<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 9th August 2025

અભિવ્‍યક્‍તિની આઝાદીના નામે હિન્‍દુ દેવતાઓનું અપમાન કરી શકો નહીં: મદ્રાસ હાઈકોર્ટ

કોર્ટે ફેસબુક પોસ્‍ટ લઈને નોંધેલા કેસની તપાસ કરવાની રીત અને તેને બંધ કરવા પર પણ પોલીસની ટીકા કરી

 

 

ચેન્નઇ તા.૯: હિન્‍દુ દેવતાઓના અપમાન સંબંધિત કેસ મામલે મદ્રાસ હાઇકોર્ટે તમિલનાડુ પોલીસની ઝાટકણી કાઢી છે. હાઈકોર્ટે કહ્યું છે કે હિન્‍દુ દેવી-દેવતાઓને અપમાનજનક રીતે રજૂ કરાય તે ઉચિત નથી.આ સાથે જ કોર્ટે ફેસબુક પોસ્‍ટ લઈને નોંધેલા કેસની તપાસ કરવાની રીત અને તેને બંધ કરવા પર પણ પોલીસની ટીકા કરી છે.

એક ફેસબુક પોસ્‍ટમાં ભગવાન શ્રીકૃષ્‍ણને ગોપીઓના વષો લઈને ભાગતા દેખાડવામાં આવ્‍યા હતા અને આ પોસ્‍ટમાં ખરાબ કેપ્‍શન લખવામાં આવ્‍યું હતું.

મદ્રાસ હાઈકોર્ટના જાસ્‍ટિસ કે.મુરલી શંકરે મામલાની સુનાવણી દરમિયાન કહ્યું કે, ધાર્મિક ચિત્રોને કેવી રીતે દેખાડવામાં આવી રહ્યા છે, એમાં સંવેદનશીલતા રાખવી જોઈએ. સરકારે એ પણ સુનિヘતિ કરવું જોઈએ કે અભિવ્‍યક્‍તિની આઝાદીની કારણે ધાર્મિક ભાવનાને ઠેસ પહોંચાડી શકાય નહીં.

ચોથી ઓગષ્ટના ચુકાદામાં કોર્ટે કહ્યું કે, હિન્‍દુ દેવી-દેવતાઓને અપમાનજનક રીતે રજૂ કરવા, લાખો લોકોની ભાવનાને જાણીજોઈને ઠેસ પહોંચાડવાની બાબતને ઉચિત ઠેરવી શકાય નહીં. આવા કામ દુશ્‍મની, ધાર્મિક ઉન્‍માદ, સામાજિક અવ્‍યવસ્‍થા અને સાંપ્રદાયિક તણાવને ભડકાવી શકે છે. એવામાં એ જરુરી છે કે આ પ્રકારની ચીજોને સંવેદનશીલતાની સાથે રજૂ કરવી જોઈએ.

ઉલ્‍લેખનીય છે કે એક પોસ્‍ટ પર બે કોમેન્‍ટ એવી હતી, જેમાંથી એકમાં લખવામાં આવ્‍યું હતું કે કૃષ્‍ણજયંતિ એવા વ્‍યક્‍તિનું પર્વ છે, જે સ્‍નાન કરતી મહિલાઓના કપડાં ચોરે છે - આ કોમેન્‍ટ સતીશકુમાર નામના યુઝરે કરી હતી. તેના પર પી પરમસિવન નામના વ્‍યક્‍તિએ ક્રિમિનલ કેસ નોંધાવ્‍યો હતો, અને આક્ષેપ લગાવ્‍યો હતો કે હિન્‍દુ દેવતાઓના અપમાન માટે પોસ્‍ટ કરવામાં આવી હતી.   જોકે, પોલીસને કોમેન્‍ટ કરનાર વ્‍યક્‍તિ અંગે કોઈ માહિતી મળી નહીં. માર્ચમાં ટ્રાયલ કોર્ટે પોલીસ રિપોર્ટ સ્‍વીકારી લીધો, જેમાં કેસને અનડિટેક્‍ટેડ ગણાવ્‍યો હતો. ત્‍યાર પછી કેસ બંધ કરવાની પ્રક્રિયા શરુ કરવામાં આવી હતી. હાઈકોર્ટે આ કેસની ગંભીરતાપૂર્વક તપાસ નહીં કરવાને લઈને પોલીસની પણ ઝાટકણી કાઢી છે. આ સાથે જ તપાસ શરુ કરવા અને ત્રણ મહિનાની અંદર ફાઇનલ રિપોર્ટ રજૂ કરવા આદેશ કર્યો છે.(૩૮.૧૬)

 

(9:57 AM IST)