<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />

વોશિંગ્ટનમાં ભારતીય ટેક સીઈઓઍ પત્ની અને પુત્રની હત્યા બાદ જીવ આપી દીધોઃ હૈયું હચમચાવતી ઘટના :અમેરિકાના વોશિંગ્ટન રાજ્યના સિયાટલમાં ઍક ભારતીય મૂળના ટેક કંપનીના સીઈઓઍ તેમની પત્ની અને પુત્રની ગોળી મારી હત્યા કર્યા બાદ પોતે પણ આત્મહત્યા કરી લીધી હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. પ્રસિદ્ધ થયેલા અહેવાલો અનુસાર, આ ઘટના મૈસૂરના ઍક ઉદ્યોગપતિ હર્ષ કિક્કેરી સાથે સંબંધિત હોવાનું જાણવા મળ્યું છે, જેમણે આ દુઃખદ કૃત્ય આચર્યું હતું. આ ઘટના ૨૯ ઍપ્રિલના રોજ બની હતી. સ્થાનિક પોલીસના જણાવ્યા અનુસાર, આ ઘટના હત્યા-આત્મહત્યા તરીકે નોંધાઈ છે. પોલીસે ઘટનાસ્થળે તપાસ શરૂ કરી છે, પરંતુ આ કૃત્ય પાછળનું ચોક્કસ કારણ હજુ સ્પષ્ટ થયું નથી. પ્રારંભિક તપાસમાં આર્થિક તાણ, કૌટુંબિક વિવાદ અથવા માનસિક સ્વાસ્થ્યની સમસ્યાઓ જેવા પરિબળોની શક્યતા તપાસવામાં આવી રહી છે. આ ઘટનાઍ ભારતીય સમુદાય અને ટેક ઉદ્યોગમાં શોકની લાગણી ફેલાવી છે. વધુ વિગતોની રાહ જોવાઈ રહી છે, અને આ ઘટના અંગે સત્તાવાર નિવેદન ટૂંક સમયમાં જારી થવાની અપેક્ષા છે. 12:35 PM IST

રાજકોટ જામનગર ભુજ સહિતની વિમાની ફ્લાઈટો બપોર સુધી રદ થઈ : ઓપરેશન સિંદૂરમાં સામેલ થયેલ ભારતીય એરફોર્સના તમામ પાયલોટ સહી સલામત માતૃભૂમિ ઉપર પરત ફર્યા: વર્તમાન સ્થિતિને ધ્યાનમાં લઈને એર ઇન્ડિયાએ રાજકોટ જામનગર ભુજ અમૃતસર જોધપુર શ્રીનગર અને જમ્મુ ની ફ્લાઈટો આજે બપોરે ૧૨ વાગ્યા સુધી રદ કરી નાખી છે આ પછી સત્તાવાર જાહેરાત મુજબ નિર્ણય લેવાશે: ઓપરેશન સિંદૂરમાં સામેલ થયેલ ભારતીય એરફોર્સના તમામ પાઇલોટો સહી સલામત પોતાની માતૃભૂમિ ઉપર પરત ફર્યા છે. દરમિયાન પાકિસ્તાનના સરક્ષણ મંત્રી ખ્વાજા આસિફે યુટર્ન લઇ જાહેર કર્યું છે કે એક પણ ભારતીય સૈનિકને કેદી તરીકે પકડવામાં આવેલ નથી. બ્લૂમબર્ગના અહેવાલ મુજબ તેમણે કહેલ કે દુશ્મનાવટનો અંત આવતો હોય તો અમે ચોક્કસ ભારત સાથે વાતચીત કરશું. આ પહેલા પાકિસ્તાને ગુલબાંગો ફૂંકી હતી કે કેટલાક ભારતીય સૈનિકોને એરેસ્ટ કર્યા છે9:34 AM IST

