તા. ૨૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૩ રવિવાર
News of Saturday, 9th August 2025
ખંભાળીયાઃ પ૪ મામલતદારોની બદલી

ખંભાળીયા : ગુજરાત સરકારના મહેસુલ વિભાગના સંયુકત સચિવ શ્રી સચિન પટવર્ધનની સહી સાથે ગઇકાલે સાંજે રાજયના પ૪ મામલતદારોની સામુહિક બદલીઓનો હુકમ થયો છે. જેમાં હાલારના ત્રણ બદલાયા છે.
દ્વારકાના મામલતદાર જીજ્ઞેશ એમ. મહેતાને જોડીયા મામલતદાર તરીકે જામનગર જિલ્લામાં મુકાયા છે. ખંભાળીયા મામલતદાર વિક્રમ વરૂને અમરેલી ગ્રામ્ય મામલતદાર તરીકે મુકાયા છે.
અનુભાવથી મામલતદારો તરીકે કામગીરી પુર્ણ કરનારા અમરેલીના સુરેશકુમાર બાલાભાઇ દેસાઇની ખંભાળીયા મામલતદાર તરીકે તથા અનિલકુમાર ધરણાંતભાઇ ભેડાની જામનગરથી દ્વારકા મામલતદાર તરીકે નિયુકત થઇ છે.
ખંભાળીયા મામલતદાર તરીકે વિક્રમ વચ્ચે દબાણો હટાવવાની ખૂબજ સારી કામગીરી કરી હતી તથા દ્વારકામાં પણ તેમણે કામગીરી કરી હતી.
(1:50 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
