તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 7th May 2025
રીબડામાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે અમીત ખુંટની અંતિમયાત્રા નીકળી
આરોપીઓને પકડવાની જીલ્લા પોલીસ વડાએ ખાત્રી આપતા પરિવારજનોએ મૃતદેહ સ્વીકાર્યો

(જીતેન્દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ, તા.,૭ : રીબડાનાં યુવાન અમિત ખુંટનાં આપઘાતનાં મામલે જીલ્લા પોલીસ વડાએ આરોપીઓ ને જડપી લેવાની ખાત્રી આપ્યા બાદ પરિવારજનોએ મળતક યુવાનનો મળતદેહ ૨૪ કલાક બાદ સ્વિકાર્યો હતો. રીબડામાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મળતકની અંતિમયાત્રા નિકળી હતી. જેમાં પાટીદારો અને ગામનાં લોકો જોડાયા હતા.
ગત રવિવારે વહેલી સવારે રીબડાના અમિત દામજીભાઇ ખુંટે લોધીકા રોડ પર આવેલી પોતાની વાડી પાસે વોંકળામાં ઝાડ પર લટકાઇ આપઘાત કર્યો હતો.અમીત પર રાજકોટ એ ડિવિઝન પોલીસમાં દુષ્કર્મની ફરિયાદ થઇ હતી.
અમિતે તેની ચાર પાનાની સુસાઇડનોટમાં અનિરુદ્ધસિંહ જાડેજા, તેના પુત્ર રાજદિપસિંહ, પુજા ગોર તથા અન્ય યુવતીનાં નામ આપી મરવા મજબુર કર્યાનુ જણાવ્યુ હતુ. અનિરુદ્ધસિંહ સહિતના એ પોતાને હનીટ્રેપમાં ફસાવી દુષ્કર્મની ખોટી ફરિયાદ કરાયાનુ જણાવ્યુ હતુ.
દરમિયાન અમીત નાં મળતદેહ ને ફોરેન્સિક પીએમ માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ લઇ જવાયો હતો.જ્યાં આરોપીઓ જડપાઇ ના જાય ત્યાં સુધી મળતદેહ નહી સ્વિકારવા પરીવારજનો એ જણાવતા આખરે ગત મોડી સાંજે મળતદેહને ફ્રીઝકોલ્ડ રુમમાં રખાયો હતો. પરીવારનો આક્રોશ જોઇ જીલ્લા પોલીસ વડા હિમકરસિહ દોડી જઇ આરોપીઓને વહેલી તકે જડપી લેવા અને બનાવ ની SIT ની રચના કરી તટસ્થ તપાસ અંગે ખાત્રી આપતા ૨૪ કલાક નાં અંતે મળતદેહ સ્વિકારી રીબડા લઇ જવાયો હતો.જ્યાં જીલ્લાભરની પોલીસનાં ચુસ્ત બંદોબસ્ત વચ્ચે અમિતની અંતિમયાત્રા નિકળી હતી.જેમા ગણેશ જાડેજા પાટીદાર આગેવાનો અશોકભાઈ પીપળીયા, સમીરભાઈ કોટડીયા,અશ્વીનભાઇ ઠુંમર, દિપક રુપારેલીયા, પ્રફુલભાઈ ટોળીયા સહિત ગામનાં લોકો જોડાયા હતા. અમિતનાં મળતદેહને તેના નવ વર્ષનાં પુત્ર મંત્ર દ્વારા અગ્નિદાહ અપાયો ત્યારે ભાવુક દ્રશ્યો સર્જાયા હતા.
(11:38 AM IST)










