોટલો નંગ-૧૪૫ સાથે આરોપીને ઝડપી લેતી પોરબંદર એલ.સી.બી.
બાતમીના આધારે બાબડા ગાત્રાળ માતાજીના મંદીર પાસે રોડ ઉપર જાહેરમાંથીઆરોપીને ઝડપી લેવાયા

( પરેશ પારેખ દ્વારા ) પોરબંદર : જુનાગઢ રેન્જના પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાજડીયા તથા પોરબંદર પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજાનાઓ દ્રારા વખતો વખત પોરબંદર જીલ્લામાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની પ્રવૃત્તિ નેસ્ત નાબુદ કરવા આપેલ સુચનાઓ તથા માર્ગદર્શન અન્વયે એલ.સી.બી. I/C પો.ઇન્સ શ્રીઆર.કે. કાંબરીયા તથા એલ.સી.બી. સ્ટાફના માણસો રાણાવાવ પો.સ્ટે. વિસ્તાર પેટ્રોલીંગમાં હતા દરમ્યાન એલ.સી.બી ના HC જીતુભાઇ દાસા તથા વિરેન્દ્રસિંહ પરમાર તથા PC અજયભાઇ ચૌહાણ ને મળેલ હકીકત આધારે, પોરબંદર-ખંભાળીયા હાઇવે બાબડા ગાત્રાળ માતાજીના મંદીર પાસે રોડ ઉપર જાહેરમાંથી આરોપી હેત્વીક મનસુખભાઇ મોતીવરસ (ઉ.વ.૨૫ )(રહે. છાંયા પ્લોટ રીલાયન્સ મોલ પાસે વિશ્વકર્મા એન્ટરપ્રાઇઝવાળી ગલીમાં પોરબંદર) રાજ ઉર્ફે બટકો હરીશભાઇ મદલાણી (ઉ.વ.૨૭)( રહે. બોખીરા રીલાયન્સ પેટ્રોલપંપ પાછળ નારાયણનગર પોરબંદરવાળા) ઓને ભારતીય બનાવટના વિદેશી દારૂની અલગ-અલગ બ્રાન્ડની નાની-મોટી પ્લાસ્ટીકની કંપની શીલપેક બોટલો નંગ-૧૪૫ કી.રૂા. ૯૦,૪૩૦/- તથા દારૂની બોટલો ભરવામાં ઉપયોગ કરેલ થેલા નંગ-૦૨ કી.રૂા. ૨૦૦/- તથા શુટકેસ નંગ-૦૨ કી.રૂા. ૧૦૦૦/- મળી કુલ રૂા. ૯૧,૬૩૦/- ના મુદામાલ સાથે પકડી પાડી સદરહું દારૂનો જથ્થો આરોપી નં.(3) પ્રકાશ ઉર્ફે પકો બકાલી લાલજીભાઇ મોતીવરસ રહે. ઝુરીબાગ પોરબંદરવાળાએ મંગાવેલ હોય. જેથી ઉપરોકત ત્રણેય આરોપીઓ વિરૂધ્ધ બગવદર પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશનનો ગુન્હો રજી. કરવામાં આવેલ છે.
આરોપી હેત્વીક મનસુખભાઈ મોતીવરસ ( ઉ.વ.૨૫ )(રહે. છાંયા પ્લોટ રીલાયન્સ મોલ પાસે વિશ્વકર્મા એન્ટરપ્રાઇઝવાળી ગલીમાં પોરબંદર ) (ર) રાજ ઉર્ફે બટકો હરીશભાઈ મદલાણી (ઉ.વ.૨૭ )(રહે. બોખીરા રીલાયન્સ પેટ્રોલપંપ પાછળ નારાયણનગર પોરબંદર. નહી પકડાયેલ (3) પ્રકાશ ઉર્ફે પકો બકાલી લાલજીભાઈ મોતીવરસ રહે. ઝુરીબાગ પોરબંદર)
પકડાયેલ મુદામાલ (૧) બેગપાઇપર કલાસીક વ્હીસ્કી કંપનીની ૭૫૦ એમ.એલ. ભરેલ બોટલો નંગ-૩૬ કી.રૂા. ૩૯,૬૦૦/-(૨) રોયલ ચેલેન્જ ફાઇનેસ્ટ પ્રીમીયમ વ્હીસ્કી કંપનીની ર લીટર ભરેલ મોટી બોટલો નંગ-૦૬ કી.રૂા. ૨૦,૭૪૮/-
(૩) રેડ એન્ડ બ્લેક બ્લેન્ડેડ મેલ્ટ વ્હીસ્કી કંપનીના ૧૮૦ એમ.એલ ભરેલ ચપટા (નાની બોટલો) નંગ-૯૬ કી.રૂા. ૯૬૦૦/-(૪) ઇમ્પીરીયલ બ્લુ હેન્ડ પીક્ડ ગ્રેઇન વ્હીસ્કી કંપનીની ર લીટર ભરેલ મોટી બોટલો નંગ-૦૭ કી.રૂા. ૨૦,૪૮૨/-
(૫) દારૂ ભરવામાં ઉપયોગ કરેલ થેલા નંગ-ર કી.રૂા. ૨૦૦/-(૬) દારૂ ભરવામાં ઉપયોગ કરેલ શુટકેસ નંગ-૨ કી.રૂા. ૧૦૦૦/-
આ કામગીરીમાં LCB I/C PI આર.કે.કાંબરીયા તથા ASI બટુકભાઇ વિંઝુડા, રાજેન્દ્રભાઇ જોષી, ગોવિંદભાઇ મકવાણા, રણજીતસિંહ દયાતર, મુકેશભાઈ માવદીયા તથા HC ઉપેન્દ્રસિંહ જાડેજા, સલીમભાઇ પઠાણ, ઉદયભાઇ વરૂ, હીમાંશુભાઇ મક્કા, કુલદીપસિંહ જાડેજા, લક્ષ્મણભાઇ ઓડેદરા, જીતુભાઇ દાસા, વિરેન્દ્રસિંહ પરમાર તથા WHC નાથીબેન કુછડીયા તથા PC નટવરભાઇ ઓડેદરા, અજયભાઇ ચૌહાણ તથા ડ્રા. PC રોહિતભાઇ વસાવા વિગેરે રોકાયેલ હતા
(9:51 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
