<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 10th August 2025

મોડાસાના બાયપાસ સ્ટેટ હાઈવે પર કાર માઝૂમ નદીમાં ખાબકી: ત્રણ લોકોના મોત

કાર પૂરઝડપે આવી અને બ્રિજ પરનું ડિવાઈડર તોડીને સીધી માઝૂમ નદીમાં ખાબકી

અરવલ્લી જિલ્લાના મોડાસા શહેરમાં એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં મોડાસાના બાયપાસ સ્ટેટ હાઈવે પર એક કાર પુલ પરથી કાબુ ગુમાવીને નીચે માઝૂમ નદીમાં ખાબકી હતી. આ અકસ્માતમાં કારમાં સવાર 5 લોકોમાંથી 3ના મોત થયા હોવાની આશંકા છે. આ ઘટના મોડાસાના બાયપાસ સ્ટેટ હાઈવે પર બની હતી. જ્યાં એક કાર પૂરઝડપે આવી રહી હતી અને બ્રિજ પરનું ડિવાઈડર તોડીને સીધી માઝૂમ નદીમાં ખાબકી હતી

     અકસ્માત થયા બાદ આસપાસના સ્થાનિક લોકોએ તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરી હતી. સ્થાનિકોએ કારમાં ફસાયેલા 5 લોકોને બહાર કાઢવાનો પ્રયાસ કર્યો હતો. તદુપરાંત તેમણે પોલીસ, 108 અને ફાયર બ્રિગેડની ટીમને પણ ઘટનાની જાણ કરી દીધી હતી. અકસ્માતને પગલે મોટી સંખ્યામાં લોકોના ટોળાં ઘટનાસ્થળે ઉમટી પડ્યા હતા. 

   સ્થાનિકોના જણાવ્યા અનુસાર કારમાં સવાર 5 લોકોમાંથી 3ના મોત થયા હોવાની આશંકા જણાઈ રહી છે. જોકે આ અંગે કોઈ સત્તાવાર જાહેરાત હજુ કરવામાં આવી નથી. પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમે ઘટનાસ્થળે પહોંચીને બચાવ કામગીરી શરૂ કરી હતી. આ ઘટનાએ ફરી એકવાર માર્ગ સલામતી અને બેફામ વાહન ચલાવતા વાહનચાલકો પર ગંભીર સવાલો ઉભા કર્યા હતા.  

 

(12:23 AM IST)