આતંકી અડ્ડાઓ ઉપર ૨૪ મિસાઈલો ઝીંકવામાં આવી: સૌથી વધુ આતંકીઓના મોત: લાઇન ઓફ કંટ્રોલ ઉપર પાકિસ્તાનના બેફામ તોપમારાને લીધે ત્રણ ભારતીય નાગરિકોના મૃત્યુ: કાશ્મીરના પૂંછ અને કુપવારા સેક્ટરમાં ભારે તોપમારો ચાલુ: ભારતીય જવાનોએ સંખ્યાબંધ પાકિસ્તાની પોસ્ટ કબ્જે કરી લીધી ; ભારતે આતંકી હુમલાનો બદલો લેવા જબ્બર એર સ્ટ્રાઈક કરી ત્યારે પાકિસ્તાની લશ્કરે લાઈન ઓફ કંટ્રોલ ઉપર બેફામ ફાયરિંગ કરતા ત્રણ ભારતીય નાગરિકોના મૃત્યુ નીપજ્યા છે. ભારતીય એરફોર્સે ૧૦૦ કિલોમીટર પાકિસ્તાનની સરહદની અંદર ઘૂસી આતંકી અડ્ડાઓ સાફ કરી નાખ્યા, કેટલાક ટોચના આતંકીઓ સહિત આતંકીઓનો મૃત્યુ આંક ૧૦૦ સુધી પહોંચ્યો, ૨૪ મિસાઈલો દાગવામાં આવી: કાશ્મીરના પૂંછ અને કુપવારા સેક્ટરમાં ભારે તોપમારો ચાલુ, ભારતીય જવાનોએ સંખ્યાબંધ પાકિસ્તાની પોસ્ટ કબ્જે કરી લીધી9:28 AM IST

ગુજરાતના પોલીસ તંત્રને મોડી રાતથી જ એલર્ટ મોડમાં મૂકતા વિકાસ સહાય : મધ્‍યરાત્રીની ભારતીય સેના દ્વારા આતંકવાદીઓના આશ્રયસ્‍થાનો પર એર સર્જીકલ સ્‍ટ્રાઇક પગલે પગલે આંતરિક સુરક્ષા મોરચો સંભાળવા મુખ્‍ય પોલીસ વડા દ્વારા ભારે ધમધમાટ : ૫૪ વર્ષ પછી સાયરન, અંધારપટ, લોકોઍ શું કરવું, શું ન કરવું? તેની વ્યવસ્થિત તાલીમ માટે સિવિલ ડિફેન્સ વિભાગના વડા રાજકોટના પૂર્વ પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલને સુપરવિઝન સોંપવા નિર્ણય : હર્ષ સંઘવી દ્વારા પણ મોક ડ્રીલ, બ્‍લેક આઉટ નિયમો વિગેરે માટે લોકોને જાગૃત કરવા જાતે મેદાને ઉતર્યા : મુખ્‍ય મંત્રી, ચીફ સેક્રેટરી, એડી ચીફ સેક્રેટરી, ડીજીપી વિગેરે દ્વારા કેન્‍દ્ર સાથે વિડિઓ કોન્‍ફરન્‍સ બાદ, ખાસ બેઠકમાં સુરક્ષા રણનીતિ ઘડી કાઢવામાં આવી1:24 PM IST

