<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 9th August 2025

ઝાંખર ગામ તુલસી પાનની બાજુમા જાહેરમાં ગંજીપતાના પાના વડે જુગાર રમતા 4 શખ્શોને પકડી પાડતી મેઘપર(પડાણા) પોલીસ

બાતમીના આધારે જુગાર રમતા ચાર આરોપીઓની રોકડા રૂપીયા ૧૦,૨૯૦ સાથે ધરપકડ કરાઈ

જામનગર :અશોકકુમાર સાહેબ (IPS) પોલીસ મહાનિરીક્ષક રાજકોટ રેન્જ વિભાગ રાજકોટ નાઓએ પ્રોહી/જુગારની ગે.કા. પ્રવ્રુતિ નેસ્ત નાબુદ કરવા સુચના આપેલ હોય, જે અનુસંધાને જામનગર પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ (IPS) નાઓ દ્વારા જામનગર જીલ્લામાં પ્રોહી/જુગારની ગે.કા. પ્રવૃતિ દુર કરવા અસરકારક કાર્યવાહી કરવા સુચના કરવામાં આવેલ હોય, તેમજ મદદનીશ પોલીસ અધિક્ષક પ્રતિભા લાલપુર વિભાગનાઓના |માર્ગદર્શન મુજબ મેઘપર(પડાણા) પો.સ્ટે.ના થાણા અધિકારી પોલીસ ઇન્સ્પેક્ટર પી.ટી.જયસ્વાલ તથા સ્ટાફના માણસો પો.સ્ટે. વિસ્તારમાં પ્રોહી/જુગારની ગે.કા. પ્રવ્રુતિ અંગે પેટ્રોલીંગમાં હતા.
દરમ્યાન પોલીસ ઇન્સ્પેક્ટર પી.ટી.જયસ્વાલ સાહેબ તથા પો. કોન્સ. ધર્મેન્દ્રસિંહ આર. ઝાલા નાઓને મળેલ હકિકત આધારે ઝાંખર ગામ તુલસી પાનની બાજુમાં જાહેરમા ગંજી પત્તાના પાના તથા પૈસાની હાર જીત કરી, તીનપતી રોન પોલીસ નામનો જુગાર રમતા ચાર આરોપીઓના કબ્જામાથી રોકડા રૂપીયા ૧૦,૨૯૦/- તથા ગંજીપતાના પાના નંગ પ૨ જેની કીં.રૂ.૦૦/૦૦ એમ કુલ મુદ્દામાલ કીં.રૂ.૧૦,૨૯૦/- સાથે આરોપીઓને પકડી પાડી આરોપીઓ વિરૂધ્ધ જુ.ધા. કલમ ૧૨ મુજબ પોલીસ કોન્સ. ધર્મેન્દ્રસિંહ આર. ઝાલા નાઓએ ફરીયાદ આપેલ હોય અને થાણા અધિ. પોલીસ ઇન્સ્પેક્ટર પી.ટી.જયસ્વાલનાઓએ કાયદેસરની કાર્યવાહી કરેલ છે.
પકડાયેલ આરોપીઓ (૧) કાથળજી જેઠીજી ચુડાસમા ઉ.વ.૫૮ ધંધો:-મજુરી રહે:-ઝાંખર ગામ તુલસી પાનની બાજુમા તા.લાલપુર જી.જામનગર(૨) ધર્મેન્દ્રસિંહ પ્રભાતસિંહ જેઠવા ઉ.વ.૨૫ ધંધો:-મજુરી રહે:-ઝાંખર ગામ પાદરની બાજુમા તા.લાલપુર જી.જામનગર(૩) મહાવીરસિંહ ચંદુભા જાડેજા ઉ.વ.૩૭ ધંધો:-મજુરી રહે:-ઝાંખર ગામ તુલસી પાનની બાજુમા તા.લાલપુર જી.જામનગર (૪) રાજેન્દ્રસિંહ ખાનુભા જાડેજા ઉ.વ.૪૯ ધંધો:-મજુરી રહેઃ-ઝાંખર ગામ તુલસી પાનની બાજુમા તા.લાલપુર જી.જામનગર
આ કામગીરી પોલીસ ઇન્સ્પેક્ટર પી.ટી.જયસ્વાલબ તથા પો. કોન્સ. ધર્મેન્દ્રસિંહ આર. ઝાલા તથા પો.કોન્સ. ગૌતમભાઇ એચ. ચાવડા દ્વારા કરવામાં આવેલ છે.

(11:15 PM IST)