<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 9th August 2025

બોપલમાં શેર દલાલના આપઘાત પ્રકરણમાં સુરેન્‍દ્રનગર જીલ્લાના ત્રણ શખ્‍સોની ધરપકડ : તપાસમાં નવો વળાંક

(ફારૂક ચૌહાણ દ્વારા) વઢવાણ, તા., ૯ :  બોપલમાં શેરદલાલના આપઘાત પ્રકરણમાં હથિયાર આપનારા લખતરના ઇંગરોડી અને પાટડીના ગેડિયા ગામના ત્રણ શખ્‍સોના નામ સામે આવ્‍યા છે. આ પૈકી ૨ શખસો મામા-ફોઇના દીકરા થતાં હતા અને ૫ વર્ષ પહેલાં બોપલના શેર દલાલના સંપર્કમાં આવ્‍યા હોવાનું જાણવા મળ્‍યું છે. તા. ૫ ઓગસ્‍ટની બપોરે મળતક યુવાને વોટ્‍સએપ કોલ કરી હથિયારનું સેટિંગ કરી આપવાનું જણાવતાં ખેરવાના શખ્‍સ પાસેથી એક દિવસ માટે દેશી બનાવટની પિસ્‍તોલ, ૪ કાર્ટીઝ લીધા હતા.

મળતક યુવકે દુબઇથી સોનું લઇને આવેલાને લૂંટવા હથિયાર મંગાવ્‍યુ઼ હતુ પરંતુ પોતે આપઘાત કરી લેતાં બે વ્‍યક્‍તિની અટકાયત કરી પૂછપરછ હાથ ધરવામાં આવી છે.

બોપલના શિવાલીક રો-હાઉસમાં પરિવાર સાથે રહેતાં અને શેરદલાલ કલ્‍પેશ ટુડિયા (૪૧)એ તા.૫ ઓગસ્‍ટે રાતે ૮ વાગ્‍યા આસપાસ લમણ ગોળી મારી આપઘાત કરી લે છે.

આ સ્‍થળે સ્‍થળ ઉપર હાજર બે શખ્‍સો ઘટના બાદ કારમાં ભાગી ગયાનું સામે આવતાં પોલીસની ટીમે કારના નં.જીજે.૨૭-ડીએમ-૭૦૭૫ની તપાસ હાથ ધરતાં આ કાર ઇંગરોડીના નસીબખાન એચ. મલેકની હોવાનું ખૂલ્‍યું હતું. તેમનો દીકરો સાહિરખાન મલેક, ફોઇના દીકરા રશીદખાન મહંમદખાન મલેક રહે.ગેડિયા સાથે જઇ ખેરવાથી અશરફખાન મનવરખાન પાસેથી એક દિવસમાં પરત કરવાની શરતે હથિયાર લીધું હતું. ત્‍યારબાદ પિસ્‍તોલ અને ૪ કાર્ટીઝ સાથે ગાડીમાં બોપલ આવ્‍યા હતા. જ્‍યાં કલ્‍પેશ ટુડિયાને હથિયાર આપતાં તેણે કપડાં બદલી આવું કહી ઘરમાં ગયા બાદ આત્‍મહત્‍યા કરી લીધી હતી.

પોલીસે ગુરુવારે મોડી રાત્રે પોણા એક વાગ્‍યે ૩૩ વર્ષીય સાહિરખાન નસીબખાન હાજીખાન મલેકની અટકાયત કરી તેમની પાસેથી મોબાઇલ, કારની ચાવી, કારના ડ્રોઅરમાંથી મળેલી પિસ્‍તોલ કબ્‍જે કરી હતી. જ્‍યારે ૨૮ વર્ષીય રશીદખાન મહંમદખાન હુસેનખાન મલેક પાસેથી મોબાઇલ સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. સાહિરખાન સામે વિરમગામ રૂરલમાં હથિયારોની હેરાફેરી, રાજકોટમાં વિશ્વાસઘાત, લીંબડી અને લૂંટ અને છેતરપિંડી તેમજ રશીદખાન સામે પણ હથિયાર મામલે મળી બંને સામે ૬ ગુના નોંધાયેલા છે. બોપલ કેસમાં પણ હથિયાર અંગેનો ગુનો નોંધાયો છે.

૫ ઓગસ્‍ટે કલ્‍પેશે સાહીરખાનને દુબઇથી એક પાર્ટી સોનું લઇને આવે છે. તે હથિયાર હશે તો ડરશે. આ સમગ્ર મામલે પિતા-પુત્ર અને ૭૦-૮૦ લાખના દેવાની વાત પણ સામે આવતાં કેસમાં નવો વળાંક આવ્‍યો છે

સાહીરખાન નસીબખાન હાજીખાન મલેક, રહે. ઇંગરોડી, રશીદખાન મહંમદખાન મલેક, રહે. ગેડીયા, અસરફખાન મનવરખાન મલેક રહે.ગેડીયા, કલ્‍પેશ નાજીભાઇ ટુડીયા રહે. ધુમા (બોપલ), અમદાવાદ સામે રાવ થઇ છે.

સાહીરખાને જણાવ્‍યું હતું કે, શેર દલાલ કલ્‍પેશ સાથે શીલજમાં રહેતાં મૂળ ભાવનગર અને અમરેલીના શખ્‍સો થકી ૫ વર્ષ અગાઉ મુલાકાત થઇ હતી. તે વખતે ફોન નંબરની આપલે કરી હતી.

ફાયરીંગનો અવાજ આવતાં સાહીર અને રશીદ કલ્‍પેશના મકાનમાં ગયા હતા. જ્‍યાં તેની દીકરી પૂર્વા રડતી રડતી વીડિયોકોલ ઉપર કોઇના સાથે વાત કરી હતી. હથિયાર પલંગ ઉપર પડ્‍યું હતું. વીડિયોકોલમાં પોતે નજર ન આવી જાય તે માટે ફોન કટ કરી ગાડીમાં બેસીને ફરાર થઇ ગયા હતા.

(12:05 PM IST)