<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 9th August 2025

જામનગર રોડ સાંઢીયા પૂલથી રેલનગરના રસ્‍તે તેમજ ભોમેશ્વર ફાટક પાસે કલાકો સુધી ટ્રાફિકજામ

ટ્રાફિક પોલીસ માત્ર દંડ વસુલવામાં નહિ, આમાં પણ ધ્‍યાન આપે

રાજકોટઃ શહેરના જામનગર રોડ પર સાંઢીયા પૂલનું કામ ચાલી રહ્યું હોઇ અહિ ભોમેશ્વર તરફ જવા ડાયવર્ઝન અપાયું છે આ કારણે રોજબરોજ થોડો ટ્રાફિક રહે છે પરંતુ આજે રક્ષાબંધન પર્વના દિવસે આ સ્‍થળે અને બજરંગવાડી તરફના રસ્‍તે લગભગ બે કલાક સુધી જામ થઇ જતાં અસંખ્‍ય વાહનચાલકો હેરાન પરેશાન થઇ ગયા હતાં. સવારના સાડા અગિયારથી લઇ સાડા બાર સુધી વાહનચાલકો ફસાયેલા રહ્યા હતાં. વાહનચાલકોના કહેવા મુજબ ટ્રાફિક ક્‍લીયર કરાવવા કોઇ ટ્રાફિક પોલીસનો સ્‍ટાફ પણ હાજર નહોતો. આ ઉપરાંત ભોમેશ્વર ફાટક પાસે પણ કલાકો સુધી જામ રહ્યો હોઇ વાહનચાલકો ભારે હેરાન પરેશાન થઇ ગયા હતા. આ સમસ્‍યા ઠેકઠેકાણે ઉદ્દભવતી હોઇ ટ્રાફિક પોલીસ માત્ર દંડ વસુલવાને બદલે આ રીતે જામ થતાં અટકાવે તે જરૂરી હોવાનું વાહનચાલકો કહે છે

(3:54 PM IST)