તા. ૨૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૩ રવિવાર
News of Saturday, 9th August 2025
વાંકાનેર પાસે ૫૩ લાખનો દારૂનો જથ્થો પકડાયો
ડુંગળીની આડમાં વિદેશી દારૂની હેરાફેરીનો પદાર્ફાશઃ આઇશર સહિત ૬૦ લાખના મુદામાલ સાથે હરિયાણાના શખ્સની ધરપકડ

તસ્વીરમાં પકડાયેલ દારૂનો જથ્થો અને પોલીસ સ્ટાફ નજરે પડે છે. (તસ્વીરઃ લિતેશ ચંદારાણા, વાંકાનેર)(૨.૨૫)
(લિતેશ ચંદારાણા દ્વારા) વાંકાનેર તા.૯: વાંકાનેર સીટી પોલીસ ટીમના હેડ કો. યશપાલસિંહ પરમાર તથા રવિભાઈ લાવડીયાને મળેલ ચોક્કસ ખાનગી બાતમીને આધારે પોલીસે જકાતનાકા પાસે વોચ ગોઠવી ફિલ્મી ઢબે આઇસરનો પીછો કરી વઘાસીયા ટોલનાકા પાસેથી આઇસરને રોકાવી ડુંગળીની આડમાં લઈ જવાતા રૂ. ૫૩ લાખના વિદેશી દારૂના જથ્થા સાથે એક ઇસમની ધરપકડ કરી હતી.
પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર સીટી પોલીસને ખાનગી રાહે બાતમી મળી હોય કે, એક ટાટા આઇસર નં. જીજે-૧૨-બીએકસ-૫૬૭૯ માં સડેલી અને સારી ડુંગળીની આડમાં વિદેશી દારૂ ભરીને વાંકાનેર બાઉન્ડ્રી તરફથી મોરબી તરફ જઈ રહ્યો હોય, જેના આધારે જકાતનાકા પાસે પોલીસે વોચ ગોઠવી આઇસરનો પીછો કરી વઘાસીયા ટોલનાકા નજીકથી વાહનને પકડી તલાશી લેતા ડુંગળીના જથ્થા નીચેથી એવરગ્રીન વ્હીસ્કીની ૭૫૦ મીલીની ૪૦૭૮ બોટલ અને રોયલ સિલેક્ટની ૧૮૦ મીલિની ૨૭૮૪ બોટલ તથા રીતઝ વ્હીસ્કીના ૧૮૦ એમએલના ૬૫૬ ક્વાર્ટર, અને ડુંગળીના ૮૦ કટા સહિત કુલ રૂ. ૬૦,૦૨,૨૨૦ ના મુદ્દામાલ સાથે આરોપી મોહમદઉસ્માન મોહંમદઉંમર મેવુ (રહે. હરિયાણા)ની ધરપકડ કરી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
(12:17 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
