તા. ૨૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૩ રવિવાર
News of Saturday, 9th August 2025
આજીડેમ પાસેની જાગૃતભાઇ શાહની કિંમતી જમીન બારોબાર વેંચી દેવાઇઃ ૯ જણાની ટોળકીનું કાવત્રું
જનતા સોસાયટીમાં રહેણાંક ધરાવતાં વણિક વેપારી હાલ મુંબઇ રહી શેર ટ્રેડીંગનું કામ કરે છેઃ આજીડેમ પોલીસે તપાસ આદરી : યુપીના ઇશરારખાન પઠાણને નિર્મલા રોડના ભગવાનજીભાઇ નથવાણીએ આ જમીનનું કુલમુખત્યારનામુ કરી આપ્યાના બોગસ દસ્તાવેજ ઉભા કરાયાઃ તપાસ થતાં ખબર પડી કે ભગવાનજીભાઇ અવસાન પામ્યા છેઃ જમીનના બે ભાગ કરી અલગ અલગને વેંચી દીધીઃ આરાપીઓની શોધખોળ : આજીડેમ પોલીસે ઇશરાર ખાન પઠાણ, અરજણ કેશવાલા, રામ કેશવાલા, શ્રીમતી પાર્વતીબેન ભાવાણી, શ્રીમતી કાજલબેન પરમાર, કિરીટ જાવીયા, સીમાબેન ચાવડા, હીનાબેન ચાવડા અને દિલીપ બેલાણી વિરૂધ્ધ ગુનો નોંધ્યો

રાજકોટ તા. ૯: શહેરની જનતા સોસાયટીમાં રહેણાંક ધરાવતાં અને હાલ મુંબઇ રહી શેર ટ્રેડીંગનું કામ કરતાં વેપારી વૃધ્ધની આજીડેમ ચોકડી નજીક વિરાટનગરમાં આવેલી કિંમતી જમીન આશરે ૯૪૦ ચોરસ વારના બોગસ કુલમુખત્યારનામા ઉભા કરી વેંચાણ દસ્તાવેજ બનાવી બારોબાર વેંચી મારવામાં આવતાં ચકચાર જાગી છે. નવ શખ્સોએ એકસંપક કરી કાવત્રુ રચી નિર્મલા રોડ પર રહેતાં વૃધ્ધના નામે બોગસ કુલમુખત્યારનામુ ઉભુ કરી એકે બીજાને, બીજાએ ત્રીજાને એ રીતે છ વખત આ જમીનનો બારોબાર સોદો કરી નાખ્યો હતો. સોૈથી પહેલા જેના નામે કુલમુખત્યારનામુ બન્યું તે મુસ્લિમ શખ્સ મુળ યુપીનો છે. તેને અમુક રકમ ચુકવી કોૈભાંડમાં સામેલ કરાયાની વિગતો બાર આવવાની શક્યતા છે.
આ બનાવમાં આજીડેમ પોલીસે મહિલા કોલેજ ચોક એલઆઇસી બિલ્ડીંગ સામે જનતા સોસાયટી પ્લોટ નં. ૨૧ કોમ્પયુનીટી હોલ પાછળ રહેણાંક ધરાવતાં અને હાલ મુંબઇ સોૈજન્ય એપાર્ટમેન્ટ ભરડાવાડી અંધેરી ખાતે રહેતાં તથા શેર ટ્રેડીંગને લગતું કામ કરતાં જાગૃતભાઇ મહાસુખલાલ શાહ (ઉ.વ.૬૩)ની ફરિયાદ પરથી ઇશરારખાન જમીરખાન પઠાણ, અરજણ મેરામભાઇ કેશવાલા, રામ મેરાણમણભાઇ કેશવાલા, શ્રીમતી પાર્વતીબેન ચતુરભાઇ ભાવાણી, શ્રીમતી કાજલબેન કરમશીભાઇ પરમાર, કિરીટ વિરજીભાઇ જાવીયા, સીમાબેન પરેશભાઇ ચાવડા, હીનાબેન બકુલભાઇ ચાવડા અને દિલીપ દિપચંદ બેલાણી વિરૂધ્ધ આઇપીસી ૪૦૬, ૪૨૦, ૪૬૫, ૪૬૭, ૪૬૮, ૪૭૦, ૪૭૧, ૩૪, ૧૨૦ (બી) મુજબ કાવત્રુ ઘડી એકબીજાની મદદ કરી જાગૃતભાઇની જમીન કે જે આજીડેમ ચોકડથી આગળ યોગીનગરમાં આવેલી છે તેના બોગાસ કુલમુખત્યારનામા બનાવી તેના આધારે દસ્તાવેજ કરાવી લઇ જમીન પચાવી પાડવાનો ગુનો નોંધ્યો છે.
