News of Saturday, 9th August 2025
ઉદયપુર, માઉન્ટ આબુ અને સાપુતારામાં ગ્રુપ બૂકિંગનો ટ્રેન્ડ
તહેવારોમાં ઘરે રહીને પારિવારિક ઉજવણીમાં ૩૦ ટકાનો ઘટાડો : ૩૦-૫૦ ટકાના વધારા સાથે સ્થાનિક પ્રવાસન સ્થળોમાં જામઃ ઘરે કામનો લોડ ના પડે એ માટે ઘણાં વર્કિંગ કપલ્સમાં ડેસ્ટિનેશન ફેસ્ટિવલનો ટ્રેન્ડ

અમદાવાદ,તા.૯: રક્ષાબંધન અને જન્માષ્ટમીના તહેવારોના કારણે ગુજરાતના ત્રણ મુખ્ય ટ્રાવેલ ડેસ્ટિનેશનલ ઉદયપુર, આબુ અને સાપુતારામાં હોટલોના રૈટમાં ૨૦ ટકાથી લઈને ૫૦ ટકાનો વધારો જોવા મળ્યો છે. તા.૮મીને શુક્રવારની સાંજથી તહેવારની સિઝનનો માહોલ જામતા બજારોમાં તો ભીડ જામી જ છે સાથે સાથે ગુજરાતથી રાજસ્થાન અને મહારાષ્ટ્ર જતાં હાઈવે પર પણ પ્રવાસીઓની ભીડ જામી છે. ગુજરાત ટુરિઝમની ઓફિશિયલ વેબસાઈટના મતે ફેસ્ટિવ સિઝનમાં ૩૦ ટકા પારિવારિક પ્રવાસમાં વધારો થયો છે. જે એ પણ બતાવે છે કે ૩૦ ટકા લોકો તહેવારોમાં વ્યાપક પારિવારીક મેળાવડા કરતાં પોતાના સીમિત ન્યૂક્લિઅર પરિવારને લઈને કોઈને કોઈ ડેસ્ટિનેશન પર ફરવાનું પસંદ કરે છે.
સાપુતારામાં રજીસ્ટર્ડ કુલ ૪૨૫ જેટલી હોટલો અને ગુજરાત મહારાષ્ટ્ર બોર્ડર પર મહારાષ્ટ્રની સીમાઓમાં આવેલી હોટલોમાં રજાઓના કારણે ૩૦ ટકાનો વધારો જોવા મળી રહ્યો છે. અહીં અમદાવાદ ઉપરાંત સુરત અને મુંબઈની પણ ભીડ જોવા મળી રહી છે. ઉદયપુરમાં અંદાજિત ૬૪ ફાઈવ સ્ટાર હોટેલો સહિત ૪૫૦૦ જેટલી હોટલોમાં મોટા ભાગની હોટલો થ્રી સ્ટાર અને તેનાથી નીચલી કેટેગરીની છે જેમાં સામાન્ય દિવસોમાં રૂ.૮૦૦ થી લઈને રૂ.૩૦૦૦ સુધીનો પ્રતિ ટ્ટ દિન રેટ હોય છે જે અત્યારે ૫૦ ટકાના વધારા સાથે જોવા મળી રહ્યો છે. જો કે ઘણાં ગુજરાતીઓએ આ પ્રકારની તકલીફના પડે એ માટે અગાઉથી જ એક કે બે મહિના પહેલા બુકિગ કરાવ્યું છે.
હોટેલો ઉપરાંત હોમસ્ટે અને છૂટા છવાયા રિસોર્ટ છે જ્યાં બધે જ મોટા ભાગે પારિવારિક બુકિંગને કારણે ૩૦થી ૪૦ ટકાનો વધારો જોવા મળી રહ્યો છે. ગુજરાતમાં આજથી દસ વર્ષ પહેલાં તહેવારોમાં પારિવારિક ઉત્સવનો ટ્રેન્ડ નાનકડા આબુમાં અંદાજિત ૩૭૦ વિશેષ હોવાને કારણે લોકો ઘરે રહીને પ્રવાસની મજા માણતાં પરંતુ કોરના કાળ પછી રિસોર્ટ સાથે પોતાના ન્યૂક્લિઅર ફેમિલી અથવા મિત્ર વર્તુળ સાથે ગ્રૂપ બુકિંગનો ટ્રેન્ડ વ્યાપક રીતે જોવા મળી રહ્યો છે. જેની સીધી અસર ગુજરાતના સ્થાનિક અને નજીકના પ્રવાસન સ્થળો પર જોવા મળી રહી છે. હવે માત્ર વેકેશન જ નહીં પરંતુ કોઈપણ રજાઓમાં લોકો ત્વરિત ફરવા નીકળી જાય છે તે કોરોના બાદની નવી સહજ તાસીર લોકોમાં જોવા મળી રહી છે.
અમદાવાદના જાણીતા ટૂર ઓપરેટરના મતે મોટા ભાગના નોકરિયાત પતિ-પત્ની ઘરે ઉત્સવ કરે તો કામ વધે, લોડ વધે અને આરામ પણ ન થાય. જેને ધ્યાનમાં લઈને ડેસ્ટિનેશન ફેસ્ટિવલની એક પરંપરા ચાલુ થઈ છે. તેઓ માનસિક આરામ માટે ગમે તેટલાં પૈસા આપીને પણ રજાઓમાં બહાર જવાનું પસંદ કરે છે.(૪૦.૭)
(10:22 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
