તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 7th May 2025
ધ્રાંગધ્રાના બંધ મકાનમાં રૂ.૧.૮૪ લાખની મતા ચોરાઈ

વઢવાણ તા.૭: ધ્રાંગધ્રાના પુનીતનગરમાં રહેતા ૨૮ વર્ષીય રમીઝભાઈ રહીમભાઈ સીપાઈ રિક્ષા ડ્રાઈવીંગ કરે છે.તેમના પત્ની સમીનબેનના નાનીમા ચુડા ખાતે ગુજરી ગયા હોઈ રિક્ષા લઈને તેઓ પરીવાર સાથે તા. ૩-૫ના રોજ સવારે મકાનને તાળુ મારી મૈયતની વીધીમાં ગયા હતા. જયાંથી સાંજના સમયે ઘરે આવીને મકાનનું તાળુ ખોલતા દરવાજો અંદરથી બંધ હતો. દરવાજો ન ખુલતા તેઓએ તપાસ કરતા કમ્પાઉન્ડમાં મકાનની પાછળ આવેલ બારી ખુલી હતી. અને તેના સળીયા વળેલા હતા.
આથી મકાનનો દરવાજો અંદર ખોલી તપાસ કરતા ઘરમાં સામાન અસ્તવ્યસ્ત હતો. જયારે ઘરની તિજોરીમાં તપાસ કરતા તસ્કરો સોનાનો ચેન, સોનાની વીંટી, ચાંદીની વીંટી, ચાંદીના છડા, કડલી, લક્કી, રોકડા રૂપિયા ૪ હજાર સહિત રૂપિયા ૧,૮૪,૦૦૦ની મત્તા તસ્કરો ચોરી કરી લઈ ગયા હતા. આ અંગે ધ્રાંગધ્રા સિટી પોલીસ મથકે અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધાતા વધુ તપાસ પીએસઆઈ એ.કે.વાઘેલા ચલાવી રહ્યા છે.
(11:50 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