જાગૃતભાઇ શાહે જણાવ્યું છે કે ભાવનગર રોડ આજીડેમ ચોકડી નજીક પેટ્રોલ પંપ પાછળ આવેલ યોગીનગરમાં રેવન્યુ સર્વે નં. ૧૯૨ તથા ૧૯૭ની બીનખેડવાણ જમીનના પ્લોટ નં. ૨ની જમીન ચો.વા. આર. ૯૪૦ બરાબર ચો.મી.આ. ૧૯૭ થાય છે. આ પ્લોટ તા. ૨૫/૫/૧૯૮૧ના રોજ ખરીદ કર્યો હતો. આ પ્લોટ ભગવાનજીભાઇ મંગળજીભાઇ નણવાણીએ ૨૭/૧૦/૧૯૬૭ના રોજ હસનઅલી ખાનભાઇ એન્ડ સન્સ પાસેથી ખરીદ કર્યો હતો. એ પછી ભગવાનજીભાઇએ આ પ્લોટ તા. ૧૮/૮/૧૯૭૫ના રોજ કાંતીલાલ કાનજીભાઇ ડોડીયા-મીલપરા-૮ને રજીસ્ટર વેંચાણ દસ્તાવેજથી આપ્યો હતો. ત્યારબાદ કાંતિભાઇ ડોડીયા પાસેથી મેં ૨૦/૫/૮૧ના રોજ ખરીદ કર્યો હતો. ત્યારથી આ પ્લોટ-જમીનનો કબ્જો દસ્તાવેજ મારી પાસે છે.
આ પ્લોટ ખરીદ કર્યા બાદ અમે ૧૯૯૧માં મુંબઇ વેપાર અર્થે જતાં રહયા હતાં. પ્લોટનું ધ્યાન મારા પિતાજી મહાસુખલાલ શાહ રાખતા હતાં. પિતાજીની ઉમર ૯૬ વર્ષ હોઇ જેથી તે દેખભાળ રાખી શકતાં ન હોઇ અમારા એડવોકેટ મારફત ૭/૧૦/૨૪ના રોજ અમે દૈનિક ન્યુઝપેપરમાં જાહેરનોટીસ આપી હતી. આ જાહેરનોટીસનો જવાબ હીનાબેન બકુલભાઇ ચાવડા અને દિલીપ દીપચંદ બેલાણીએ તેના એડવોકેટ મારફત ૧૫/૧૦/૨૪ના દૈનિક ન્યુઝપેપરમાં આપ્યો હતો. જેમાં તેણે જણાવેલ કે આ જમીન તેના અસીલોએ ખરીદ કરી છે અને અસલ દસ્તાવેજો તેમના અસીલો પાસે છે. ત્યારબાદ હું મુંબઇથી રાજકોટ આવેલ અને મારા એડવોકેટે સામેના વકિલ પાસેથી તેમના અસીલોના દસ્તાવેજોની નકલ માંગી હતી.
જેમાં પ્લોટ નં. ૨ની જમીન વેંચાણ કરવાની સત્તા આપતું ઇશરારખાન જમીરખાન પઠાણના નામનું તા. ૫/૧/૨૦૦૮ના કુલમુખત્યાનામાની નકલ હતી. આ પછી અમે તપાસ કરતાં ખબર પડી હતી કે ઇશરારખાન પઠાણે ભગવાનજી મંગળજી નથવાણીના કુલમુખત્યાર દરજ્જે પ્લોટ નં. ૨ની જમીનનો શ્રીમતી પાર્વતીબેન ચતુરભાઇ ભાવાણી અને કાજલબેન ભગવાનજીભાઇ નથવાણીના નામે વેંચાણ દસ્તાવેજ તા. ૨૦/૮/૨૦૦૮નો ઉભો કરી દીધો છે. આ પછી ભગવાનજીભાઇ નથવાણીના નામના ૫/૦૧/૨૦૦૮ના ઇશરારખાન પઠાણ જોગના કુલમુખત્યારનામા અંગે તપાસ કરતાં ખબર પડી હતી કે ભગવાનજીભાઇ નથવાણી ૧૯/૦૯/૧૦૧૩ના રોજ અવસાન પામ્યા છે. ત્યારબાદ હું મુંબઇથી રાજકોટ આવ્યો હતો અને ભગવાનજીભાઇ નથવાણીના દિકરા અશોકભાઇ રાજકોટ નિર્મલા રોડ પર ફલેટમાં રહે છે તેમને મળવા ગયો હતો અને તેમના પિતાશ્રીના નામના કુલમુખત્યારનામાની કોપી