<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 9th August 2025

શબ્‍દો નહીં, જીવદાન આપ્‍યું: રક્ષાબંધન પહેલા બહેને ભાઈને આપી નવા જીવનની ભેટ

ભાઈ-બહેનના પવિત્ર સ્‍નેહને નવી વ્‍યાખ્‍યા આપતી ઘટના; બાબિતા અગ્રવાલે ભાઈ પવનકુમાર માટે પોતાનું કિડની દાન કરી સાબિત કર્યું - ‘‘રક્ષાબંધન ફક્‍ત દોરાનું નહીં, દિલનું બંધન છે!''

અમદાવાદઃ જયાં ઘણી બહેનો રક્ષાબંધનના દિવસે પોતાના ભાઈ પાસેથી રક્ષાનો વચન લે છે, ત્‍યાં અમદાવાદની એક બહેને એ પરંપરા ઉલટાવી નાખી - ભાઈને રક્ષા નહીં, જીવદાન આપી દીધું!

૪૬ વર્ષની બાબિતા અગ્રવાલ માટે રક્ષાબંધન કોઈ સામાન્‍ય તહેવાર નહોતો... એ તહેવાર, જયારે ભાઈ-બહેનના અલઉદ્રૃણ સ્‍પર્શાય છે, તે પહેલા તેમણે પોતાના ૫૩ વર્ષના ભાઈ પવનકુમાર બેંકાને પોતાનું કિડની દાન કરીને જીવતેજ ભેટ આપી. પવનકુમાર, જે રાજકોટ જિલ્લાના જેટપુરના રહેવાસી છે, લાંબા સમયથી કિડની ફેલ્‍યર બાદ ડાયાલિસિસ પર જીવતાં હતા.

પરિવારના સભ્‍યો donor તરીકે match નહોતા થતા, દ્યરેણાંથી ભરી આંખો સાથે ભવિષ્‍ય અસ્‍પષ્ટ લાગતું હતું. પણ ત્‍યારે, બહેન બન્‍યા હતા ભગવાનનો દૂત.

‘‘મારે પેલા દિઠેલો ભાઈ પાછો જોઈતો હતો,''બાબિતા કહે છે. ‘‘એના માટે મારું એક અંગ જોઈએ, તો એ આપવું મારું ધર્મ છે.''

જયારે donor તરીકે testing થયું, ત્‍યારે બાબિતા perfect match તરીકે સામે આવી. એક ક્ષણ માટે પણ વિચાર્યા વિના, તેમણે કિડની દાન કરવાની તૈયારી બતાવી.

આ સંપૂર્ણ સર્જરી શાલ્‍બી હોસ્‍પિટલ, એસ.જી. રોડ, અમદાવાદ ખાતે, ડો. મયંક શાહ અને તેમની નિપુણ ટીમની દેખરેખ હેઠળ ૨૯ જુલાઈએ સફળતાપૂર્વક પૂર્ણ થઈ. હાલ પવનકુમાર ધીરે ધીરે સ્‍વસ્‍થ થઈ રહ્યા છે અને તેમનું જીવન ફરી ગતિ પકડી રહ્યું છે.

આ ઘટના માત્ર એક પરિવારમાં જ ખુશીઓ લાવતી નથી, પરંતુ સમાજ માટે પણ એક સંદેશ છે -‘‘પ્‍યાર હોય તો વચન પૂરતા નથી, ક્‍યારેક ત્‍યાગ પણ કરવો પડે.''

આવું અનોખું બાંધણું હોય છે ભાઈ-બહેનનું - જયાં સંબંધો દોરાથી નહીં, હૈયાની ડોરથી જોડાયેલા હોય છે.

(3:34 PM IST)