પંચનાથ પ્‍લોટમાં ફલેટમાં આઇપીએલ મેચ પર સટ્ટો રમાડતાં સુરત અને સાવરકુંડલાના ત્રણ મિત્રોને ક્રાઇમ બ્રાંચે દબોચ્‍યા : સુરત વરાછાના મુળ ભાવનગરના રિતેશ ઉર્ફ ભોલાને તેના શેઠ પ્રેમ બુધ્‍ધદેવે ફલેટ ભાડે અપાવી દીધો હતોઃ લેપટોપમાં માસ્‍ટર આઇડી પણ પ્રેમે આપી હતીઃ તે કહે એ મુજબ રિતેશ સહિત ત્રણેય મિત્રો ગ્રાહકોની આઇડી બનાવી રમાડતાં'તા : રિતેશ સાથે તેના બે મિત્રો સાવરકુંડલાના રોનક બનજારા અને વિવેક ઉર્ફ કાનો સોલંકીની ધરપકડઃ લેપટોપ, વાઇફાઇ ડિવાઇ, છ મોબાઇલ ફોન કબ્‍જેઃ સાંકેતિક નામોને આધારે તપાસઃ કોન્‍સ. પ્રદિપસિંહ જાડેજા, હેડકોન્‍સ. દિપકભાઇ ચોૈહાણ, અમિતભાઇ અગ્રાવતની બાતમી પરથી પીએસઆઇ ડોડીયા અને ટીમનો દરોડો2:54 PM IST

હલકટ પાડોશી પાકિસ્‍તાન વિશ્વના આતંકવાદીઓનો જન્‍મ દાતા ને પાલક પિતા છેઃ છેલ્લા બત્રીસ વર્ષના ભારત ઉપરના દર્દનાક ક્રુર આતંકવાદી હુમલાના કહેરનો બ્‍લેક એકસરે : ભારતની આર્થિક રાજધાની મુંબઈ ઉપરના અતિ દર્દનાક હુમલા સને.૧૯૯૩ ના હુમલામાં ૨૫૭ મોતને ૧૪૦૦ ને ઈજા લોકલ ટ્રેનોમાં બોમ્‍બ બ્‍લાસ્‍ટમાં ૧૮૭ મોત ૨૬ નવેમ્‍બર ૨૦૦૮ નો સૌથી મોટો હુમલો ૬૦ કલાક સુધી મુંબઈના અતિ સમળધ્‍ધને મહત્‍વના વિસ્‍તારો ગોળીબારોથી ધ્રુજેલ ૨૬ વિદેશી નાગરીકો સહીત ૧૬૬ ના મોત થયેલ : ૩ર વર્ષમાં સરહદ ઉપર અને દેશની અંદર નાની મોટી ૫૬૦૦૦ આતંકી ઘટનાઓ બનેલ છે જેમાં ૨૩૦૦૦ થી વધુ આંતકવાદીઓને ઠાર મારેલ છે. આપણા દેશના ૬૪૧૩ વિવિધ ફોર્સના જવાનો શહીદ થયેલ છે ને સાવ નિર્દોષ ૧૪૯૩૦ નાગરીકો મોતને ભેટેલ છે : છેલ્લા ૨૫ વર્ષમાં જમ્‍મુ અને કાશ્‍મીરમાં જ ૧૨૦૩૭ આંતકવાદી હુમલા થયેલ છે જેમાં ૪૯૮૦ નિદોષ નાગરીકોએ જીવ ગુમાવેલ છે. પાકીસ્‍તાને આતંકવાદીઓને દેશમાં ઘુસાડવા ૧૬ વર્ષમાં ૯૦૧૪ વખત યુધ્‍ધવિરામ નો ભંગ કરેલ છે જેમાં ૫૯ નાગરીકો અને ૫૬ સેનાના જવાનોને ૪૨ અર્ધ લશ્‍કરીના જવાનોના મોત થયેલ છે: દેશની પ્રજા કદી ન ભુલી શકે તેવો આંતકી ત્રાસ સને ૨૦૦૧ માં લોકશાહીના મંદિર સમાન સંસદ ઉપર હુમલો, અમદાવાદના સ્‍વામીનારાયણ મંદિર ઉપર હુમલો, ૧૯૯૯ માં ઈન્‍ડીયન એરલાઈસન્‍સના વિમાનનું અપહરણ, દેશની આર્થિક રાજધાની મુંબઈ ઉપર હુમલા, પુલવામાં સુરક્ષા દળના કાફલા ઉપરનો હુમલો3:33 PM IST