<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 9th August 2025

જામનગર મોરકંડા રોડ પાસે રીઝવી પાર્કમાથી ધોડી પાસાનો જુગાર રમતા 9 શખ્શોને ઝડપી લેવાયા :અન્ય બે આરોપી ફરાર

જામનગર સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમેં બાતમીના આધારે રીઝવી પાર્કમાં અંદર છેલ્લી શેરીમાં રેડ પડી જુગારીઓને ઝડપી લીધા

જામનગર જીલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલૂ જામનગરનાઓએ પ્રોહી-જુગાર શોધી કાઢવા સુચના આપેલ હોય તેમજ નાયબ પોલીસ અધિક્ષક જયવીરસિહ એન.ઝાલાના માર્ગદર્શન મુજબ
 સીટી એ ડીવી પો.સ્ટે.ના પોલીસ ઇન્સપેકટર એન.એ.ચાવડાની સૂચનાથી સર્વેલન્સ સ્ટાફના માણસો જામનગર સીટી એ ડીવી પો.સ્ટે. વિસ્તારમા પ્રોહી-જુગાર અંગે નાઇટ પેટ્રોલીંગમાં હતા દરમ્યાન પો.હેડ.કોન્સ. યોગેન્દ્રસિંહ નીરૂભા સોઢા તથા પો.હેડ.કોન્સ. વિજયભાઇ બળદેવભાઇ કાનાણી તથા પો.કોન્સ. રૂષીરાજસિહ લાલુભા જાડેજા ને સંયુક્ત બાતમી રાહે હકીકત મળેલ કે, મોરકંડા રોડ પાસે આવેલ રીઝવી પાર્ક મા અંદર છેલી શેરીમા સ્ટ્રીટ લાઇટ ના અજવાળે જાહેરમાં આર.સી.સી.રોડ ઉપર અમુક શખ્શો  ઘોડી પાસા વડે રૂપીયાના દાવ લગાડી પૈસાની હારજીત કરી જુગાર રમે છે. 

   તેવી હકીકતના આધારે રેઇડ કરતા આરોપી નં (૧) હિતેષ મગનલાલ વાહેર રહે.રાજપાર્ક નીલકંથ ફલેટ ની પાછળ શેરી નં ૦૩ જામનગર (૨) ભગવતીપ્રસાદ ઉર્ફે મુનો ભગવાનદાસ જામવેચા રહે રામેશ્વરનગર નવજીવન સોસાયટી બ્લોક નં ૩૬ જામનગર (૩) હાજી અયુબભાઇ ખફી રહે.રબાનીપાર્ક શેરી નં ૦૩ મોરકંડા રોડ જામનગર (૪) અલી ઇબ્રાહીમભાઇ વારીયા રહે. ખોજાનાકા પાછળ ખાઇફળી જામનગર (૫) અચાન ઉર્ફે બાબાકાદરભાઇ ચાકી રહે ખોજાનાકા લાલખાણ મદીના મસ્જીદ ચાકી કબ્રસ્તાન પાસે જામનગર (૬) ભગવાનજીભાઇ રામજીભાઇ પરમાર રહે.કાલાવાડનાકા બહાર બાબુઅમૃતના વાડા પાસે જામનગર (૭) અબુ આમદ ફુલવડી રહે.આરબ જમાતખાના પાસે શેરી-૪ ઇસ્માઇલભાઇ સંધીના મકાનમાં જામનગર (૮) મહેન્દ્રસિંહ ઉર્ફે મેંદુભા રૂપસિંહ રાઠોડ રહે.નવાગામ ઘેડ ડેન્ટલ હોસ્પીટલ પાસે જામનગર (૯) ખલીલ ઇસ્માઇલભાઈ કોરા રહે.કાલાવાડનાકા બહાર મોટાપીરચોક અલી હુસેનની મસ્જીદ પાસે જામનગર વાળાઓ પકડાઇ ગયેલ અને અન્ય આરોપી નંબર (૧૦) આબીદ ઉર્ફે આબ્લો મકરાણી રહે. ખોજાનાકા જામનગર (૧૧) સાહિદ ઇમતીયાજ ખફી રહે ટીટોડીવાડી જામનગર વાળઓ નાશી ગયેલ 

  પકડાયેલ આરોપીઓ પાસેથી રોકડ રૂ.૨૫,૮૦૦/- તથા મોબાઇલ ફોન નંગ -.૬ કિ રૂ.૩૦,૦૦૦ તથા મોટરસાયકલ નંગ-૦૩ કિ રૂ.૭૫,૦૦૦/- તથા ધોડી પાસા નંગ -૨ કી રૂ.૦૦/૦૦ મળી કુલ રૂ.૧,૩૦,૮૦૦/- ના મુદામાલ સાથે પકડી પાડી પો.કોન્સ. રૂષીરાજસિહ લાલુભા જાડેજાએ ફરીયાદ આપી પો.હેડ.કોન્સ. શ્રી વિજયભાઇ બળદેવભાઇ કાનાણીએ ધોરણસરની કાર્યવાહી કરેલ છે.

(11:12 PM IST)