તા. ૨૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૩ રવિવાર
News of Saturday, 9th August 2025
દાંતા શહેરમાં અસામાજિક તત્વો બેફામ બન્યા : જાહેરમાં યુવક પર તિક્ષ્ણ હથિયાર વડે હુમલો
પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળ પર પહોંચી: પોલીસે ઈજાગ્રસ્ત યુવકને ગંભીર હાલતમાં સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડ્યો

બનાસકાંઠા જિલ્લાના દાંતા શહેરમાં અસામાજિક તત્વો બેફામ બન્યા હતા. અહીં જાહેરમાં એક યુવક પર તિક્ષ્ણ હથિયાર વડે હુમલો કરવામાં આવ્યો હતો. હુમલાની ઘટના સામે આવતા સમગ્ર પંથકમાં ભયનો માહોલ ફેલાયો હતો. આ ઘટનાને કારણે સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. આ ઘટનાની જાણ થતા જ તાત્કાલિક પણે પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળ પર પહોંચી ગઈ હતી. પોલીસે ઈજાગ્રસ્ત યુવકને ગંભીર હાલતમાં સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડ્યો હતો.
(9:28 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
