તા. ૨૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૩ રવિવાર
News of Saturday, 9th August 2025
ગીરગંગા પરિવાર ટ્રસ્ટના પ્રમુખ દિલીપભાઇ સખિયાનો કાલે જન્મદિન

રાજકોટઃતા.૯, રાજકોટ જિલ્લા કિસાન સંઘના પૂર્વ પ્રમુખ વ્યવસાયે ખેડૂત અને ગીર ગાયોના જતન માટે સદા અગ્રેસર એવા દિલીપભાઇ સખિયાનો કાલે ૧૦ ના ૪૯ મો જન્મદિવસ છે. દિલીપભાઇ રાજકોટમાં છેલ્લા ૧૩ વર્ષથી ગીર ગાયનું શુદ્ધ દૂધ પૂરૂ પાડે છે. ‘‘ પાણી છે તો જીવન છે'' એ તેમનો જીવન મંત્ર છે. પૂરી ટીમ સાથે ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા સંપૂર્ણ લોક ભાગીદારીથી અલગ-અલગ જિલ્લામાં૧,૧૧,૧૧૧ ચેકડેમો રીપેરીંગ, ઊંડા, ઉંચા તેમજ નવા બનાવવા બોર રિચાર્જ, ખેત તલાવડી, સોસ ખાડા જેવા વરસાદી અમૃત સમાન શુદ્ધ પાણીનો યોગ્ય જતનથી સૃષ્ટિ પરના દરેક જીવજંતુ પશુ પક્ષી અને માનવજાતના રક્ષણ સાથે દેશની આર્થિક સમૃદ્ધિમાં ખૂબ મોટો વધારો થાય તેવા હેતુથી દૃઢ સંકલ્પ સાથે કાર્ય કરી રહ્યા છે. અત્યાર સુધીમાં ૮,૦૦૦ થી વધુ જળ સંચયના કાર્ય કરેલ છે. તેમના મો. ૯૪૨૭૨ ૦૭૮૬૮ છે.
(2:23 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
