તા. ૨૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૩ રવિવાર
News of Saturday, 9th August 2025
મઝહરભાઇ હરિયાણાવાલાનું ટુવ્હીલર ઘરના ફળીયામાંથી ‘છૂ'
વંડી ટપીને આવેલો ઉઠાવગીર ચોરી કરી ગયો : જ્યુબીલી બાગ નજીક ઠાકર હોટેલ પાછળ હરિયાણા હાઉસમાં બનાવઃ એ-ડિવીઝનમાં ફરિયાદ નોંધાવાઇ

રાજકોટ તા. ૯: જ્યુબીલી સામે ઠાકર હોટેલ પાછળ રહેતાં વેપારીનું ટુવ્હીલર તેમના ઘરના ફળીયાંથી ચોરાઇ ગયું છે. આ અંગે એ-ડિવીઝન પોલીસે કસ્તુરબા રોડ પર ધી ગ્રાન્ડ ઠાકર હોટલ પાછળ ઇવનીંગ પોસ્ટવાળી ગલીમાં હરિયાણા હાઉસમાં રહેતાં અને વિજયપ્લોટ-૩માં ડીજીટલ સાઇનેજ પ્રિન્ટીંગ નામે પ્રેસ ચલાવતાં દાઉદી વ્હોરા મઝહરભાઇ યુસુફભાઇ હરિયાણાવાલા (ઉ.વ.૪૧)ની ફરિયાદ પરથી ગુનો નોંધ્યો છે. મઝહરભાઇએ જણાવ્યું હતું કે તા. ૭ના રાતે દસેક વાગ્યે મેં મારી ટીવીએસ જ્યુપીટર જીજે૦૩એનએસ-૬૩૨૭ દુકાનેથી આવ્યા બાદ મારા ઘરના ફળીયામાં પાર્ક કરી રાખ્યું હતુ અને ડેલી બંધ કરી દીધી હતી. બીજા દિવસે સવારે છએક વાગ્યે હું જાગ્યો ત્યારે ફળીયામાંથી મારુ રૂા. ૬૫ હજારની કિંમતનું ટુવ્હીલર ગાયબ હતું. કોઇ ઘરની દિવાલ ટપી અંદર ફળીયામાં કુદી ડેલી ખોલી મારુ આ વાહન ચોરી ગયું હતું. તેમ વધુમાં તેણે કહેતાં હેડકોન્સ. એલ. જે. જતાપરાએ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
(3:54 PM IST)