તેમને બતાવતાં તેણે કહેલુ કે આમાં તેના પિતાજીની સહી નથી. તેમજ ફોટોલ પણ તેમના પિતાજીનો નથી. તેમણે તેમના પિતાજીના પાનકાર્ડની નકલ પણ આપી હતી. આથી અમને ખબર પડી હતી કે આરોપીઓએ એકસંપ કરી ભગવાનજીભાઇ નણવાણીના નામનું ૫/૧/૨૦૦૮ની તારીખનું મારા પ્લોટ નં. ૨ની જમીનનું બોગસ કુલમુખત્યારનામુ ઉભુ કરી મારી જમીન પચાવી પાડવા કાવત્રુ ઘડયું છે. ત્યારબાદ વધુ તપાસ થતાં ખબર પડી હતી કે પાર્વતતીબેન ભાવાણી અને કાજલબેન પરમારે પણ પ્લોટના બે ભાગ કરી ૯૪૦ ચો.વા.માંથી પヘમિ તરફનો ૪૭૦ ચો.વા. પ્લોટ ૧૯/૮/૨૦૦૯ના રોજ અરજણભાઇ મેરામભાઇ કેશવાલાને વેંચી દઇ દસ્તાવેજ કરાવી આપ્યો છે. તેમજ ૨૭/૧૦/૨૦૦૯ના રોજ રામભાઇ મેરામણભાઇ કેશવાલાને પણ વેંચાણ કરેલ છે. બાકીનો પુર્વ તરફનો પેલટ ૪૭૦ ચો.વા. પાર્વતીબેન અને કાજલબેને પોતાની પાસે રાખેલ હતો. આ પછી રામભાઇ કેશવાલાએ ૯/૨/૨૦૧૦ના રોજ આ પ્લોટ કિરીટભાઇ વિરજીભાઇ જાવીયાને, કિરીટભાઇ જાવીયએ ૧૩/૦૧/૨૦૧૫ના રોજ સીમાબેન પરેશભાઇ ચાવડાને અને બાદમાં સીમાબેન ચાવડાએ આ પલોટ ૨૨/૩/૨૦૧૮ના રોજ દિલીપ દીપચંદભાઇ બેલાણીને વેંચ્યો છે. ત્યારથી આ પ્લોટ દિલીપ બેલાણીના નામે છે.
બાકીનો ૪૭૦ ચો.વારનો પુવ્ૃ તરફનો પ્લોટ પાર્વતીબેન માવાણી અને કાજલબેન પરમારે પોતાની પાસે રાખ્યો હતો. એ પ્લોટ પણ તા. ૨૩/૮/૨૨ના રોજ તેણે હીનાબેન બકુલભાઇ ચાવડાને વેંચી દીધો છે. આમ આ બધાએ ખોટા કુલમુખત્યારનામાને આધારે બોગસ દસ્તાવેજ બનાવી પ્લોટને વારંવાર વેંચી નાખ્યાની ખબર પડી હતી. ઇશરારખાન પઠાણ, અરજણ કેશવાલા, રામ કેશવાલા, શ્રીમતી પાર્વતીબેન ભાવાણી, શ્રીમતી કાજલબેન પરમાર, કિરીટભાઇ જાવીયા, સીમાબેન ચાવડા, હીનાબેન ચાવડા અને દિલીપ બેલાણીએ એકબીજા સાથે મળી મારી કિંમતી જમીનના બોગસ કુલમુખત્યારનામા ઉભા કરી તેના આધારે દસ્તાવેજ ઉભા કરી લીધા હોઇ તેમજ જમીમાં મેં સીમેન્ટ પાટીયાથી ફેન્સીંગ કરાવી હતી તે પણ જેસીબીથી તોડાવી નાખી ઘુસણખોરી કરી તોડફોડ કરી હોઇ અને હું પ્લોટ ખાતે જતાં મને મારી નાખવાની, રાજકોટ છોડી ભાગી જવાની ધમકી આપી હોઇ અંતે મારે ફરિયાદ કરવી પડી છે. તેમ વધુમાં જાગૃતભાઇ શાહે જણાવતાં આજીડેમ પીઆઇ એ. બી. જાડેજાની રાહબરીમાં પીએસઆઇ જનકસિંહ જી. રાણાએ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
(3:47 PM IST)










