તા. ૨૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૩ રવિવાર
News of Saturday, 9th August 2025
આશરે એક લાખ વર્ષ પહેલાં આફ્રિકન અને એશિયાઈ સિંહ જુદા થયા હતાઃ એ સમયે સિંહ બિહારથી લઈને પંજાબ, રાજસ્થાન અને ગુજરાત સુધી વિહરતા હતા
બિહારમાંથી ૧૮૪૦, દિલ્હીમાંથી ૧૮૩૪, ભાગલપુરમાંથી ૧૮૪૨, પૂર્વીય વિંધ્ય અને બુંદેલખંડમાંથી ૧૮૬૫, મધ્ય ભારતમાંથી અને રાજસ્થાનમાંથી ૧૮૭૦ અને અરવલ્લીના વિસ્તારોમાંથી ૧૮૮૦ સિંહો : સૌરાષ્ટ્રની બહાર છેલ્લો સિંહ ૧૮૮૪માં નોંધાયો હતોઃ આ સમયે સૌરાષ્ટ્રમાં સિંહ ધ્રાંગધ્રા, જસદણ, ચોટીલા, આલેચના ડુંગરા, બરડા ડુંગર, ગિર અને ગિરનારમાં અસ્તિત્વ ધરાવતા હતા

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળિયા તા. ૮ :.. એશિયાઇ સિંહોને સ્થાનિકમાં સિંહ, સાવજ, કેશરી, ઉનિયો વાઘ, બબ્બર શેર તરીકે ઓળખવામાં આવે છે. સિંહને અંગ્રેજીમાં Asiatic Lion કહેવામાં આવે છે.
સિંહનું વૈજ્ઞાનિક નામ Panthera leo Persica છે. દુનિયામાં ભાગ્યે જ કોઈ એવી વ્યક્તિ હશે કે જેણે સિંહ કે સાવજ શબ્દ સાંભળ્યો ન હોય! આપણે જ્યારે સિંહ શબ્દ સાંભળીએ તો આપણા મગજમાં એક આકળતિ રચાય છે.
દુનિયાનું એક શક્તિશાળી અને સુંદર પ્રાણી. સિંહ ઘણી બધી જગ્યાએ જોવા મળે છે. સાંસ્કળતિક પ્રતીક સાથે અને એક ચિホ તરીકે, ધ્વજ ઉપર, ધાર્મિક સ્થળોએ, ઐતિહાસિક સ્થળોએ જોવા મળે છે. જ્યાં સિંહનું પ્રતીક હોય તો તે વધુ જાજરમાન લાગે છે
ગીરનો સિંહ પુસ્તકમાં લેખક શ્રી ડો.સંદિપકુમાર અને બીજા લેખક શ્રી મોઇન પઠાણે આ પુસ્તકમાં એવું નોંધ્યુ છે કે, ઐતિહાસિક રીતે સિંહ સમગ્ર મધ્ય તહેરિન, આરબ દેશો અને ભારતમાં હતા અને આફ્રિકા સુધી વિસ્તારેલા હતા.
એક માન્યતા એવી છે કે ઈ.સ. ૧૧૦૦માં યુરોપમાંથી સિંહ નામશેષ થઈ ગયા. ૧૨મી સદીમાં પેલેસ્ટાઈનમાં અને ૧૯મી સદીની શરૂઆત સુધીમાં સિરિયા અને ઈરાનમાં સિંહ જોવા મળ્યા હોય તેવા પુરાવા છે.
સિંહ હવે માત્ર આફ્રિકા અને ભારતમાં બચ્યા છે. આશરે ૧,૦૦,૦૦૦ વર્ષ પહેલાં આફ્રિકન એશિયાઈ સિંહ જુદા પડી ગયા હતા. એ સમયે સિંહ બિહારથી લઈને પંજાબ, રાજસ્થાન અને ગુજરાત સુધી વિહરતા હતા.
સિંહોનો લુપ્ત થવાનો સમય જોઈએ તો બિહારમાંથી ૧૮૪૦, દિલ્હીમાંથી ૧૮૩૪, ભાગલપુરમાંથી ૧૮૪૨, પૂર્વીય વિંધ્ય અને બુંદેલખંડમાંથી ૧૮૬૫, મધ્ય ભારતમાંથી અને રાજસ્થાનમાંથી ૧૮૭૦ અને પヘુિમ અરવલ્લીના વિસ્તારોમાંથી ૧૮૮૦માં સિંહ લુપ્ત થઈ ગયા હતા. સૌરાષ્ટ્રની બહાર છેલ્લો સિંહ ૧૮૮૪માં નોંધાયો હતો. શિકારની પ્રવળતિએ ભારતના બીજા ભાગોમાંથી ૧૮૮૦ સુધીમાં સિંહની વસ્તીને નામશેષ બનાવી દીધી હતી.
સૌરાષ્ટ્રમાં સિંહ ધ્રાંગધ્રા, જસદણ, ચોટીલા, આલેચના ડુંગરા, બરડા ડુંગર, ગીર અને ગીરનારમાં અસ્તિત્વ ધરાવતા હતા. ૧૯મી સદીની શરૂઆતમાં ખેતી અને આધુનિકીકરણના કારણે જંગલો ઘટવાથી ગીર, ગીરનાર અને આલેચ તથા બરડા વચ્ચેના અવરજવરના માર્ગો બંધ થઈ ગયા. આથી છેવટે સિંહની વસ્તી ગીરનાં જંગલો પૂરતી સીમિત રહી ગઈ.
ભારતમાં સિંહનું એક મોભાદાર પ્રાણી તરીકે ઘણું મહત્વ છે. એક સમયે ભારતમાં સિંહનો શિકાર એ એક શાહી રમત ગણવામાં આવતી. યુરોપિયન અને બ્રિટિશ અમલદારોને જૂનાં રજવાડાં અને નવાબ શિકાર રમવા બોલાવતા અને પરિણામ સ્વરૂપ સમગ્ર ભારતમાંથી સિંહ નામશેષ થઈને માત્ર ગીરમાં બચ્યાં.
ગીરમાં પણ તેઓની સંખ્યા માત્ર પચાસ જેટલી જ બચી હતી. આ એક ભયસૂચક સંકેત હતો. પછી ગીરને રક્ષિત વિસ્તાર તરીકે જાહેર કરવામાં આવ્યો હતો.
સરકાર અને સ્થાનિક લોકોના સહયોગથી ઉત્તરોત્તર સિંહોની સંખ્યા ગુજરાતમાં વધી રહી છે. વર્ષ- ૨૦૨૫માં થયેલી સિંહની છેલ્લી વસ્તી ગણતરી મુજબ ગીરમાં ૮૯૧ સિંહો નોંધાયા છે. હાલમાં બરડા ડુંગરમાં ૧૭ જેટલા સિંહો વસવાટ કરી રહ્યા છે.
સંદર્ભ પુસ્તક :
ગીરનો સિંહ
(11:50 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
